સાણંદ / નકલી ઇન્કમટેક્ષ અધિકારી બની ખોટા દરોડા પાડતી ગેંગ ઝડપાઇ

સાણંદ / નકલી ઇન્કમટેક્ષ અધિકારી બની ખોટા દરોડા પાડતી ગેંગ ઝડપાઇ

સાણંદના શાંતિપુરાના રહીશ પાસેથી રૂ.50 હજાર પડાવ્યા હતા, 6 ઝડપાયા

સાણંદ: સાણંદના શાંતિપુરા ગામે ગત 6 નવેમ્બરના રોજ નકલી ઇન્કમટેક્ષ અધિકારી બની રેડ કરીને ઘરમાં ચેકિંગ કરીને પચાસ હાજર રોકડા લઇ જઈ કાયદાની જાળમાં ફસાવી દેવાની ધમકી આપી છેતરપીંડી કરનાર 6 ઇસમોને ચાંગોદર પોલીસે બાતમીને આધારે નવાપુરા પાટિયા નજીકથી ઝડપી લઇ જેલ હવાલે કર્યા હતા.


ગત તા.6 નવેમ્બરના રોજ સવારના આઠેક વાગ્યાના સુમારે ફરીયાદી ફારૂકભાઇ મંહમદભાઇ મોમીન (રહે. શાન્તીપુરાગામ તા. સાણંદ)ના ઘરે પાંચથી સાત અજાણ્યા ઇસમો આવી પોતે ઇન્કમટેક્ષના અધિકારીઓ છીએ તેવુ કાર્ડ બતાવી ઘરમાં પ્રવેશી તીજોરી કબાટ સેટી પલંગ વિગેરે ચેક કરી રૂપિયા 50 હજાર રોકડા લઇ જઇ પાછળથી ફોન ઉપર બીજી કોઇ કાર્યવાહી નહીં કરવા પતાવી દેવાના રૂપિયા દસ લાખ થશે નહીં તો કાયેસરની કાર્યવાહી થશે. આખી જીંદગી હેરાન થઇ જશો. તેવી બીક બતાવી રૂ.50 હજાર લઇ જઇ ગુનો કર્યો હતો.

બાબતે ફરીએ તા.17ના ચાંગોદર પોલીસ સ્ટેશનમાં આવી વિગતવારની ફરીયાદ આપતા ચાંગોદર પીએસઆઈ એન.આઇ ચાવડાએ અજાણ્યા ઇસમો શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.તે દરમિયાન હે.કો પ્રદિપસિહ જાડેજા તથા ધર્મેન્દ્રસિહ ડોડને અંગત બાતમીદારો મારફતે ચોકકસ બાતમી હકીકત મળતા નવાપુરા કટ પાસેથી આરોપીઓ ગાડીમાં પસાર થનાર હોય જે હકીકત આધારે વોચમાં હતા. તે દરમ્યાન હકીકતવાળી ગાડી આવતા ગાડી કોર્ડન કરી રોકી ગાડીમા બેઠેલ 6 ઇસમોને પો.સ.ઇ એન આઇ.ચાવડા તથા તેમની ટીમ દ્રારા યુકિતી પ્રયુકિતથી પુછપરછ કરતા ઉપરોકત આરોપીઓએ ગઇ તા.6ના રોજ સવારે ફરીના ઘરે ઇન્કમટેક્ષ અધિકારીઓ બની ઇન્કમટેક્ષની રેઇડ કરેલ હોવાની કબુલાત કરતા તમામની અટક કરી ગણતરીના કલાકોમાં જ ગુનો ઉકેલી નાખ્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં જહીર મન્સુરી, અશોકભાઇ રાઠોડ, ગૈાતમ ઉર્ફ ગણેશ ચુનીલાલ વાણીયા, કનુભાઇ કાન્તીભાઇ સોલંકી, દિનેશભાઇ ભાનુભાઇ સોલંકી તથા કિશોરભાઇ લક્ષ્મણભાઇ સરવૈયાનો સમાવેશ થાય છે.