સાઈબર ક્રાઈમ / પેટીએમ કેવાયસી અપડેટના નામે 10 લાખની છેતરપિંડી

સાઈબર ક્રાઈમ / પેટીએમ કેવાયસી અપડેટના નામે 10 લાખની છેતરપિંડી

અમદાવાદ. કર્ણાવતી કલબની પાછળ આવેલા સ્પિંગ વેલીમાં વિશ્રામભાઇ વેકરિયાના ખાતામાંથી ગઠિયાએ રૂ.10.23 લાખ ઉપાડી લીધા હતા, જેમાં કોવિડ- 19ના કારણે ઓનલાઈન પેટીએમ કેવાયસી અપડેટ કરવુ જરૂરી છે. તેમ કહીને બેંકની મોબાઈલ એપ ડાઉનલોડ કરાવી 2 પાઈ એકાઉન્ટ ખોલાવી તેના કોડ જાણી લઇ બંને એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લીધા હતા. ગઠિયાએ ફોનમાં એક્સિસ બેંકની એપ ડાઉનલોડ કરાવડાવી 2 પેઈ એકાઉન્ટ ખોલાવડાવ્યા હતા. ત્યારબાદ તે બંને એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લીધા હતા.