સસ્તા પ્લાનનાં દિવસો હવે ગયા! એરટેલ-વોડાફોન બાદ હવે JIOએ આપ્યો આ મોટો ઝટકો

સસ્તા પ્લાનનાં દિવસો હવે ગયા! એરટેલ-વોડાફોન બાદ હવે JIOએ આપ્યો આ મોટો ઝટકો

રિલાયન્સ જિયોએ પોતાની ટેરિફ કિંમતો વધારવાનું એલાન કર્યું છે. હાલમાં જ રિલાયન્સ જિયોએ નોન જિયો કોલિંગ માટે પૈસા વસૂલવાનું શરૂ કર્યું છે. અને આ માટે નવા પેક્સની પણ શરૂઆત કરવામાં આવી છે. બીજી ટેલિકોમ કંપનીઓની જેમ વોડાફોન આઈડિયા અને એરટેલે પણ 1 ડિસેમ્બરથી ટેરિફની કિંમતો વધારવાનું એલાન કર્યું છે. આ વધારવામાં આવેલી કિંમતો પ્રિપેઈડ અને પોસ્ટપેડ બંનેમાં લાગુ પડશે.

રિલાયન્સ જિયોએ એક પ્રેસ રિલીઝમાં કહ્યું કે, મીડિયા રિપોર્ટમાં જેમ કહેવામાં આવી રહ્યું છે, અમે સમજી શકીએ છીએ કે TRAI ટેલિકોમ ટેરિફને લઈને કન્સલ્ટેશન પ્રોસેસ શરૂ કરવાનો છે. બીજા ઓપરેટર્સની જેમ અમે પણ સરકારની સાથે કામ કરીશું અને રેગ્યુલેટરી રિઝીમને મજબૂત કરીશું જેથી ભારતીય કસ્ટમર્સનાં ફાયદાં માટે ઈન્ડસ્ટ્રી મજબૂત થઈ શકે. આગામી અઠવાડિયામાં અમે ટેરિફની કિંમતો વધારીશું.

હાલમાં કંપનીએ એ નથી કહ્યું કે, પ્લાનમાં કેટલા રૂપિયાનો વધારો કરવામાં આવષે. પણ ટૂંક સમયમાં જ કંપની મોટું એલાન કરી શકે છે. વોડાફોન આઈડિયા અને એરટેલ પણ એલાન કર્યું છે કે તેઓ 1 ડિસેમ્બરથી ટેરિફનાં દરોમાં વધારો કરશે. ત્યારે હવે જિયોએ પણ ટેરિફ દર વધારવાનું એલાન કરતાં આગામી દિવસોમાં ગ્રાહકોને વધારે પૈસા આપવા પડશે. જિયોના માર્કેટમાં આવવાને કારણે જે પ્રાઈસ વોર શરૂ થયું હતું અને કિંમતો ઘટી હતી. બાદમાં થોડા જ વર્ષોમાં ટેલિકોમ સેક્ટરમાં આવેલાં સંકટને કારણે હવે ફરીથી જિયો પહેલાંના દિવસો ફરીથી પરત આવે તો નવાઈ નહીં.