સર્વે / દેશના 62 ટકા લોકો નાગરિકતા કાયદાના સમર્થનમાં, 65.4 ટકાનો મત – બધા રાજ્યોમાં NRC લાગુ થાય

સર્વે / દેશના 62 ટકા લોકો નાગરિકતા કાયદાના સમર્થનમાં, 65.4 ટકાનો મત – બધા રાજ્યોમાં NRC લાગુ થાય

  • સર્વેમાં 17થી 19 ડિસેમ્બરની વચ્ચે દેશભરના 3000થી વધારે નાગરિકોનો મત લેવામાં આવ્યો હતો
  • દેશના 55.9 ટકા લોકો માને છે કે એનઆરસી અને સીએએ માત્ર ગેરકાયદેસર પ્રવાસીઓની વિરોધમાં છે
  • મોટાભાગના મુસ્લિમોનું કહ્યું કે – નાગરિકતા કાયદો લાગુ કરવાથી દેશમાં મોંઘવારી વધી શકે છે
  • પૂર્વોત્તરના 73.4 ટકા લોકોએ એનઆરસી અને 50.6 ટકા લોકોએ સીએએને સમર્થન આપ્યું
  • અસમમાં 68.1 ટકા લોકો સીએએના વિરોધમાં, પરંતુ 76.9 ટકા લોકો એનઆરસીના સમર્થનમાં છે

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) અને નાગરિકતા રજિસ્ટર (એનઆરસી)નો વિરોધ યથાવત્ છે. ત્યારે આઈએએનએસ-સીવોટરે શનિવારે સર્વેમાં દાવો કર્યો છે કે દેશના 62.1 ટકા નાગરિકો સીએએના પક્ષમાં છે. 65.4 ટકા લોકો એનઆરસી સમગ્ર દેશમાં લાગુ થાય તેવું ઇચ્છે છે. 55.9 ટકા લોકો સીએએ અમે એનઆરસી માત્ર ગેરકાયદેસર રીતે ઘૂસતા પ્રવાસીઓના વિરોધમાં છે તેમ માને છે. આ સર્વેમાં 17થી 19 ડિસેમ્બર વચ્ચે સમગ્ર દેશમાં 3000થી વધારે નાગરિકોનો મત લેવામાં આવ્યો હતો. જેમાં અસમ, પૂર્વોત્તર અને મુસ્લિમ સમુદાયના 500-500 લોકો સામેલ હતા.

Q&A: સીએએ અને એનઆરસીના સર્વે પ્રમાણે…
1. કેટલા લોકો નાગરિકતા કાયદા અને એનઆરસીના સમર્થનમાં છે?
સીએએઃ સર્વે પ્રમાણે, 62.1 ટકા લોકો સમર્થનમાં અને 36.8 ટકા લોકો વિરોધમાં છે. પૂર્વ ભારતમાં 57.3 ટકા, પશ્ચિમમાં 64.2 ટકા, ઉત્તરમાં 67.7 ટકા અને દક્ષિણમાં 58.5 ટકા લોકોએ કાયદાને સમર્થન આપ્યું છે. બિલનો વિરોધ કરનારાઓની ટકાવારી પૂર્વમાં 42.7, પશ્ચિમમાં 35.4, ઉત્તરમાં 31.2 અને દક્ષિણમાં 38.8 છે. 58. 6 ટકાએ સરકારને સમર્થન આપ્યું છે, જ્યારે 31.7 ટકા વિપક્ષી દળો સાથે ઊભા રહ્યાં છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને પૂર્વોત્તરમાં મોટા ભાગના લોકોએ સરકારને સમર્થન આપ્યું છે, જ્યારે દક્ષિણ ભારતમાં 47.2 ટકા લોકો વિપક્ષ સાથે સહમત થયા છે. સીએએ પર સરકારી સ્ટેન્ડનું સમર્થન કરવાના સવાલ પર હિન્દુ અને મુસ્લિમો વિભાજિત થયા છે. 67 ટકા હિન્દુઓએ સરકારના પક્ષમાં સમર્થન આપ્યું છે, 71.5 ટકા મુસ્લિમોએ વિપક્ષને સમર્થન આપ્યું છે.