સરવે : US ઇમિગ્રન્ટ્સની વસતીમાં 20 વર્ષમાં સૌથી વધુ ઘટાડો, મહામારીના પ્રથમ 5 મહિનામાં 6.2% ઘટ્યાં

સરવે : US ઇમિગ્રન્ટ્સની વસતીમાં 20 વર્ષમાં સૌથી વધુ ઘટાડો, મહામારીના પ્રથમ 5 મહિનામાં 6.2% ઘટ્યાં

કોરોના મહામારીના કારણે અમેરિકામાં ઇમિગ્રન્ટ્સની વસતીમાં 2.6%નો ઘટાડો થયો છે, જે છેલ્લા 20 વર્ષમાં સર્વાધિક ઘટાડો છે. કેલિફોર્નિયા મર્સેડ કોમ્યુનિટી અને લેબર સેન્ટરના જોઇન્ટ સ્ટડીમાં આ માહિતી સામે આવી છે. તે માટે 60 હજાર અમેરિકી પરિવારોનો સરવે કરાયો. ઇમિગ્રન્ટ્સની વસતીમાં ઘટાડો 2008-09ની મંદીના સમયથી પણ ઝડપી રહ્યો છે. ત્યારે તેમાં 1.6%નો ઘટાડો થયો હતો. કેલિફોર્નિયામાં ઇમિગ્રન્ટ્સની વસતીમાં મહામારીના પ્રથમ 5 મહિનામાં 6.2%નો ઘટાડો નોંધાયો હતો. આર્ટ્સ, એન્ટરટેઇનમેન્ટ, રીક્રિએશન, હોટલ, ફૂડ જેવા ઉદ્યોગો સાથે જોડાયેલા ઇમિગ્રન્ટ્સ પર મહામારીની સૌથી માઠી અસર થઇ છે.