સરવે / રાષ્ટ્રપતિની ચૂંટણીની દોડમાં ટ્રમ્પ પાછળ પડ્યા, માત્ર 13 રાજ્યમાં આગળ, બિડેનનું 25માં પલડું ભારે

સરવે / રાષ્ટ્રપતિની ચૂંટણીની દોડમાં ટ્રમ્પ પાછળ પડ્યા, માત્ર 13 રાજ્યમાં આગળ, બિડેનનું 25માં પલડું ભારે

  • ધ ઈકોનોમિસ્ટ સહિત ત્રણ મોટા સરવેમાં ડેમોક્રેટિક નેતા બિડેનથી પાછળ રહ્યા ટ્રમ્પ
  • રાજ્યોમાં અનિશ્ચિતતા, 8 રાજ્યોમાં બંનેના વિજયની 50-50 સંભાવના
  • ફેબ્રુઆરીમાં બિડેનથી 4% વધુ વોટ સાથે ટ્રમ્પ આગળ ચાલતા હતા
  • જ્યોર્જિયા, ટેક્સાસ, લોવા, ઓહિયો આ વખતે ટ્રમ્પ માટે મુશ્કેલી બની શકે છે

વૉશિંગ્ટન. અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ અંગે શંકા-કુશંકાઓ ચાલી રહી છે. નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી દરમિયાન ટ્રમ્પનું વિજય મેળવીને બીજી વખત રાષ્ટ્રપતિ બનવાનું સ્વપ્ન રોળાઈ શકે છે. જેનું કારણ ત્રણ મોટા સરવેમાં તેમના વિરોધી ઉમેદવાર જો બિડેનથી ટ્રમ્પ પાછળ ચાલી રહ્યા છે. સરવે અનુસાર ટ્રમ્પના વિજયની સંભાવનાઓ છેલ્લા 4 મહિનામાં ક્યારેય સુધરી નથી. મહાભિયોગના કેસમાંથી મુક્ત થયા પછી તેમનું રેટિંગ 3 વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું હતું, પરંતુ કોરોના સંકટ અને જ્યોર્જ ફ્લોઈડની ઘટનાનો સામનો કરવાની તેમની પદ્ધતિએ મિસ્ટર ટ્રમ્પની રાજકીય ગણતરીઓને તળીયે લાવી દીધી છે. કોરોનાથી 1 લાખથી વધુનાં મોત, 3 કરોડ લોકોનું બેરોજગાર બનવું અને જાતિવાદ અંગે પ્રદર્શન દરમિયાન તેમના વલણે વિરોધી ઉમેદવાર અને બરાક ઓબામાના મનપસંદ ઉપરાષ્ટ્રપતિ રહેલા જો બિડેનને સ્પર્ધામાં આગળ કરી દીધા છે. બિડેન સહાનુભૂતિ મેળવવાની બાબતે પણ ટ્રમ્પથી આગળ નિકળી ગયા છે. 

ફેબ્રુઆરીમાં બિડેન ટ્રમ્પથી સામાન્ય આગળ હતા. પછી આ અંતર 5% થયું, ત્યાર પછી 12% અને જુન મહિનો આવતા-આવતા બિડેન ટ્રમ્પથી 14% આગળ નિકળી ગયા છે. રાષ્ટ્રિય સ્તરે જોઈએ તો વર્તમાન સમયમાં જો ચૂંટણી થાય તો બિડેન અમેરિકાના 50 રાજ્યોમાંથી 25માં સીધા આગળ નીકળી ચૂક્યા છે, જ્યારે ટ્રમ્પ માત્ર 13 રાજ્યમાં જ સ્પષ્ટ વિજય મેળવતા દેખાઈ રહ્યા છે. 8 રાજ્યમાં બંને ઉમેદવારોનો મામલો 50-50% છે, જ્યારે 4 રાજ્યમાં અત્યારે અનિશ્ચિતતાની સ્થિતિ છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી નવેમ્બરમાં યોજાવાની છે, આથી બંને ઉમેદવાર પાસે પોત-પોતાની તૈયારી માટે પુરતો સમય છે. 

વોટોનું સંભવિત પેટ્રન: આ મોડલથી સમજો કે કેવી રીતે બદલાઈ શકે છે ચૂંટણી સમીકરણ 
ધ ઈકોનોમિસ્ટે દેશમાં સરવે, રાજકીય સ્થિતિ, આર્થિક વાસ્તવિકતા અને અન્ય ઘટનાને જોતાં મતદારોનો વિચાર, વોટ શેર અને મતદારોના વલણમાં પરિવર્તનને સમજવાનો પ્રયાસ કર્યો છે. તેમાં અમેરિકાના 50 રાજ્યો સાથે જોડાયેલા આ હકીકતો સાથે એ સમજવાનો પ્રયાસ કરાયો છે કે, કયા રાજ્યના મતદારો કેવો વ્યવહાર કરી શકે છે. તેના અનુસાર સમાન વિચાર ધરાવતા લોકો સાથે જવાની સંભાવના વધુ છે. જેમ કે ટ્રમ્પ જોમિનેસોટામાં વિજય મેળવે છે તો તેમની વિસ્કોન્સિનમાં પણ જીતવાની સંભાવના વધી જાય છે. 

વોશિંગ્ટન પોસ્ટનો સરવે: મોટાભાગની મહિલાઓ બિડેન સાથે, કોલેજના વિદ્યાર્થીઓ ટ્રમ્પના પક્ષમાં
વોશિંગટ પોસ્ટ-એનબીસી સરવેમાં ટ્રમ્પ પાછળ પડતા દેખાય છે. જેમાં બિડેનને 50%, જ્યારે ટ્રમ્પને 42% વોટ મળ્યા છે. મહિલાઓ બિડેનના પક્ષમાં વધુ છે, જ્યારે ટ્રમ્પને કોલેજના યુવાનોનો વધુ સાથ મળ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, 80% અમેરિકનોએ સ્વીકાર્યું છે કે કોરોના અને જાતિવાદ બાબતે સ્થિતિ નિયંત્રણથી બહાર થઈ ગઈ છે. બીજી મોટી વાત એ છે કે, જે રાજ્યોમાં ટ્રમ્પ આગળ હતા ત્યાં બિડેન આગળ નિકળી ગયા છે. આવા રાજ્યોમાં બિડેનને 50%, જ્યારે ટ્રમ્પને માત્ર 42% વોટ મળી રહ્યા છે. 

સીએનએનનો સરવે: બિડેન-55%, ટ્રમ્પ-41% વોટ, ટ્રમ્પે સરવે પાછો ખેંચી લેવા કહ્યું 
સીએનએનના સરવેમાં પણ ટ્રમ્પને બિડેનથી આગળ બતાવાયા છે. 2020ની ચૂંટણીમાં બિડેન લગભગ 14% વોટથી આગળ છે. તેમને 55% વોટર્સે સમર્થન આપ્યું છે, જ્યારે ટ્રમ્પને માત્ર 44%. સરવેમાં ટ્રમ્પને કોરોના વાઈરસ અને અશ્વેત જ્યોર્જ ફ્લોઈટની પોલિસના હાથે મૃત્યુ પછી ભડકેલા જાતિવાદ વિરુદ્ધના પ્રદર્શનથી ટ્રમ્પને ઘણું નુકસાન થયું છે. ટ્રમ્પે આ સરવેને ખોટો જણાવીને સીએનએનને આસરવે પાછો ખેંચવા કહ્યું છે, પરંતુ સીએનએનએ સ્પષ્ટ કહી દીધું છે કે તે સરવે પાછો નહીં ખેંચે. 

2016માં ટ્રમ્પ જ્યાં સરળતાથી જીત્યા હતા, ત્યાં આ વખતે પડકાર 
ટ્રમ્પ માટે એ રાજ્યોમાં વધુ પડકાર રહેશે જ્યાંથી તે 2016માં સરળતાથી જીત્યા હતા. જેમાં જ્યોર્જિયા, ટેક્સાસ, ઓહિઓ અને લોવા પણ છે, જ્યાં આ વખતે બિડેન આગળ છે. ટ્રમ્પના દબદબાવાળા ફ્લોરિડા અને એરિઝોનામાં પણ બિડેને મજબુતી મેળવી લીધી છે. જ્યોર્જિયાને આ વખતે ચૂંટણી યુદ્ધનું સૌથી મોટું મેદાન મનાય છે, કેમ કે અહીં 32%થી વધુ અમેરિકન મતદાર- આફ્રીકન મૂળના અશ્વેત છે. તેમના ઉપરાંત હિસ્પેનિક 31.2% છે, જેમાં પણ અશ્વેત છે. જાતિવાદ વિરોધી પ્રદર્શન દરમિયાન બિડેન તેમની સહાનુભુતિ મેળવવામાં સફળ રહ્યા છે. જ્યોર્જિયામાં ત્રણ દિવસ પહેલા જ પ્રાઈમરી ચૂંટણીમાં ચૂંટણી મશીન ખરાબ થવા, ગાયબ થવા અને છેડછાડનો મુદ્દો ગરમાયો હતો.