સરકારે 1.70 લાખ કરોડના પેકેજની કરી જાહેરાત, જાણો કોને કઈ-કઈ વસ્તુઓ મળશે ફ્રી

સરકારે 1.70 લાખ કરોડના પેકેજની કરી જાહેરાત, જાણો કોને કઈ-કઈ વસ્તુઓ મળશે ફ્રી

કોરોનાના કહેર વચ્ચે જેવી સરકાર પાસે અપેક્ષા રાખવામાં આવી રહી હતી સરકારે એવું જ કર્યું છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આજે 1.70 લાખ કરોડના કોરોના સ્પેશિયલ પેકેજની જાહેરાત કરી છે. આ યોજનાના બે ભાગ કરવામાં આવ્યા છે. સરકારની પહેલી કોશિશ છે કે દરેક નાગરિકનું પેટ ભરવું. આ સિવાય અન્ય જરૂરિયાતો માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર(DBT) હેઠળ એકાઉન્ટમાં પૈસા મોકલવામાં આવશે. તો આવો જાણીએ નાણાપ્રધાનની જાહેરાતો અંગે…

1. આ યોજના હેઠળ 8 કેટેગીરીમાં ખેડૂત, મનરેગા, ગરીબ વિધવા-પેન્શનર્સ-દિવ્યાંગ, જન ધન યોજના-ઉજ્જવલા યોજના, સ્વ-સહાય જૂથ(મહિલા), સંગઠિત ક્ષેત્ર કામદારોને ઇપીએફઓ દ્વારા અને બાંધકામ કામદારોને ડીબીટીનો લાભ મળશે.

2. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને પ્રમુખ બે ભાગમાં વેંચવામાં આવી છે. પહેલા ભાગમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 80 કરોડ ગરીબ લોકોને કવર કરવામાં આવશે. આ યોજના હેઠળ આગામી ત્રણ મહિના સુધી પાંચ કિલો ચોખા/ઘઉં ફ્રીમાં આપવામાં આવશે. આ સિવાય એક કિલો દાળ પણ દરેક પરિવારને ફ્રીમાં આપવામાં આવશે.

3. ગરીબો માટે ખાવાની સુવિધા કરવામાં આવશે. આ સિવાય ડીબીટીના માધ્યમથી એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે.

4. 8.7 કરોડ ખેડૂતોના એકાઉન્ટમાં એપ્રિલના પહેલા સપ્તાહમાં 2000 રૂપિયાની કિસ્ત જમા કરવામાં આવશે.

5. દેશમાં મનરેગા યોજનાનો લાભ 5 કરોડ પરિવારોને મળે છે. મનરેગા વેતન હવે 182થી વધારીને 202 રૂપિયા કરવામાં આવ્યું છે.

6. વૃદ્ધ, દિવ્યાંગ અને વિધવાને એકમુશ્ત 1000 રૂપિયા બે કિસ્તોમાં અલગથી આપવામાં આવશે. આ આગામી ત્રણ મહિનામાં આપવામાં આવશે. આનો લાભ લગભગ 3 કરોડ લોકોને મળશે.

7. કોરોના વિરુદ્ધ લડી રહેલા ડોક્ટર્સ, નર્સ, આશા સહયોગી અને અન્ય મેડિકલ સ્ટાફ માટે ઇન્શ્યોરન્સની જાહેરાત કરવામાં આવી છે. સરકારે આવા લોકો માટે 50 લાખ રૂપિયાના મેડિકલ ઇન્શ્યોરન્સની જાહેરાત કરી છે. આનો લાભ લગભગ 20 લાખ મેડિકલકર્મીઓને મળશે.

8. વુમન સેલ્ફ હેલ્ફ ગ્રુપ માટે 20 લાખ સુધીના લોનની જાહેરાત કરવામાં આવી છે. આનો લાભ અંદાજે 7 કરોડ પરિવારોને મળશે.

9. ઉજ્જવલા યોજના હેઠળ દેશના લગભગ 8.3 કરોડ પરિવારોને ગેસ સિલિંડર મળશે. આગામી ત્રણ મહિના સુધી તેમણે ફ્રીમાં ગેસ સિલિન્ડર મળશે.

10. દેશમાં મહિલાઓના નામે લગભગ 20 કરોડ જનધન ખાતા ખુલ્યા છે. તેમના એકાઉન્ટમાં આગામી ત્રણ મહિના સુધી 500-500 રૂપિયા આપવામાં આવશે.

11. જે લોકોને EPFO નો લાભ મળી રહ્યો છે. તેમના માટે નાણાપ્રધાને મોટી જાહેરાત કરી છે. આગામી ત્રણ મહિના સુધી સરકાર એપ્લોયર અને એમ્પલોયી બંનેના હિસ્સા(બેસિક સેલરીના 24 ટકા) જમા કરશે. આ એવી કંપનીઓ પર લાગૂ થશે જ્યાં 100થી ઓછા કર્માચારી કામ કરે છે અને 90 ટકા કર્મચારીઓની સેલરી 15 હજારથી ઓછી છે.

12. આ સિવાય કંસ્ટ્રક્શન ક્ષેત્રમાં કામ કરી રહેલા અસંગઠિત મજદૂરો માટે પણ સરકારે મોટી જાહેરાત કરી છે. એવા મજદૂરોની સંખ્યા 3.5 કરોડની નજીક છે. નાણાપ્રધાને રાજ્ય સરકારથી કહ્યું કે તે આ માટે બનાવવામાં આવેલ 31,000 કરોડ રૂપિયાના ફંડનું યોગ્ય રીતે ઉપયોગ કરે.