સન્માન પર આક્રમણ! : 90 વર્ષ બાદ મળેલા સન્માનને 74 વર્ષ પછી કલંક લાગ્યું, સ્વાતંત્ર્ય પર્વનો ગૌરવશાળી લાલ કિલ્લો લજવાયો

સન્માન પર આક્રમણ! : 90 વર્ષ બાદ મળેલા સન્માનને 74 વર્ષ પછી કલંક લાગ્યું, સ્વાતંત્ર્ય પર્વનો ગૌરવશાળી લાલ કિલ્લો લજવાયો

ગણતંત્ર દિવસના દિવસે કૃષિ કાયદા વિરૂદ્ધ છેલ્લાં ઘણાં દિવસોથી આંદોલન કરી રહેલાં ખેડૂતોએ દિલ્હીમાં લાલ કિલ્લા સુધી પહોંચી ગયા અને તમામ પ્રયાસો છતાં દિલ્હી પોલીસ ખેડૂતોને લાલ કિલ્લા સુધી ટ્રેક્ટર લાવી શકવામાં રોકી ન શકી. ખેડૂતોએ લાલ કિલ્લા પર ચઢાઈ કરીને નિશાન સાહિબ અને કિસાન સંગઠનનો ઝંડો ફરકાવ્યો. જ્યાં 15 ઓગસ્ટે વડાપ્રધાન ત્રિરંગો ફરકાવે છે. ત્યારે અમે દેશની પ્રાચીર લાલ કિલ્લા અંગે જણાવી રહ્યાં છીએ.

17મી સદીમાં રેડ ફોર્ટનું નિર્માણ
લાલ પથ્થરોથી બનેલો 33 મીટર ઊંચો લાલ કિલ્લો જૂની દિલ્હીનું શોર્ય અને મુગલ કાળની વૈભવતાને દર્શાવે છે. લાલ કિલ્લાની વિશાળ દીવાલ 1638માં આક્રમણકારીઓથી બચવા માટે કરવામાં આવી હતી. લાલ કિલ્લાનો મુખ્ય દ્વારા લાહોર ગેટ વર્તમાન ભારતનો એક ગતિવાન અને પ્રતીકાત્મ કેન્દ્રબિંદુ છે જ્યાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ પર મોટી સંખ્યામાં ભીડ એકઠી થાય છે. શાહજહાંએ 1638માં લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું, જ્યારે તેને પોતાની રાજધાની આગ્રાથી દિલ્હી ખસેડી હતી. વાસ્તવિક રીતે લાલ અને સફેદ રંગ બાદશાહનો પસંદગીનો રંગ હતો. લાલ કિલ્લાની ડિઝાઈનનો શ્રેય વાસ્તુકાર ઉસ્તાહ અહમદ લાહોરીને જાય છે જેને તાજ મહેલની ડિઝાઈન પણ બનાવી હતી.

લાલ પથ્થરોથી બનેલો 33 મીટર ઊંચો લાલ કિલ્લો જૂની દિલ્હીનું શોર્ય અને મુગલ કાળની વૈભવતાને દર્શાવે છે.

1857: બહાદુર શાહ ઝફર પાસેથી અંગ્રેજોએ કબ્જો મેળવ્યો
મરાઠા પાનીપતના ત્રીજા યુદ્ધમાં પરાજિત થઈ ગયા અને દિલ્હી પર દુર્રાનીનો કબજો થઈ ગયો. જેના 10 વર્ષ પછી મરાઠોના સહયોગથી શાહ આલમ ફરી દિલ્હીના સિંહાસન પર બેઠા. 1783માં શીખ મહાસંઘના કરોડીસિંધિયાએ બાઘેલ સિંહ ધાલીવાલના નેતૃત્વમાં દિલ્હી અને લાલ કિલ્લા પર કબજો જમાવ્યો. શીખોએ શાહ આલમને બાદશાહ રહેવા દિધા અને મુગલોને તે શરતે દિલ્હી પર રાજ કરવાનું કહ્યું કે જો દિલ્હીમાં શીખ ગુરૂઓ માટે સાત ગુરુદ્વારા બનાવે.
1803માં બીજા અંગ્રેજ-મરાઠા યુદ્ધમાં ઈસ્ટ ઈન્ડિયાએ મરાઠાઓને હરાવી દિધા અને દિલ્હીના લાલ કિલ્લા પર કબજો જમાવ્યો. અંગ્રેજોએ મુગલના તમામ પ્રદેશ છીનવી લીધા અને લાલ કિલ્લા પર નિવાસ સ્થાન બનાવ્યું. આ લાલ કિલ્લા પર રાજ કરનારા અંતિમ શાસક બહાદુર શાહ બીજા હતા જેઓએ 1857ની ક્રાંતિમાં અંગ્રેજો વિરૂદ્ધ લડાઈ લડી હતી પરંતુ લાલ કિલ્લાને અંગ્રેજોથી ન બચાવી શક્યા.

લાલ કિલ્લા પર રાજ કરનારા અંતિમ શાસક બહાદુર શાહ બીજા હતા જેઓએ 1857ની ક્રાંતિમાં અંગ્રેજો વિરૂદ્ધ લડાઈ લડી હતી પરંતુ લાલ કિલ્લાને અંગ્રેજોથી ન બચાવી શક્યા.

અંગ્રેજોએ પહેલાં લૂંટ કરી પછી સમારકામ કરાવ્યું
મુગલ શાસના અંત પછી અંગ્રેજોએ આ કિલ્લામાંથી અનેક મૂલ્યવાન વસ્તુઓ લૂંટી લીધી. તમામ ફર્નિચરને હટાવીને નષ્ટ કરી દિધું. તેમજ હરમનો રૂમ, નોકરનો રૂમ અને બગીચાઓ તોડીને પથ્થરોના બેરક બનાવી દિધા. શાહી ઈમારતને છોડીને લગભગ બધું જ તબાહ કરી દિધું. અંગ્રેજોએ આ કિલ્લાનો બે તૃતિયાંસ ભાગને નષ્ટ કરી દિધો. 1899થી 1905 વચ્ચે લોર્ડ કર્ઝને આ કિલ્લાનું ફરી સમારકામ કરાવ્યું તેમજ બગીચાઓને ફરી તૈયાર કરાવ્યા.
1911માં બ્રિટિશ રાજા અને રાણી દિલ્હી દરબાર જોવા આવ્યા ત્યારે લાલ કિલ્લાની ઈમારતને ફરી તૈયાર કરવામાં આવી. ભારતીય સેનાના અનેક અધિકારીઓનું લાલ કિલ્લામાં કોર્ટ માર્શલ પણ કરવામાં આવ્યું.

1911માં બ્રિટિશ રાજા અને રાણી દિલ્હી દરબાર જોવા આવ્યા ત્યારે લાલ કિલ્લાની ઈમારતને ફરી તૈયાર કરવામાં આવી.

1947: અંગ્રેજોએ દેશને સોંપ્યો અને નેહરુએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
15 ઓગસ્ટ 1947નાં રોજ અંગ્રેજોએ પારોઠના પગલાં ભર્યા અને ભારતના પહેલાં વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ લાલ કિલ્લાના લાહોર ગેટ પરથી ત્રિરંગો લહેરાવ્યો. જે બાદથી દર વર્ષે સ્વતંત્રતા દિવસનાં રોજ વડાપ્રધાન આ કિલ્લા પર ત્રિરંગો લહેરાવે છે અને દેશને સંબોધન કરે છે. ભારતને આઝાદી મળ્યા બાદ આ જગ્યાએ ઘણાં ફેરફારો થયા અને રેડ ફોર્ટને સૈનિક છાવણી બનાવી દિધી. તેના અનેક ભાગ 2003 સુધી ભારતીય સેનાને આધીન રહ્યાં અને જે બાદ ભારતીય પુરાતત્વ વિભાગને લાલ કિલ્લાને સમારકામ માટે આપી દેવામાં આવ્યો.

2021: આંદોલનકારી ખેડૂતોએ કબ્જો લીધો
એક તરફ દેશભરમાં 72માં ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે અને બીજી તરફ કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતોએ દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢી છે. આ રેલીએ તોફાની સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ખુલ્લી તલવારો અને હથિયારો સાથે ખેડૂતોએ લાલ કિલ્લા પર ચડાઈ કરી છે. લાલ કિલ્લા પર જે પોલ પર પ્રધાનમંત્રી રાષ્ટ્રધ્વજ ફરકાવતા હોય છે એની ઉપર તોફાની ખેડૂતો ચડી ગયા હતા અને પોતાના સંગઠનના ઝંડાઓને ફરકાવ્યા હતા. ખેડૂતોને સમજાવીને હટાવવા માટે પોલીસ મથામણ કરી રહી હતી.

કડક સુરક્ષાની વ્યવસ્થા પણ ખેડૂતોને લાલ કિલ્લા સુધી પહોંચતાં રોકી શકી નહીં. ઘણા ખેડૂતો ટ્રેક્ટરો લઈને લાલ કિલ્લા સુધી પહોંચી ગયા છે. આવો નજારો દિલ્હીમાં પહેલીવાર જોવા મળ્યો છે. દિલ્હીના માર્ગો પર ટ્રેક્ટર જ ટ્રેક્ટર જોવા મળ્યાં હતાં. દિલ્હી પોલીસે શરત સાથે ટ્રેક્ટર રેલીની મંજૂરી આપી હતી, પરંતુ મંગળવાર સવારે દિલ્હીની અલગ-અલગ સરહદ પરથી ખેડૂતો દિલ્હીમાં ઘૂસી ગયા હતા.

( Source – Sandesh )