સંસદનું શિયાળુ સત્ર / લોકસભામાં પ્રોડક્ટિવિટી 109%, જોકે રાજ્યસભામાં 91% રહી, 28 કલાક વધારે કામ થયું

સંસદનું શિયાળુ સત્ર / લોકસભામાં પ્રોડક્ટિવિટી 109%, જોકે રાજ્યસભામાં 91% રહી, 28 કલાક વધારે કામ થયું

  • સંસદમાં 14 નવા કાયદા બન્યા, 49 વર્ષમાં સૌથી શ્રેષ્ઠ પ્રશ્નકાળ, 67% સવાલોના જવાબ અપાયા
  • નાગરિકતા સુધારા બિલ, એસપીજી સુરક્ષા બિલ, કોર્પોરેટ ટેક્સ સંબંધિત બિલ પસાર થયા
  • પહેલી વાર ઓડિશા સાંસદ સરોજિનીએ સંથાળી ભાષમાંમાં વાત રજૂ કરી

નવી દિલ્હી: આ વખતે શિયાળુ સત્ર દરમિયાન બંને ગૃહો લોકસભા અને રાજ્યસભા પ્રોડક્ટિવ રહ્યાં. લોકસભામાં પ્રોડક્ટિવિટી 109 ટકા રહી તો રાજ્યસભામાં 91 ટકા રહી હતી. લોકસભામાં સરેરાશ કાર્યવાહી 130 કલાક ચાલી. 20 બેઠકમાં નાગરિકતા સુધારા બિલ 2019 તથા વિશેષ સુરક્ષા સમૂહ(એસપીજી) સહિત કુલ 14 બિલ પસાર કરાયાં. ગૃહના કામકાજમાં 115%નો વધારો થયો છે. સત્ર દરમિયાન જુદા જુદા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર 28 કલાક 43 મિનિટ વધુ ચર્ચા થઈ. જ્યારે રાજ્યસભાના 250મા સત્રમાં નાગરિકતા સુધારા બિલ, એસસી-એસટી અનામતને 10 વર્ષ વધારવા સંબંધિત બંધારણીય સુધારા બિલ તથા ટ્રાન્સજેન્ડર બિલ સાથે 15 મહત્ત્વપૂર્ણ બિલ પસાર થયાં. 100 ટકા કામકાજ થયું. પહેલી વાર ઓડિશા સાંસદ સરોજિનીએ સંથાળી ભાષમાં પોતાની વાત રજૂ કરી હતી.
લોકસભામાં પ્રોડક્ટિવિટી – 109%

  • નાણાકીય 4%
  • બિલ પાસ 43%
  • સવાલ 13%
  • ચર્ચા 37%
  • અન્ય 3%

રાજ્યસભામાં પ્રોડક્ટિવિટી – 91%

  • નાણાકીય 1%
  • બિલ પાસ 51%
  • સવાલ 13%
  • ચર્ચા 29%
  • અન્ય 6%

બંને ગૃહોમાં કામકાજના કલાક

  • લોકસભા- 130.9 કલાક
  • રાજ્યસભા- 106.9 કલાક

આ મહત્ત્વપૂર્ણ બિલ પસાર થયાં

  • નાગરિકતા સુધારા બિલ
  • એસપીજી સુરક્ષા બિલ
  • કોર્પોરેટ ટેક્સ સંબંધિત બિલ
  • ટ્રાન્સજેન્ડર્સ અંગે બિલ
  • ઈલેક્ટ્રોનિક સિગારેટ પ્રતિબંધ બિલ