શોખ / વિશ્વમાં મોંઘી એવી Bentley Flying Spur 5.60 કરોડની કાર ભારતમાં સૌથી પહેલા અમદાવાદી બિલ્ડરે મેળવી

શોખ / વિશ્વમાં મોંઘી એવી Bentley Flying Spur 5.60 કરોડની કાર ભારતમાં સૌથી પહેલા અમદાવાદી બિલ્ડરે મેળવી

ભારતમાં માત્ર 4 જ કારની ડિલિવરી મળી હતી

અમદાવાદ: વિશ્વમાં મોંઘી કાર ગણાતી એવી Bentley કંપનીની Flying Spur કાર ભારતમાં સૌથી પહેલી અમદાવાદી બિલ્ડરે ખરીદી છે. ધરણીધર ડેવલપર્સના બિલ્ડર દિપક મેવાડાએ ઓન રોડ રૂ. 5.60 કરોડની આ કાર 7 મહિના પહેલા બુકીંગ કરાવી હતી. ભારતમાં માત્ર 4 જ કારની ડિલિવરી મળી હતી. જેમાં સૌથી પહેલી કાર અમદાવાદી દિપક મેવાડાને મળી હતી.

કાર ખરીદવા માટે 7 મહિના પહેલા બુકિંગ કરાવ્યું હતું
અમદાવાદના પ્રહલાદનગરમાં રહેતા અને વ્યવસાયે ધરણીધર ડેવલપર્સના બિલ્ડર દિપક મેવાડાએ divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે Bentley કંપનીની Flying Spurનું મોડલ રી લોન્ચ થયું છે. કાર ખરીદવા માટે તેઓએ 7 મહિના પહેલા બુકિંગ કરાવ્યું હતું. આ કાર હેન્ડમેઇડ હોય છે. ભારતમાં અત્યારે ચાર કાર જ આવી જ છે. જેમાં સૌથી પહેલા તેઓને કાર મળી છે. અન્ય ત્રણ કાર દિલ્હી, બેંગ્લોરમાં અને ડીલરને મળી છે. Bentley Flying Spur કારની ઓન રોડ કિંમત રૂ. 5.60 કરોડ છે.