શું માણસ આબોહવાના ફેરફારને અટકાવી શકે?

શું માણસ આબોહવાના ફેરફારને અટકાવી શકે?

દુનિયાનું સૌથી ખૂબસૂરત શહેર અને સહેલાણીઓનું માનીતું શહેર વેનિસ હાલમાં પાણીમાં ડૂબેલું છે અને દિલ્હીમાં પણ વાયુપ્રદૂષણે માઝા મૂકી છે. ક્યાંય પૂરપ્રકોપ તો ક્યાંક તોફાન તો વળી બીજે કોઈક ઠેકાણે દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે, આ બધાનું મુખ્ય કારણ ગ્લોબલ વોર્મિંગ છે. જર્મનીમાં કોલસા અને પેટ્રોલની જગ્યાએ સૌર અને પવન ઊર્જાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જર્મનીએ ગત વર્ષોમાં જીવાશ્મા ઊર્જા પરની નિર્ભરતા ઓછી કરવા અને અક્ષય ઊર્જાને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે અને તેને માટે સતત પગલાં ભરવામાં આવી રહ્યાં છે. જર્મનીના પરમાણુ અને કોલસા વીજળી ઘરોને બંધ કરવામાં આવી રહ્યાં છે. આ પહેલ ઘણા વર્ષોથી ચાલી રહી છે અને જર્મની તેની આ પહલ ભારત સહિત બીજા દેશો સાથે આદાનપ્રદાન કરી રહી છે. જર્મની ૨૦૫૦ સુધી જીવાશ્મ ઈંધણ અને પરમાણુ ઊર્જા પર તેની નિર્ભરતા ખતમ કરવા માગે છે તે પછી ત્યાં દરેક કામ માટે અક્ષય ઊર્જાનો ઉપયોગ થઈ રહ્યો છે. ગત વર્ષે જર્મનીમાં ૩૫.૨ ટકા ઊર્જા અક્ષય માધ્યમોથી પેદા થઈ હતી. તેમા સૌથી મોટો હિસ્સો પવન ઊર્જાનો હતો. ઉત્તર જર્મનીમાં ઝડપી પવનને કારણે ત્યાં ઘણી સારી પવનચક્કીઓ લગાડવામાં આવી છે.

વિશ્વની ઇકોસિસ્ટમનું સંતુલન ખોરવાઈ રહ્યું છે

આબોહવા બદલાવની સમગ્ર યુરોપમાં અસર પડી રહી છે તેને કારણે વધી રહેલા તાપમાનથી યુરોપમાં રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી યુરોપમાં ભારે દબાણને કારણે હીટવેવ પેદા થયું છે જેને કારણે યુરોપમાંથી ગરમ પવન ફૂંકાયો છે. જેને કારણે તાપમાનમાં વધારો થતાં રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે. દિનપ્રતિદિન આબોહવા બદલાવનો ફલક બગડી રહ્યું છે. દુષ્કાળ, તોફાન, જે હદે જંગલોમાં આગ લાગી રહી છે તે જોતાં વિશ્વની ઇકોસિસ્ટમનું સંતુલન ખોરવાઈ રહ્યું છે.

ક્લાઇમેટ ચેન્જ માટે ગ્રીન હાઉસ ગેસીસ જવાબદાર

આજકાલ ક્લાઇમેટ ચેન્જ મોટી ચિંતાનો વિષય છે. ક્લાઇમેટ ચેન્જ માટે ગ્રીન હાઉસ ગેસીસને જવાબદાર ગણવામાં આવે છે. આ પૈકીનો એક વાયુ એટલે કાર્બન ડાયોક્સાઇડ. ગ્રીન હાઉસ ગેસીસના ઉત્સર્જન માટે અનેક રીતે થાય છે, પરંતુ તમે વિચાર્યું પણ નહીં હોય કે કાર્બન ડાયોક્સાઇડ વાયુનાં ઉત્સર્જન માટે તમારી ઝડપથી બદલાતી કપડાંની ફેશન પણ એક જવાબદાર પરિબળ છે ! ગ્રીનલેન્ડમાં હેલહાઈમ વિસ્તારમાં ૨૦૦૫થી અત્યાર સુધી દશ કિલોમીટર સુધી સમેટાઈ ગયો છે. વૈજ્ઞા।નિકોનું કહેવું છે કે એક ઓગસ્ટ ૨૦૧૯ એવી તારીખ હતી જ્યારે એક જ દિવસમાં ગ્રીનલેન્ડમાં સૌથી વધારે બરફ પીગળ્યો હતો. એક દિવસમાં ૧૨.૫ અબજ ટન બરફ પીગળ્યો હતો.

સૌર ઊર્જાનો સૌથી વધારે ઉપયોગ કરીને જર્મનીએ દાખલો બેસાડયો

જર્મનીએ સૌર ઊર્જાનો સૌથી વધારે ઉપયોગ કરીને એક દાખલો બેસાડયો છે. જર્મની ૨૦૫૦ સુધી જીવાશ્મ ઈંધણ અને પરમાણુ ઊર્જા પર તેની નિર્ભરતા ખતમ કરવા માગે છે તે પછી ત્યાં દરેક કામ માટે અક્ષય ઊર્જાનો ઉપયોગ થઈ રહ્યો છે. દક્ષિણ અને પશ્ચિમ જર્મનીમાં તેની સંખ્યા વધારવામાં આવી રહી છે. આ વર્ષના માર્ચમાં દેશની પવનચક્કીઓમાંથી ૧૬ ટેટ્રાવાટ પ્રતિ કલાકની વીજળી મળી, આ આખા દેશની જરૂરિયાતનો એક તૃતીયાંશ હતો. જર્મની જેવા વિકસિત જેવા દેશ માટે આ નવો રેકોર્ડ છે. વૈજ્ઞા।નિકોનું અનુમાન છે કે આ વર્ષે ગરમીઓની મોસમ પૂરી થતાં ગ્રીનલેન્ડમાં ૪૪૦ અબજ મેટ્રિક ટન બરફ પીગળી શકે છે તેનાથી પાણી એટલું બધું બનશે કે ગ્રીસ જેવો એક દેશ એક ફૂટ પાણીમાં ડૂબી જશે. દુનિયાના સૌથી મોટા દ્વીપ ગ્રીનલેન્ડમાં પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. ગ્લેશિયર સમેટાઈ રહ્યાં છે અને સમુદ્રનું જળસ્તર વધી રહ્યું છે. હોલેન્ડ તેને દુનિયાનો અંત કહે છે. તેમનો ઈશારો ભૂગોળ કરતાં ભવિષ્ય તરફી વધારે છે.

આ ૧૦ કામો કરવાથી દુનિયા બદલાઈ જશે

  1. એલઈડી બલ્બનો ઉપયોગ કરો । જો તમારી પાસે ટંગસ્ટન વાળો બલ્બ હોય તો તેને એલઈડીથી બદલી નાખો. એલઈડી બલ્બ ૯૦ ટકા વીજળી બચાવે છે.
  2. કપડાં તડકામાં સૂકવો । ઠંડા પ્રદેશોમાં આ કામ થોડું મુશ્કેલ લાગે પણ તડકામાં કપડાં સૂકવવાથી પર્યાવરણમાં સારો ફેરફાર આવે છે. મશીનો કરતાં તડકામાં કપડાં સૂકવવાથી ઘણો ફાયદો છે.
  3. રિસાઇકલિંગ । રિસાઇકલ કરાયેલી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવો ઘણો કારગર છે. દુનિયામાં હજારો લોકો રિસાઇકલિંગને રોજબરોજના જીવનમાં સામેલ કરી રહ્યા છે.
  4. કપડાં ઠંડાં પાણીથી ધુઓ । ગરમ પાણીથી ધોવાથી કપડાં સંકોચાવાનો ડર રહતો હોય છે. ઠંડાં પાણીથી કપડાં ધોવાથી વોટર હીટરનો ઉપયોગ ઓછો થશે.
  5. હાઇબ્રિડ કાર ચલાવો । જો તમે તમારી કાર છોડવા માગતા ન હોય તો પછી હાઇબ્રિડ કાર ચલાવો. જોકે હાઇબ્રિડ કારમાં જીવાશ્મ ઈંધણ હોય તો વધારે સારંુ.
  6. શાકાહારી બનો । ગૌમાંસનું ઉત્પાદન દુનિયાભરમાં જંગલો ઘટવાનું મુખ્ય કારણ છે. માંસાહારી ભોજનનું કાર્બન ફૂટપ્રિન્ટ પણ શાકાહારી ભોજનની તુલનામાં બમણું હોય છે.
  7. સાઇકલ ચલાવવાનું રાખો । કાર છોડીને સાઇકલ ચલાવવી પર્યાવરણને બહેતર બનાવવાની દિશામાં બીજું મોટું પગલું છે. સાઇકલની સવારી પ્રકૃતિની સાથે તમને પણ તંદુરસ્ત રાખશે. નેધરલેન્ડ જેવો દેશ દુનિયા માટે દાખલો બની શકે છે.
  8. એટલાન્ટિકની પેલે પાર ન જાવ । પર્યાવરણમાં ફેરફારનું એક મોટું કારણ હવાઈ સફર છે. નીતિઓ બનાવનાર આની અસરને ઓછી કરવાના ઉપાયો વિચારી રહ્યું છે, પરંતુ ત્યાં સુધી આપણે ફ્લાઇટ લેતા પહેલાં બે વાર વિચાર કરી લઈએ. ખાસ કરીને જો મહાસાગરની પારની યાત્રા હોય તો.
  9. હરિત ઊર્જાનો ઉપયોગ । ફરી વાર ઉપયોગમાં લેવાનાર ઊર્જાનો ઉપયોગ નવો પરંતુ હજુ પણ આપણે કોલસા જેવા જીવાશ્મ ઈંધણો પર વધારે નિર્ભર છીએ. જર્મનીમાં તમે તમારી ઊર્જા માટે કંપની પસંદ કરી શકો છો.
  10. ઓછા બાળકો પેદા કરો । જે માહોલમાં આપણે જીવી રહ્યાં છીએ તેમાં પૃથ્વીની સેહત માટે ઓછા બાળકો પેદા કરવા ઘણી સારી વાત છે. જો તમે ઉપર દેખાડેલાં કામો કરવાનું વિચારી રહ્યાં હોવ તો તમારંુ બાળક એક સારી દુનિયામાં જીવશે.