શું તમે PM મોદીના વિદેશ પ્રવાસ અંગેનો ખર્ચ જાણવા માંગો છો? આ રહ્યો જવાબ

શું તમે PM મોદીના વિદેશ પ્રવાસ અંગેનો ખર્ચ જાણવા માંગો છો? આ રહ્યો જવાબ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસને લઇ વિપક્ષ મોટાભાગે પ્રશ્ન પૂછતી રહે છે. આ દરમ્યાન થયેલા ખર્ચને લઇ સરકાર પર હંમેશા નિશાન સાંધતું રહ્યું છે. આવા જ એક પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલયે કહ્યું કે છેલ્લાં પાંચ વર્ષમાં પીએમ મોદીના વિદેશ પ્રવાસ પર કુલ 446.52 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે.

લોકસભામાં પૂછાયેલા એક પ્રશ્નનો જવાબ આપતા વિદેશ રાજ્ય મંત્રી વી.મુરલીધરને કહ્યું કે પીએમ મોદીના ખાસ વિદેશ પ્રવાસ પર થયેલા ખર્ચમાં ચાર્ટડ ફ્લાઇટના ભાવ પણ જોડાયેલા છે. વિદેશ રાજ્યમંત્રી દ્વારા ગૃહમાં રજૂ કરાયેલા આંકડાના મતે નાણાંકીય વર્ષ 2015-16મા પીએમ મોદીના વિદેશ પ્રવાસ પર કુલ 121.85 કરોડ રૂપિયા ખર્ચ થયો જ્યારે 2016-17મા તેમની આવી યાત્રાઓ પર 78.52 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો.

આ નાણાંકીય વર્ષમાં ખર્ચ થયા 46.23 કરોડ રૂપિયા

વિદેશ રાજ્યમંત્રીના મતે નાણાંકીય વર્ષ 2017-18મા કુલ 99.90 કરોડ રૂપિયા ખર્ચ થયો જ્યારે 2018-19મા પીએમ મોદીના વિદેશ પ્રવાસ પર 100.02 કરોડ રૂપિયા ખર્ચ કરાયો. ત્યાં ચાલુ નાણાંકીય વર્ષ 2019-20માં વડાપ્રધાનના વિદેશ પ્રવાસો પર કુલ 46.23 કરોડ રૂપિયા ખર્ચ થયો છે.

હોળી મિલન સમારંભમાં ભાગ લેશે નહીં PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને લઇ એક મોટો નિર્ણય લીધો છે. બુધવારના રોજ પીએમ મોદીએ જાહેરાત કરી કે તેઓ આ વર્ષે કોઇપણ હોળી મિલન સમારંભમાં ભાગ લેશે નહીં. પ્રધાનમંત્રીએ આ નિર્ણય એક્સપર્ટસની સલાહ પર લીધો છે.

કોરોના વાયરસને લઇ કરાયેલી ટ્વીટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખ્યું, દુનિયાભરના એક્સપર્ટસે સલાહ આપી કે ભીડવાળા વિસ્તારમાં સામેલ થવાથી બચો જેથી કરીને કોરોના વાયરસની અસર ના ફેલાય. એવામાં આ વર્ષે હું કોઇ પણ હોળી મિલન સમારંભમાં ભાગ લઇશ નહીં.