શું તમને ખબર છે? આ ATM ટ્રાન્ઝેક્શન્સ પર બેંક ચાર્જ વસૂલી શકતી નથી, જાણો વિગત

શું તમને ખબર છે? આ ATM ટ્રાન્ઝેક્શન્સ પર બેંક ચાર્જ વસૂલી શકતી નથી, જાણો વિગત

બેંક તેના સેવિંગ એકાઉન્ટના ગ્રાહકોને દર મહિને ATM થી અમુક ફ્રી ટ્રાન્ઝેક્શનની મંજૂરી આપે છે. પરંતુ ત્યાર બાદ બેંક ચાર્જ વસૂલે છે. જોકે હવે ભારતીય રિઝર્વ બેંકે(RBI) ATMના એવા ટ્રાન્ઝેક્શન્સની યાદીને સ્પષ્ટ કરી છે. જેના પર બેંક ચાર્જ વસૂલી શકતી નથી.

મીડિયા રિપોર્ટ મુજબ આરબીઆઈએ 14 ઓગસ્ટે તેના એક નોટિફિકેશનમાં કહ્યું હતું કે,‘અમારા ધ્યાનમાં એવી વાત આવી છે કે ટેક્નિકલ કારણ અથવા એટીએમમાં રોકડ ન હોવા છતા બેંક એવા ટ્રાન્ઝેક્શનને ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શમાં ગણે છે.’ જ્યારે હવે RBIએ સ્પષ્ટ કર્યું છે કે એટીએમ ટ્રાન્ઝેક્શન જે ટેક્નિકલ કારણ જેમકે હાર્ડવેયર, સોફ્ટવેયર, કોમ્યુનિકેશન સંબંધી મુદ્દાઓના કારણે ફેલ થઈ જશે તેમને વેલિડ એટીએમ ટ્રાન્ઝેક્શન માનવામાં આવશે નહીં.

બેંક આ ફેલ એટીએમ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલી શકતી નથી. ઉપરાંત અન્ય કોઈ એટીએમ ટ્રાન્ઝેક્શન જેમાં રોકડ ન હોવાથી, પિન/વેલિડેશન અથવા બેંક અથવા સર્વિસ પ્રોવાઇડર દ્વારા સ્વીકાર ન કરવામાં આવે તેમને વેલિડ ટ્રાન્ઝેક્શન માનવામાં આવશે નહીં અને બેંક તેના પર કોઈ ચાર્જ વસૂલી શકતી નથી. ઉપરાંત બેંલેન્સ ઇન્ક્વાયરી, ચેકબુક રિક્વેસ્ટ, ટેક્સ પેમેન્ટ અને ફંડ ટ્રાન્સફરને પણ ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનમાં ગણવામાં આવશે નહીં.