શા માટે કરવામાં આવે છે નવરાત્રીના વ્રત, ભગવાન રામે પણ કર્યા આ વ્રત

શા માટે કરવામાં આવે છે નવરાત્રીના વ્રત, ભગવાન રામે પણ કર્યા આ વ્રત

નવરાત્રિમાં અનેક લોકો 9 દિવસના ઉપવાસ રાખે છે. માની પૂર્ણ ભક્તિભાવથી પૂજા અર્ચના કરે છે. માનું નવરાત્રિ વ્રત કરે છે. એવો સહેજે પ્રશ્ન થાય કે નવરાત્રિના ઉપવાસ અને વ્રત ક્યારથી શરૂ થયાં. મા દુર્ગાની પૂજા આદિ કાળથી થાય છે. તંત્ર વિદ્યામાં ખુદ ભગવાન શંકર મા દુર્ગાનું ધ્યાન કરતા જોવા મળે છે. જ્યારથી સૃષ્ટિની રચના થઈ છે ત્યારથી દેવીની ઉપાસના થાય છે. કહેવાય છે કે આ સૃષ્ટિની રચના જ દેવીની ઈચ્છાથી થઈ છે. આ પૃથ્વી પર જે ચૈતન્ય છે જે શક્તિ છે તે પોતે જ છે. તે અવિનાશી છે. એટલું જ તે સમગ્ર સૃષ્ટિમાં સમાયેલા છે. તે કણેકણમાં બિરાજમાન છે.

દેવી ભાગવતમાં ઉલ્લેખ છે કે પરમ શક્તિએ એક દિવસ સૃષ્ટિ રચવાની કલ્પના કરી. તેમને સૃષ્ટિ રચવી હતી. તેમની કલ્પનાને મૂર્તિમંત કરવા માટે તેમણે પ્રયત્ન કર્યો. આ પરમ શક્તિએ હથેળીમાં પાણીથી ત્રણ ટપકાં કર્યાં. અને પછી મંત્રોચ્ચાર કરી પ્રથમ ટપકાં જીવ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કર્યો. પરમ શક્તિની ઈચ્છાથી શું ન થાય. તેમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયાં. પરમ શક્તિએ પોતાની મનની ઈચ્છા જણાવી. તેમણે કહ્યું કે હુ એક સૃષ્ટિ રચવા માંગુ છું. તેનું પાલનપોષણ અને સંહાર કરવા માંગું છું. ત્યારે ઉત્પન્ન થયેલા બ્રહ્માજીએ કહ્યું કે માતે આપની પ્રથમ ઈચ્છા તો હું પૂર્ણ કરી શકું પણ પછીની બે નહિં. આથી પરમ શક્તિએ હથેળીમાં રહેલા પાણીના બીજા ટપકાંમાં આહવાન કર્યું. મંત્રોચ્ચારથી જીવ ઉત્પન્ન કરવા કોશિશ કરી. ત્યારે તેમાંથી ભગવાન વિષ્ણુ ઉત્પન્ન થયાં. તેમણે પરમ શક્તિને હાથ જોડી વિનમ્ર ભાવે પ્રણામ કર્યા. માતાએ તેમને પણ પોતાની મનની ઈચ્છા જણાવી. આથી ન્રમતાપૂર્વક ભગવાન વિષ્ણુએ કહ્યું કે તમારી પ્રથમ બે ઈચ્છાની પૂર્તિ હું કરી શકું. પણ ત્રીજી ઈચ્છા કે આ સૃષ્ટિનો સંહાર કરવાની, તે કામ મારું નહિં. આથી પરમ શક્તિને ક્રોધ વ્યાપી ગયો. તેમને થયું કે હું ઈચ્છું તે કેમ ન થાય. તે પછી તેમણે હથેળીમાં રહેલા ત્રીજા ટપકાંમાં જીવને આહ્વાન કર્યું. મંત્રોચ્ચાર કર્યો. એ સમયે બમ્ બમ્ બમ્ બમ્ અવાજ સાથે ભગવાન શિવ ઉત્પન્ન થયાં. પરમ શક્તિએ તેમની સાથે વાર્તાલાપ કરવા પ્રયત્ન કર્યો. પણ તે ભગવાન શિવ પોતાનામાં મગ્ન હતા. બમ્ બમ્ ના ઉચ્ચારણ કરતા હતા. પરમ શક્તિનો ક્રોધ શાંત થયો. તેમણે ભગવાન શિવને પોતાની ઈચ્છા જણાવી. ત્યારે ભગવાન શીવે કહ્યું કે તમારી ઈચ્છા તો અમે પૂરી કરીએ પણ તમારે અવતરણ કરવું પડે. ત્યારે પરમ શક્તિ કે જેને આપણે દુર્ગા તરીકે ઓળખીયે છીએ તેણે હામી ભરી.

એક નિર્જન પર પર્વત પર ભગવાન શીવ ધ્યાન મગ્ન થઈને સૃષ્ટિની કલ્પના કરતાં ગયા. એ કલ્પનાને જીવંત કરવા બ્રહ્માજી કામે લાગી ગયા. બ્રહ્માજીએ સાત આકાશ, પૃથ્વી, પાતાળ, વલસ્પતિ, પ્રાણી અને પશુ પક્ષીની રચના કરી. પણ તે સૃષ્ટિમાં પ્રાણ સ્વરૂપે દેવી ભગવતી પોતે પ્રગટ થતાં ગયા. વિષ્ણુ ભગવાન તેનું પોષણ કરતાં ગયા. આ ત્રિદેવ સદૈવ પરમ શક્તિ દેવી દુર્ગાનું ધ્યાન, વ્રત, તપ કરતાં ગયા. આમ અનાદિ કાળથી માની પૂજા થાય છે.

ક્યારે થઈ નવરાત્રિ વ્રતની શરૂઆત

કાળ ક્રમે પરમ શક્તિએ કે સતીનું રૂપ ધારણ કર્યું. ભગવાન શંકરના અર્ધાંગિની બન્યા. બંનેના અગાધ પ્રેમથી સમગ્ર સુષ્ટિ ભવ્ય અને સ્વર્ગ સમાન બની ગઈ. સતીનો દેહ ત્યાર થતાં ભગવાન શંકર તેમના નશઅવર દેહને લઈને ત્રણેય લોકમાં ફરતાં રહ્યાં ત્યારે ભગવાન વિષ્ણુએ ચક્રથી તેનું છેદન કરતાં, તેના 52 ટૂકડા થયાં. તે પૃથ્વી પર પડ્યા. તે જ્યાં જ્યાં પડ્યાં ત્યાં એક શક્તિપીઠની સ્થાપના થઈ. ત્યાં પૂજન વ્રત અનુષ્ઠાન શરૂ થયાં.

ભગવાન રામે પણ કર્યું હતું નવરાત્રિ વ્રત

રામાયણમાં ઉલ્લેખ છે કે સૌ પ્રથમ ભગવાન રામે શારદીય નવરાત્રિનું વ્રત કરી મા દુર્ગાના લંકા વિજય માટે આશીર્વાદ માંગ્યા હતા. તેમણે 9 દિવસ સુધી દેવીના વિવિધ સ્વરૂપોની ઉપાસના કર્યા પછી લંકા પર ચઢાઈ કરીને વિજય પ્રાપ્ત કર્યો હતો.

પૌરાણિક કથા અનુસાર બ્રહ્માજીએ ભગવાન રામને કેવી રીતે નવરાત્રિ વ્રત કરવું તે વિધિપૂર્વક સમજાવ્યું હતું. ભગવાન રામે ચંડી દેવીને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કર્યો હતો. તેમાં દુર્લભ 108 નીલ કમલ અર્પિત કરવા બ્રહ્માજીએ કહ્યું. બીજી તરફ રાવણે પણ ચંડીને ખુશ કરવા પાઠ શરૂ કરૂી દીધાં. તે સમયે દેવી પૂજા વિશે લોકોમાં મહદ અંશે જાણકારી હતી. ભગવાન રામે પૂજા કરીને ઉપવાસ કર્યા. હવનમાં 108 નીસ કમલ અર્પણ કરવા શરૂ કર્યા. તે સમયે રાવણે પોતાની માયાવી શક્તિથી એક કમળ ઓછું કરી નાંખ્યું. ત્યારે 108 પૂર્ણ કરવા માટે દેવીને અર્પણ કરવા માટે રામ પોતાની આંખ કાઢવા ગયા ત્યારે દેવીએ તેમને અટકાવ્યા. એમને વિજયી ભવના આશીર્વાદ આપ્યા. રામે આ રીતે તેમણે દેવીમાને પ્રસન્ન કર્યાં.