શાક બનાવતા ભૂલથી પડી જાય વધારે નમક (મીઠું) ત્યારે શું કરશો?

શાક બનાવતા ભૂલથી પડી જાય વધારે નમક (મીઠું) ત્યારે શું કરશો?

રસોઈ બનાવી ઘરના લોકોને ભાવપૂર્વક જમાડવી એ પણ એક કળા છે. આપણા રસોડામાં બનતા વિવિધ પકવાન સીધા પેટનો ખાડો જ નથી પુરતા પણ જરૂરી પોષક તત્વો અને જોઇતી એનર્જી પણ આપે છે. આપણા ઘરનું સૌથી મહત્વનું અંગ એટલે આપણું રસોડુ. હવે આ જ રસોઈ બનતી હોય ત્યારે કેટલીક વખત એવી નાનકડી ભૂલ થઈ જતી હોય છે જેનાથી આપણી કલાકોની મહેનત પર પાણી ફરી વળે છે. જે આપણી સ્વાદિષ્ટ રસોઈ હોય તે બેસ્વાદ બની જાય છે અને આપણો મૂડ ખરાબ થઈ જાય છે.

જો શાક કે સુપમાં વધારે નમક પડી જાય તો તેમાં બટેટાને ખમણીને નાંખો સર્વ કરતા પહેલા બટેટાને બહાર કાઢી લો. આવું કરવાથી શાક કે સુપમાં જો વધારે પડતું નમક પડી ગયુ હોય તો ઓછુ થાય છે. આનાથી સ્વાદ ફરી જળવાઈ રહેશે.

જો ગ્રેવી વાળા શાકમાં મીઠું વધારે હોય તો લોટનો મોટો લુવો બનાવી આ શાકમાં નાંખી દો આનાથી ગ્રેવીમાં રહેલી ખારાશ દૂર થઈ જશે. પાછળથી આ લુઆને ભૂલ્યા વગર શાકમાંથી બહાર કાઢી લો. જો તો પણ મીઠું વધારે લાગે તો દહીંની એક બે ચમચી ગ્રેવીમાં નાંખી દો.

દાળમાં જો વધારે નમક પડી ગયુ હોય તો લીંબૂનો રસ નાંખી દો. સબ્જી વધારે તીખી બની ગઈ હોય તો એક મોટો ચમચો ઘી નાંખો. જો લીંબૂની છાલ બહુ સખત હોય અને સરખો રસ ન નીકળે તો માઈક્રોવેવમાં 10થી 15 સેકન્ડ ગરમ કરી પછી નીચોવવાથી લીંબુનો રસ તાત્કાલીક નીકળી જશે.

મરચું કાપો અને હાથ જો તીખા લાગે તો પહેલા હાથ પર તેલ કે ઘી લગાવી લો. જો હાથ ચીકણા ન ગમે તો કાતરથી મરચાને કાપો હાથ તીખા નહી થાય. ફ્રીઝરમાં બરફને ઝડપથી જમાવવો હોય તો પાણીને હુંફાળું ગરમ કરી પછી મુકો બરફ ખુબજ જલ્દી જામી જશે.

આ તમામ નાની નાની વાતોને રાખશો યાદ તો ક્યારેય રસોડામાં મુશ્કેલી નહીં પડે. તમારી રસોઈનો સ્વાદ એટલોજ જળવાઈ રહેશે. તમારી રસોઈની ઘરના સભ્યો પ્રશંસા કરશે