વૈજ્ઞાનિકોનો દાવો, ભારતમાં એક અલગ જ પ્રકારનો કોરોના વાયરસ

વૈજ્ઞાનિકોનો દાવો, ભારતમાં એક અલગ જ પ્રકારનો કોરોના વાયરસ

ભારતમાં કોરોના વાયરસના કેસ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. બુધવાર સાંજે દેશમાં કોરોનાના 2.16 લાખથી વધુ દર્દી થઇ ચૂકયા છે. આ બધાની વચ્ચે હૈદ્રાબાદના સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજીના વૈજ્ઞાનિકોએ દેશમાં કોરોના સંક્રમિત લોકોમાં એક પ્રકારનો કોરોના વાયરસ (SARS-CoV2) હોવાની ભાળ મળી છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે હાલ આ દક્ષિણ રાજ્ય જેમકે તામિલનાડુ અને તેલંગાણામાં વધુ જોવા મળ્યો છે.

વૈજ્ઞાનિકોએ વાયરસના આ અનોખા ગ્રૂપને ‘ક્લેડ એ3આઇ’ નામ આપ્યું છે, જે ભારતમાં જીનોમ (જીનોના ગ્રૂપ) સીક્વેંસના 41 ટકા સેમ્પલો મળ્યા છે. વૈજ્ઞાનિકોએ 64 જીનોમ સિક્વેન્સ તૈયાર કરી છે. સીસીએમબી એ ટ્વીટ કરી કે ભારતમાં SARS-CoV2ના ફેલાનાર જીનોમ એનાલિસિસ પર એક નવું તથ્ય સામે આવ્યું છે. રિસર્ચના મતે આ વાયરસનું એક અનોખું ગ્રૂપ પણ છે જે ભારતમાં હાજર છે. તેને ક્લેડ એ3આઇ (CLADE-A3i) નામ અપાયું છે.

તેલંગાણા અને તામિલનાડુના મોટાભાગના સેમ્પલ CLADE-A3i જેવા

સીસીએમબી એ આગળ કહ્યું કે કહેવાય છે કે આ ગ્રૂપ ફેબ્રુઆરી 2020મા વાયરસથી પેદા થયો અને દેશભરમાં ફેલાયો. તેમાં ભારત માટે SARS-CoV2 જીનોમના તમામ સેમ્પલોના 41 ટકા અને સાર્વજનિક કરાયેલા વર્લડ જીનોમના સાડા ત્રણ ટકા છે. સીસીએમબી વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ (સીએસઆઇઆર)ની અંતર્ગત આવે છે. સીસીએમબીના ડાયરેક્ટર અને રિસર્ચ પેપરના સહ-લેખક રાકેશ મિશ્રાએ કહ્યું કે તેલંગાણા અને તામિલનાડુ માટે લેવામાં આવેલા મોટાભાગના સેમ્પલ ક્લેડ એ3આઇની જેવા છે. તેમણે કહ્યું કે મોટાભાગના સેમ્પલ ભારતમાં કોવિડ-19ના ફેલાવાના શરૂઆતના દિવસનના છે.

ફિલિપાઇન્સ અને સિંગાપુર સાથે આ પ્રકારના મળતા આવે છે

મિશ્રાએ કહ્યું કે દિલ્હીમાં જોવા મળેલા કેટલાંક સેમ્પલ સાથે તેની થોડીક સમાનતા છે, પરંતુ મહારાષ્ટ્ર અને ગુજરાતના સેમ્પલો સાથે કોઇ સમાનતા નથી. કોરોના વાયરસનો આ પ્રકાર સિંગપુર અને ફિલિપાઇન્સમાં જોવા મળેલા મામલા જેવો છે. તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં વધુ સેમ્પલોના જીનોમ સિક્વેન્સ તૈયાર કરશે અને તેનાથી આ વિષય પર વધુ માહિતી મેળવવામાં મદદ મળશે. સાથો સાથ એમ પણ કહેવાયું છે કે ભારતમાં SARS-CoV2ના અલગ અને ખૂક વધુ માત્રામાં ઉપલબ્ધ ગ્રૂપની વિશેષતા બતાવનાર આ પહેલો વ્યાપક અભ્યાસ છે.