વેનિસમાં એક અઠવાડિયામાં ત્રીજીવાર પૂર આવ્યું : 80 ટકા શહેર પાણીમાં

વેનિસમાં એક અઠવાડિયામાં ત્રીજીવાર પૂર આવ્યું : 80 ટકા શહેર પાણીમાં

દરિયાના પાણી પણ શહેરમાં ઘૂસ્યા : પ્રવાસન સ્થળો બંધ કરાયા

તમામ ATM બંધ હાલતમાં સ્થાનિકો અને પ્રવાસીઓ કપરી પરિસ્થિતિમાં મૂકાયા

યુનેસ્કોએ વેનિસના જે ચર્ચ, દુકાનો અને ઘરોને વર્લ્ડ હેરિટેજમાં સમાવિષ્ટ કર્યા છે ત્યાં પણ જળબંબાકારની પરિસ્થિતિ

વેનિસ, તા.17 નવેમ્બર, 2019, રવિવાર

ઇટાલીના ઐતિહાસિક વેનિસ શહેરમાં એક અઠવાડિયામાં ત્રીજીવાર પૂર આવ્યું છે. સમુદ્રના પાણી પણ વેનિસ શહેરમાં  ફરી વળતા સમગ્ર શહેરમાં પાણી ભરાયા છે.

સૃથાનિક તંત્ર દ્વારા હાલ વેનિસમાંકટોકટીની પરિસિૃથતિ જાહેરાત કરી છે. પ્રવાસન માટે અતિપ્રસિદ્ધ વેનિસમાં યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજમાં જે ચર્ચ, દુકાનો અને ઘરોનો સમાવેશ કર્યો છે ત્યાં પણ જળબંબાકારની પરિસિૃથતિ સર્જાઇ છે.

વેનિસમાં છેલ્લાં પાંચ દાયકાની સૌથી વધુ જળસપાટી નોંધાઇ છે. વેનિસના મેયર લુઇગી બુ્રગનારોએ રવિવારે ટ્વીટ કરી કહ્યું હતું કે આજે દરિયામાં આવનારી ભરતીના કારણે વિપરિત પરિસિૃથતિ ન સર્જાય તે અંગે તૈયારી કરી રહ્યા છીએ.

તેમણે કહ્યું હતું કે પૂરના કારણે દરિયાઇ પાણી શહેરમાં ઘૂસ્યા છે. ખારાં પાણી શહેરમાં ઘૂસવાના કારણે અત્યાર સુધીમાં એક બિલિયન યુરોનું નુકસાન થયું છે.

બીજીવાર આવેલા પૂર બાદ તરત જ હાઇ ટાઇડ એટલે કે પ્રચંડ ભરતી અને પૂર આવ્યા. જેના કારણે શહેરની જળસપાટીમાં વધારો થયો છે. રસ્તાઓ અને ફૂટપાથ પર ભરાયેલા પાણીની સપાટી પણ ઉંચી આવી છે.

વિશ્વભરમાંથી પ્રવાસીઓને આકર્ષતા શહેરમાં શુક્રવારે વાવાઝોડાની પરિસિૃથતિના કારણે પૂર આવ્યું હતું અને દરિયાના પાણી શહેરમાં ઘૂસ્યાં હતા. જેના કારણે તમામ પ્રવાસન આકર્ષણો બંધ રાખવામાં આવ્યા છે.

શહેરનો 80 ટકાથી પણ વધુ હિસ્સો પાણીમાં ગરકાવ થઇ ચૂક્યો હોવાથી બધી હોટેલોમાં થયેલા રિઝર્વેન્શન રદ થઇ રહ્યા છે. ઉપરાંત સૃથાનિકો અને પ્રવાસીઓ પણ રોકડની તંગીની પરિસિૃથતિનો સામનો કરી રહ્યા છે, કારણ કે શહેરના લગભગ તમામ એ.ટી.એમ. પાણી ભરાવાના કારણે બંધ થઇ ચૂક્યા છે.

આ પરિસિૃથતિને પહોંચી વળવા માટે સરકારે 20 મિલિયન યુરોનું ભંડોળ ખૂલ્લું મૂક્યું છે. પૂરનો ભગો બનનારા ઘરોને અત્યારે તાત્કાલિક અસરથી પાંચ હજાર યુરોની સહાય આપવામાં આવી છે. જ્યારે રેસ્ટોરન્ટ અને દુકાનધારકોને બાદમાં વીસ હજારો યુરો સુધીની સહાય આપવામાં આવશે.