વિશ્વમાં સૌથી વધુ પ્રવાસી ભારતીય, તેમની વસતી 1.75 કરોડ, મેક્સિકો બીજા અને ચીન ત્રીજા સ્થાને

વિશ્વમાં સૌથી વધુ પ્રવાસી ભારતીય, તેમની વસતી 1.75 કરોડ, મેક્સિકો બીજા અને ચીન ત્રીજા સ્થાને

સંયુક્ત રાષ્ટ્ર: વિશ્વમાં સૌથી વધુ પ્રવાસી ભારતીય મૂળના લોકો છે. તેમની સંખ્યા 1.75 કરોડ છે. ધ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (આઇઓએમ)એ પોતાના ગ્લોબલ માઇગ્રેશન રિપોર્ટ 2020માં આ દાવો કર્યો છે. આ રિપોર્ટ 2018ના આંકડાના આધારે બનાવાયો છે. તેના મુજબ બીજા સ્થાને મેક્સિકો (1.18 કરોડ) અને ત્રીજા સ્થાને ચીન (1.07 કરોડ) છે. ભારતીય 2015માં પણ સૌથી આગળ હતા. ત્રણ વર્ષમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં 0.1 ટકા વધારો થયો છે. આ લોકોએ પોતાના દેશને એક વર્ષમાં 78. 6 અબજ ડોલર મોકલ્યા છે. જે 2015ની તુલનામાં 9.70 અબજ ડોલર વધુ છે. જ્યારે વિશ્વભરના પ્રવાસીઓએ પોતાના દેશમાં 689 અબજ ડોલર મોકલ્યા. વિશ્વમાં પ્રવાસીઓની સંખ્યા આશરે 27 કરોડ છે. પ્રવાસીઓનો સૌથી મોટો દેશ અમેરિકા છે. અહીં આશરે 5.1 કરોડ પ્રવાસી છે.
આ આંકડો વિશ્વની વસતીનો 3.5 ટકા છે. તેનો મતલબ એ કે સામાન્યત: કોઇ પણ દેશમાં 96.5 ટકા લોકો સ્થાનિક કે મૂળ નિવાસી જ છે. પ્રવાસીઓમાં અડધાથી વધુ એટલે 14.1 કરોડ યુરોપ અને ઉત્તર અમેરિકા મહાદ્વીપમાં રહે છે. પ્રવાસીઓમાં 52 ટકા પુરુષ છે. આશરે બે તૃત્યાંશ એટલે 16.4 કરોડ પ્રવાસીઓને રોજગારની શોધ છે. ભારતના આશરે 2.27 લાખ લોકોને અમેરિકામાં કાયદેસર કાયમી નિવાસની મંજૂરી મળવાનો ઇંતેજાર છે. આ લોકો પરિવાર પ્રાયોજિત ગ્રીન કાર્ડ મેળવવા માટે લાઇનમાં છે. આ યાદીમાં મેક્સિકોના સૌથી વધુ 15 લોકો છે. ત્યાર પછી ભારત અને પછી 1.80 લાખ સાથે ચીન ત્રીજા સ્થાને છે.

ત્રણ ટોપ દેશ, જ્યાં પ્રવાસી સૌથી વધુ નાણાં મોકલી રહ્યા છે

દેશ20152018
ભારત68.9178.6
ચીન63.9467.4
મેક્સિકો26.2335.7

* તમામ આંકડા અબજ ડોલરમાં છે.