વિશ્વના ૩૧ દેશો પાસે લશ્કર જ નથી!

વિશ્વના ૩૧ દેશો પાસે લશ્કર જ નથી!

ભારત અને ચીન વચ્ચેની તંગદિલીમાં ભારતનો હાથ અત્યારે તો ઉપર રહ્યો છે પરંતુ ભારતે હવે બેહદ સાવધાની રાખવી પડશે. વિશ્વમાં અત્યારે ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે પણ માહોલ ગરમ છે, ઇઝરાયેલે યુદ્ધ જેવી જ સ્થિતિ સર્જીને મિસાઈલો દાગી છે. મિડલ ઇસ્ટના ૧૮ દેશો વચ્ચે યુદ્ધ કે ઉગ્રવાદના લબકારા ક્યારેય શમતા નથી. યુદ્ધગ્રસ્ત સરહદો કરતાંય ભયાનક સ્થિતિ આંતરિક ઉગ્રવાદની છે. ઇજિપ્ત, યમન સિરિયા, અફ્ઘાનિસ્તાન અને ઈરાક જેવા દેશોમાં આ સ્થિતિ એટલી ભયાનક છે કે બહારના દુશ્મનો કરતાં પણ અંદરનાં તત્ત્વોથી દેશમાં તટ રક્તપાત થતો રહે છે. ભારત જેવા દેશમાં સૈન્યનો રાજનીતિમાં સીધો હસ્તક્ષેપ નથી અને સદનસીબે સેના તેની પૂરેપૂરી શક્તિ અને ફેકસ દુશ્મનો સામે કામે લગાડે છે, જ્યારે પાકિસ્તાનમાં સીધું યા આડકતરું મિલિટરી શાસન હવે પરંપરાગત બની ગયું છે.

કોઇ પણ દેશની આંતરિક અને બાહ્ય મજબૂતી બંને માટે તેની શક્તિ અને તેની યોગ્ય ભૂમિકા મહત્ત્વની છે. ભારતમાં કોઇ સ્થળે અનહોની બને ત્યારે સૈનિકો સીમા પરથી શેરીઓમાં આવીને મોરચો સંભાળે છે પણ જો સેના કોઈ એક જૂથના હિતમાં કામ કરે તો દેશમાં બળવા થવા માંડે છે. વિશ્વમાં અમેરિકા, રશિયા, ચીન, જર્મની, યુ.કે.,ફ્રાન્સ, જાપાન,ઇઝરાયેલ અને ભારત સહિતના દેશોની સેનાને મોખરાની સૂચિમાં સ્થાન મળે છે પરંતુ કેટલાક દેશો એવા પણ છે જ્યાં સેના સૌથી નબળી ભૂમિકામાં છે જ્યાં સેના પોતે જ કઠપૂતળીની જેમ વર્તે છે તેવા દેશોમાં સોમાલિયાની સ્થિતિ જુઓ સૌથી ભયાનક વિદ્રોહ અહીં જોવા મળે છે.

યુદ્ધ અને ઉગ્રવાદથી સર્વાધિક ખુવાર થઈ ગયેલા દેશોની યાદીમાં યમન સૌથી આગળ છે. ઉત્તર અને દક્ષિણ યમનને એક કરવામાં આવ્યા પરંતુ ભાગલાવાદી ઉગ્રવાદ અને ધાર્મિક ઝનૂનના ઝેરથી આજે અહીં મુસ્લિમ બ્રધરહુડ, અલ-કાયદા અને સ્થાનિક સાઉધર્ન ટ્રાન્ઝિશન કાઉન્સિલ વચ્ચે દેશનું ધનોતપનોત નીકળી ગયું છે. ૧.૪ બિલિયન ડોલરનું લશ્કરી બજેટ અને ૩૦ હજાર સૈનિકો ધરાવતા યમનમાં ગલ્ફ્ અને અમેરિકાની આંતરરાષ્ટ્રીય લડાઈ થઈ. હાલત એવી છે કે અહીં કોરોના સામે લડવા પૂરા એક ડઝન વેન્ટિલેટર પણ નથી. આથી વિદ્રોહીઓએ પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા સાલેની હત્યા કરી નાખ્યા બાદ ૨૦૧૭થી અહીં ઈરાન વિદ્રોહીઓને પૂરેપૂરો સાથ આપતું હોઈ પરિસ્થિતિ વધારે ભડકી છે. યમનમાં કુપોષણ અને મૃત્યુદર સૌથી વધારે છે યુનિસેફ્ના મતે પૂરી એક જિંદગીમાં માણસ જેટલી મુશ્કેલી સહન કરે છે એટલી મુશ્કેલી યમનનો છોકરો એક દિવસમાં અનુભવે છે.

આ બાબતમાં સોમાલિયાની હાલત પણ બહુ દયનીય છે. ૧.૧૨ કરોડની વસતી અને છ લાખ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતા આ દેશ પાસે ૧૬ હજાર સૈનિકો છે. ૧૪૦ કોમ્બેટ ટેન્ક અને ૨૫ વિમાનો ધરાવતા સોમાલિયાનું મોટાભાગનું બજેટ લડાઈમાં જાય છે આમ છતાં દેશની હાલત કફેડી છે. ઉગ્રવાદીઓ હંમેશાં સેનાની ઉપર હાવી રહે છે એટલે નથી સુરક્ષા થતી ને વિકાસની વાતો જોજનો દૂર રહી જાય છે.

બીજી તરફ સીઆઈએની ફેક્ટ બુકમાં જણાવ્યા અનુસાર વિશ્વમાં ૩૧ દેશ એવા છે કે જેની પાસે આર્મ્ડ ફોર્સિસ છે જ નહીં. આવા દેશોમાં પોલીસખાતું આ કામ સંભાળે છે. કેટલાક ટચૂકડા દેશોની રખેવાળી મોટા દેશો કરે છે. જેમ કે, માર્શલ નામના અલાયદા ટાપુની સુરક્ષા અમેરિકા કરે છે જ્યારે એન્ડોરાની સુરક્ષા ફ્રાન્સ અને સ્પેન કરે છે. કેરેબિયન સમુદ્રના કાંઠે આવેલા કુરાકાઓ ઉપરાંત અમેરિકામાં આવેલા કોસ્ટારિકા, કોમનવેલ્થના સભ્યો ડોમિનિકા અને દક્ષિણ અમેરિકામાં આવેલા વિશ્વના સૌથી વિશાળ ટાપુ ગ્રીનલેન્ડ પાસે પોતાની કોઈ સેના નથી.

ગ્રીનલેન્ડ ડેન્માર્કનો સ્વાયત્ત પ્રદેશ ગણાય છે. ૨૦૦૯માં સેલ્ફ્ ગવર્નમેન્ટ એક્ટ પસાર થયા પછી અહીં સ્વતંત્રતા મળેલી છે પરંતુ ડેનમાર્ક તેના ઉપર આધિપત્ય સ્થાપવાના કૂટનીતિક પગલાં રૂપે તેની સરહદો ઉપર પહેરો ભરે છે. ૧૯૮૩માં અમેરિકાની દખલગીરી પછી ગ્રેનેડામાં પણ પોલીસતંત્રની રોયલ ગ્રેનેડાપોલીસ આર્મીનું કામ કરે છે. આઇસલેન્ડમાંથી ૨૦૦૬માં અમેરિકાએ કદમ હટાવ્યા પછી આઈસલેન્ડની સુરક્ષા સંયુક્ત રાષ્ટ્રસંઘ કરે છે.

૧૫ લાખથી વધુની વસતી ધરાવતા વિશ્વના રમણીય પર્યટન સ્થળ મોરેશિયસને ૧૯૬૮માં યુનાઇટેડ કિંગડમથી મુક્તિ મળ્યા બાદ અહીં કોઈ સ્પેશિયલ ફેર્સ નથી. હા, અહીંની સરકારે એક સ્પેશિયલ મોબાઈલ યુનિટ રાખ્યું છે જે જરૂર પડયે સરહદી સુરક્ષાની જવાબદારી સંભાળે છે. વિશ્વના બીજા નંબરના સૌથી નાના દેશ મોનેકો કે પછી ન્યૂઝીલેન્ડની નજીક માત્ર ૨૦૦૦ વસતી સમૂહ ધરાવતાં નિવમાં સૈનિકો છે જ નહીં. આમ છતાં આ દેશોની સીમા ઉપર સતત શાંતિ રહે છે.

મધ્ય અમેરિકાના પનામાએ તો બંધારણમાં ફેરફર કરી સ્ટેન્ડિંગ આર્મીને નાબૂદ કરી છે. અહીં નેશનલ પોલીસ નેશનલ એવિએશન અને બોર્ડર ર્સિવસ જરૂર પડયે સેના તરીકે ફ્રજ બજાવે છે.