વિદેશ મંત્રીએ કહ્યું – ભારતે 200 વર્ષ સહન કર્યો ત્રાસ, 45 ટ્રિલિયન ડૉલર લઇ ગયા અંગ્રેજ

વિદેશ મંત્રીએ કહ્યું – ભારતે 200 વર્ષ સહન કર્યો ત્રાસ, 45 ટ્રિલિયન ડૉલર લઇ ગયા અંગ્રેજ

વિદેશ મંત્રી એસ. જયશંકર અટલાંટિક કાઉન્સિલની બેઠકમાં ભાગ લેવા માટે વૉશિંગ્ટન ડીસીમાં છે. આ બેઠકમાં તેમણે કહ્યું કે, “ભારતે પશ્ચિમી દેશોનાં કારણે 200 વર્ષ સુધી અનેક મુશ્કેલીઓ સહન કરવી પડી.” તેમણે કહ્યું કે, “શરૂઆતમાં પશ્ચિમી દેશો 18મી સદીનાં મધ્યમાં ભારત આવ્યા હતા. એક અંદાજ મુજબ બ્રિટિશરો અત્યારનાં હિસાબે 45 ટ્રિલિયન ડૉલર ભારતથી લઇને ગયા.”

આ પહેલા વિદેશ મંત્રીએ ન્યૂયૉર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યૂએનજીએ)થી અલગ જાપાન, બ્રાઝિલ અને સિંગાપુર સહિત ઘણા દેશોનાં પોતાના સમકક્ષો સાથે મુલાકાત કરી હતી. ગુરૂવારનાં થયેલી બેઠક ઉપરાંત જયશંકરે ઘણા દેશોનાં બહુપક્ષીય સત્રોમાં પણ ભાગ લેતા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરી.

આમાં આઈબીએસએ (ભારત, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા), બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા), દક્ષેસ અને ક્વાડ (ભારત, અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયા) સામેલ છે.

દક્ષેશ બેઠક દરમિયાન એસ. જયશંકરે કાશ્મીર મુદ્દા પર ભાષણ આપ્યું તો પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો. જયશંકરે એક દ્વિપક્ષીય વાર્તા માટે પોતાના બ્રાઝિલનાં સમકક્ષ અર્નેસ્ટો અરૂજોથી મુલાકાત કરી. આ સાથે જ તેમણે માલદીવ સમકક્ષ અબ્દુલ્લા શાહિદથી પણ મુલાકાત કરી અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા કરી