વાઇરસગ્રસ્ત દુનિયા આધારિત આ ફિલ્મો તમે જોઈ છે ?

વાઇરસગ્રસ્ત દુનિયા આધારિત આ ફિલ્મો તમે જોઈ છે ?

સ્નેપ શોટ

કોરોનાની મહામારીથી આખી દુનિયા ચિંતિત છે. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાંથી હવે કોરોના પોઝિટિવ દર્દીઓના સૌથી વધુ કેસો મળી આવે છે. યુએસએમાં ગત ચોવીસ કલાકમાં ૮૪૬૪ નવા કેસો નોંધાયા હતાં. યુએસએમાં ટોટલ ૪૦ હજારથી વધારે કેસો ફક્ત આઠ દિવસમાં થઇ ગયાં છે. એક દિવસમાં મોતનો આંકડો ૯૮ સુધી પહોંચી ગયો છે. ઇટલી, સ્પેન, ઇરાનની તો કમર જ તૂટી ગઇ છે. આવા સંજોગોમાં એ વાત તો હકીકત છે કે અમેરિકા અને ઇટલી જેવું મજબૂત ભારતનું મેડિકલ ઇન્ફ્રાસ્ટ્ર્કચર નથી. ભારતની વાત કરીએ તો ૮૪ હજાર વ્યક્તિઓ વચ્ચે એક આઇસોલેશન બેડ છે. ૩૬ હજાર વ્યક્તિઓ વચ્ચે એક ઔક્વોરન્ટાઇન બેડ છે. ૧૧૬૦૦ ભારતિયો વચ્ચે એક ડોક્ટરની સુવિધા મળી શકે તેમ છે. ૧૮૨૬ વ્યક્તિઓ વચ્ચે એક હોસ્પિટલનાં બેડની સગવડ છે. છેલ્લે સરકારે જાહેર કર્યું છે કે દેશમાં ૭,૩૯,૦૨૪ બેડ ઉપલબ્ધ છે. ઔજેમાં ગુજરાતમાં કોરોનાના દર્દીઓ માટે ૪૧૧૨૯ હોસ્પિટલ બેડની વ્યવસ્થા કરાઇ છે. જો કે આ વ્યવસ્થા એ સરકારે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણેની વ્યવસ્થા છે. હકીકત શું થાય છે તે આપણને સૌને ખબર છે. ઔજ્યારે ખરેખર પેશન્ટને મેડિકલ સુવિધાની જરૂર પડે છે ત્યારે તેની દશા બહુ ખરાબ થતી સૌએ જોઇ છે.

અત્યારે કોરોના સામે લડવાનો એકમાત્ર ઉપાય છે કે, ઘરમાં રહો અને સેફ રહો. અત્યારે જ્યારે સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે. જ્યારે જરૂર વગર બહાર નીકળવાની સરકારે ના પાડી છે. પોલીસ પણ સડકો પર ફરવા નીકળનાર લોકોને પાછાં કાઢી રહી છે. ત્યારે સવાલ એ છે કે ઘરમાં રહીને કરવું શું ? હવે જ્યારે ઘરમાં બેસીને સૌ ટીવી પર ફિલ્મો જોઇ રહ્યાં છે ત્યારે આજે એવી સાત ફિલ્મોની વાત કરવાની છે જેમાં વાઇરસને કારણે દુનિયામાં ફેલાતી મહાવારી બતાવાઇ છે. આ ફિલ્મોમાં અત્યારે દેશ અને દુનિયાની જે પરિસ્થિતિ છે તેનું વધારે ઓછાં પ્રમાણમાં નિરૂપણ થયેલું છે. ફિલ્મના ડિરેક્ટર્સ  અને રાઇટર્સ કેટલા એડવાન્સ છે તે આ ફિલ્મો જોઇને ખબર પડે છે. તેમની કલ્પના દ્વારા દુનિયામાં કેવી તકલીફો પડવાની છે તે બતાવ્યું છે. આ સાત ફિલ્મો કંઇ છે અને તેમાં શું બતાવાયું છે તેની વિગતો જોઇએ તો…

(૧) વાઇરસ (૨૦૧૯) : મલયાલમ ભાષામાં બનેલી આ ફિલ્મ આશિક અબુએ ડિરેક્ટ કરેલી છે. ૨૦૧૮માં કેરલમાં નિપા વાઇરસ ફેલાયેલો હતો. જેના કારણે કોઝીકોડ અને મલ્લપપુરમ ડિસ્ટ્રિક્ટમાં ૧૭ લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં. આ સત્ય ઘટના પર આધારિત ફિલ્મ  વાઇરસ બનાવાઇ છે. ફિલ્મમાં એક યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. તેને તાવ આવતો હોય છે અને ઊલટીઓ થતી હોય છે. થોડાંક સમય બાદ તેની સારવાર કરનાર નર્સને પણ આ પ્રકારની તકલીફ થવા માડે છે અને પછી ખબર પડે છે કે આ એક જાન લેનારો વાઇરસ છે. ત્યારબાદ થોડાંક સમયમાં જ આખાં શહેરમાં આ વાઇરસના કારણે દર્દીઓ વધવા માડે છે. આ વાઇરસ શું આતંકવાદીઓનું હથિયાર છે કે કોઇ દવાની કંપનીઓનું ષડયંત્ર છે તેની ચર્ચાઓ વચ્ચે વૈજ્ઞાનિકો અને ડોક્ટરાનેઔ વાઇરસથી ટક્કર લેતા બતાવાયા છે.

(૨) ૨૮ ડેયઝ લેટર(૨૦૦૨) : આ ફિલ્મ સ્લમ ડોગ મિલિયોનર ફિલ્મ બનાવનાર ડાયરેક્ટર ડૈની બોયેલે બનાવેલી છે. ફિલ્મમાં બતાવાયું છે કે એક યુવક કોમામા છે. ૨૮ દિવસ પછી જ્યારે તે ભાનમાં આવે છે ત્યારે દુનિયા ખેદાન મેદાન થઇ ચૂકી હોય છે. ચિમ્પાન્ઝી દ્વારા એક ખતરનાક ઔવાઇરસ દુનિયાભરમાં ફેલાઇ ગયેલો છે. જે વ્યક્તિ આ વાઇરસની અસરમાં આવે છે તે ઝોમ્બી બની જાય છે એટલે કે લોહીનો પ્યાસો શૈતાન. પૂરા શહેરમાં આ પ્રકારના ઝોમ્બી ઔફરી રહ્યાં છે. બચી ગયેલા માણસો શું ઝોમ્બીથી બચી શકશે ?

(૩) આઉટબ્રેક (૧૯૯૫) : આ ફિલ્મના ડાયરેક્ટર છે વોલ્ફગૈંગ પીટરસન. આફ્રિકાના જંગલમાં મોટાબા વાઇરસથી ગ્રસ્ત એક વાનરને સ્મગ્લિંગ કરીને અમેરિકા લાવવામાં આવે છે. આ વાનરને એનિમલ ટેસ્ટિંગ લેબોરેટરીનો એક કર્મી ચોરી જાય છે અને બ્લેક માર્કેટમાં તેને વેચી દે છે. જેના કારણે વાનરનો આ વાઇરસ આખા શહેરમાં ફેલાય જાય છે. લોકો ટપોટપ મરવા માડે છે. આખા શહેરને આઇસોલેટ કરવામાં આવે છે. વાઇરસને અટકાવવા માટે લોકો જુદા જુદા પ્લાન બતાવી રહ્યાં છે કે બોંબ નાખીને આખા શહેરને ઉડાવી દેવામાં આવે, તો કોઇ આ વાઇરસનો બાયોલોજિકલ વેપન તરીકે ઉપયોગ કરવાનું વિચારી રહ્યાં હોય છે. આ બધા ષડયંત્રો વચ્ચે આ મહામારી સામે લડતા આર્મી ઓફિસર લોકોને બચાવવા કંઇ હદ સુધી જાય છે તે ફિલ્મમાં બતાવાયું છે.

(૪) ક્ન્ટેજિયન (૨૦૧૧) : આ ફિલ્મ સ્ટિવન સોડરબર્ગે ડિરેક્ટ કરેલી છે. દુનિયામાં ચામાચીડિયા અને ભુંડમાંથી ઔવાઇરસ ફેલાયો છે અને લોકો મરી રહ્યાં છે.  અમેરિકાના સેન્ટર ફોર ડિસીસ એન્ડ કંટ્રોલમાં ડો. એલી આ વાઇરસથી બચવા માટે એક રસી બનાવી રહી છે અને આ રસીનો સૌથી પહેલો ટેસ્ટ પોતાના પિતા પર કરે છે. જ્યારે ખબર પડી કે આ રસીને કારણે સાજા થઇ જવાય છે તો રસી લેવા માટે લોકોની લાઇનો પડે છે અને લોટરીને આધારે જેનો નંબર આવે તેને રસી આપવાનું શરૂ કરાય છે. દરમિયાનમાં હોંગકોંગમાં WHOના ડાયરેક્ટરને કિડનેપ કરી લેવામાં આવે છે. આ પેનિકની વચ્ચે વાઇરસને રોકી શકાશે ?

(૫) બ્લાઇન્ડનેસ (૨૦૦૮) : સિટી ઓફ ગોડ્સ અને ટુ પોપ્સ બનાવનાર ડિરેક્ટર ફર્નેડો મરિલ્સે આ ફિલ્મ ડાયરેક્ટ કરેલી છે. આ ફિલ્મ નોબેલ પ્રાઇઝ વિજેતા હોસ સૈરામેગોની નોવેલ બ્લાઇન્ડનેસ પર આધારિત છે. જાપાનમાં એક છોકરાને કાર ચલાવતા દેખાતું બંધ થઇ જાય છે. જે ડોક્ટરને બતાવવા જાય છે તે ડોક્ટર પણ બ્લાઇન્ડ થઇ જાય છે. એક મહામારીની જેમ આ ચેપ લોકોને લાગવા માડે છે અને હજારો લોકો આંધળા થવા માડે છે. આંધળા થયેલા લોકોને પકડીને કેમ્પમાં પૂરી દેવામાં આવે છે. આ કેમ્પમાં આંધળાઓ વચ્ચે ભોજન માટે મારામારી થાય છે.

(૬) ધ હોટ ઝોન (૨૦૧૯) : છ એપિસોડની આ ટેલિવિઝન સિરિઝ માઇકલ ઉપેન્ડાહલ અને નિક મરફીએ ડાયરેક્ટ કરેલી છે. આ સિરિયલ રિચર્ડ પ્રેસન્ટનની બુક પરથી બની છે.  વોશિંગ્ટનની એક લેબમાં વાનરમાં ઇબોલા વાઇરસ દેખાય છે. ડોક્ટરોને ચિંતા થયા છે કે આ વાઇરસ આખા અમેરિકામાં ફેલાઇ શકે છે. ઔપરંતુ આખરે આ વાઇરસ અમેરિકામાં ફેલાઇ જ જાય છે.

(૭) રેસિડેન્સ ઇવિલ – ફાઇનલ ચેપ્ટર : આ ફિલ્મમાં માનવજાતને ખતમ કરવા લેબોરેટરીમાં વાઇરસ બનાવાય છે તેની વાત છે. આ વાઇરસને ખતમ કરવા માટે એન્ટિ વાઇરસ બનાવાયો હોય છે. જેને ફિલ્મની હિરોઇન જીવના જોખમે શોધી કાઢે છે અને દુનિયાને બચાવે છે.