વર્લ્ડકપ 2019: પાકિસ્તાનના કેપ્ટનના મામાએ કર્યું ભારતનું સમર્થન, કારણ જાણી દંગ રહી જશો

વર્લ્ડકપ 2019: પાકિસ્તાનના કેપ્ટનના મામાએ કર્યું ભારતનું સમર્થન, કારણ જાણી દંગ રહી જશો

ICC વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાનની વચ્ચે રમાનાર મેચ પહેલાં પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન સરફરાઝ અહેમદના મામા મહેબૂબ હસને પાકિસ્તાનની સામે ‘કોહીલીની સેના’નું સમર્થન કર્યું છે. તેઓએ પાકિસ્તાન નહીં પરંતુ ભારતની ટીમને જીતતી જોવા માંગે છે.

સરફરાઝના મામા મહેબૂબ હસને કહ્યું કે હું ઇચ્છું છું કે ભારત-પાકિસ્તાનની સામે મેચ જીતે. હું એ પણ ઇચ્છું છું કે મારો ભાણિયો આજે રમાનાર મેચમાં સારું પ્રદર્શન કરે જેથી કરીને તે ટીમનો કેપ્ટન બની રહે.

તમે વિચારતા હશો કે સરફરાઝના મામાએ આમ કેમ કહ્યું કે ભારતની જીતમાં તેમને ખુશી મળશે. તો તેનો જવાબ છે કે સરફરાઝના મામાનું ઘર ઉત્તરપ્રદેશના ઇટાવામાં છે. તેમના મામા મહેબૂબ હસન ઇટાવામાં રહે છે અને કેટલીય વખત તે અહીં આવી ચૂકયા છે. ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવાની વાત કરતાં સરફરાઝના મામા મહેબૂબે કહ્યું કે ભાણિયાનો પ્રેમ છે પરંતુ દેશ પહેલાં છે. આથી જ ટીમ ઇન્ડિયાને વર્લ્ડ કપમાં જીતતું જોવા માંગે છે.

આપને જણાવી દઇએ કે સરફરાઝના દાદા હાજી વકીલ અહમદ મૂળ ઉત્તરપ્રદેશના ફતેહપુરના રહેવાસી હતી. આઝાદી બાદ પહેલાં ગ્રામ પંચાત ચૂંટણીમાં તેમના દાદાએ જીત પ્રાપ્ત કરી હતી અને પ્રધાન બન્યા હતા.

જો કે સરફરાઝના માતા પોતાના લગ્ન બાદ કરાચી જતા રહ્યા હતા. પરંતુ એક સંબંધ હિન્દુસ્તાનમાં પણ જીવીત રહ્યો. તેઓ આજે પણ ભારતમાં રહેતા પોતાના ભાઇ મહેબૂબ સાથે સ્કાઇપના સહારે જોડાયેલા છે. સરફરાઝ પણ મામાને કેટલીય વખત મળી ચૂકયા છે.