વતન વાપસી : લૉકડાઉનના ભયે ઉત્તર ભારત જતી તમામ ટ્રેનો હાઉસફુલ, લૉકડાઉનના ભયે ઉત્તર ભારત જતી તમામ ટ્રેનો હાઉસફુલ

વતન વાપસી : લૉકડાઉનના ભયે ઉત્તર ભારત જતી તમામ ટ્રેનો હાઉસફુલ, લૉકડાઉનના ભયે ઉત્તર ભારત જતી તમામ ટ્રેનો હાઉસફુલ

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતાં મુંબઈ જતી ટ્રેનો ખાલીખમ

માર્ચમાં કોરોનાની બીજી લહેર શરૂ થયા બાદ ફરીથી અમદાવાદ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં લૉકડાઉન લાગી શકે છે તેવા ભય સાથે મોટી સંખ્યામાં શ્રમિકોએ ટ્રેનોમાં ટિકિટ લેવાની શરૂઆત કરી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતાં મુંબઈ તરફ જતી તમામ ટ્રેનો ખાલી દોડી રહી છે. લૉકડાઉનની આશંકાના ભયે ઉત્તર ભારત તરફ જતી તમામ ટ્રેનો હાઉસફૂલ થઈ છે. જેમાં 250થી 300 સુધી વેઈટિંગ ચાલી રહ્યું છે. આ ટ્રેનોની સ્થિતિ જોતાં રેલવેએ ઉત્તર ભારત માટે કેટલીક નવી ટ્રેનોની જાહેરાત કરી હતી. આ ટ્રેનો પણ ગણતરીના કલાકમાં ફૂલ થઈ ગઈ છે. જેમાં પણ લાંબું વેઈટિંગ જોવા મળી રહ્યું છે.

મુખ્ય ટ્રેનોમાં વેઈટિંગની સ્થિતિ

શહેરસ્લીપરથર્ડ એસીસેકન્ડ એસી
દિલ્હી2348112
ગોરખપુર2606818
મુઝફ્ફરપુર2674514
પટણા2676113
વારાણસી3406918
કોલકાતા2669914

( Source – Divyabhaskar )