વગર કામના કોઇ Whatsapp ગ્રુપમાં એડ નથી થવું તો અત્યારે જ અજમાવો ટિપ્સ

વગર કામના કોઇ Whatsapp ગ્રુપમાં એડ નથી થવું તો અત્યારે જ અજમાવો ટિપ્સ

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsAppને કારણે દૂર બેઠેલા લોકોમાં નિકટતા આવી છે. આપણે વીડિયો કોલિંગ દ્વારા ગમે ત્યાં બેઠેલા લોકો સાથે વાત કરી શકીએ છીએ. પરંતુ જ્યારે આ એપ્લિકેશનમાં ઘણી સુવિધાઓ છે, સમસ્યા એ છે કે અમારો કોઈ મિત્ર અથવા સંબંધી અમારી ઇચ્છા વિના કોઇ ગ્રુપમાં એડ કરે છે અને કેટલીકવાર એવું બને છે કે આપણે તેનાથી બહાર નીકળી શકતા નથી. આવી સ્થિતિમાં, આજે અમે તમને એપની એક વિશેષતા વિશે જણાવી રહ્યા છીએ, જેના દ્વારા કોઈ પણ તમારી ઇચ્છા વિના ગ્રૂપમાં જોડી શકશે નહીં.

ગ્રુપમાં એડ થવાથી કેવી રીતે બચવું

  • પહેલા તમારા વોટ્સએપ સેટિંગ્સ પર ક્લિક કરો
  • સેટિંગ્સ પર ગયા પછી, એકાઉન્ટ્સ પર ક્લિક કરો.
  • એકાઉન્ટ પર ક્લિક કર્યા પછી ગ્રુપ પર ક્લિક કરો
  • ગ્રુપ પર ક્લિક કરવા પર, ત્રણ વિકલ્પો બતાવવામાં આવ્યા છે, એક Everyone છે, બીજો My contacts છે અને ત્રીજો છે my contacts Except

કરો આ જરૂરી કામ

જો તમે ગ્રુપમાં ગયા પછી My contacts પર ક્લિક કરી દીધુ તો તમારી પ્રાઇવસી ઓન થઇ જશે અને તમારા ફોન નંબરને દરેક લોકો ગ્રુપમાં એડ કરી શકશે નહીં. જો તમે ઇચ્છો તો કોઇ અજાણ વ્યક્તિ તમને તેમના ગ્રુપમાં સામેલ ન કરેતો તમે My contacts પર ક્લિક કરી દો.

My contacts Except

આ ગ્રુપનું ત્રીજું ઓપ્શન છે. જેની પર ક્લિક કરવાનો મતલબ છે કે તમને કોન્ટેકટ લિસ્ટમાંથી દરેક કોઇ તેમના ગ્રુપમાં એડ કરી શકે છે. પરંતુ તે ફોન નંબર્સને છોડીને જેને તમને સિલેક્ટ કર્યા છે. ખરેખર આ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ કોન્ટેક્ટ લિસ્ટ ઓપન થઇ જાય છે અને તમે ઇચ્છો તો કેટલાક નંબરને સિલેક્ટ કરી શકોછો. જેના ગ્રુપમાં તમારે સામેલ થવું નથી. તમારા સિલેક્ટ કરેલા નંબરો સિવાય બાકી લોકો તમને ગ્રુપમાં એડ કરી શકે છે.