લો કર લો બાત! / દ્વારકાની ઓફિસમાં આખલો વરસાદનું રજિસ્ટર ખાઈ ગયો!

લો કર લો બાત! / દ્વારકાની ઓફિસમાં આખલો વરસાદનું રજિસ્ટર ખાઈ ગયો!

  • મામલતદાર કચેરીમાં ઢોરના આંટાફેરા 
  • ગંભીર બેદરકારી છતાં કોઈ કાર્યવાહી નહીં

દ્વારકાઃ દ્વારકા મામલતદાર કચેરીમાં ખુંટીયો અંદર ઘુસી જતા ઓફીસના ટેબલ રહેલ વરસાદના આંકડા દર્શાવતું રજિસ્ટર હજમ કરી ગયો હતો.મામલતદાર કચેરીની ઓફીસમાં છેક ટેબલ સુધી ખૂંટીયો ધસી આવ્યો ત્યાં સુધી તંત્રના અધિકારીઓ કે સિક્યુરિટી ગાર્ડને જાણ પણ ન થઇ હોય તેવા અનેક પ્રશ્નો ઉઠ્યા છે.વરસાદી આંકડા દર્શાવતું રજિસ્ટર ખાઇ જતા હવે આના પાછળ જવાબદાર તો કોણ? ત્યારે આ બનાવ અંગે પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ પણ દાખલ કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.

તંત્રની ગંભીર બેદરકારી
દ્વારકા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિનપ્રતિદીન વધી રહ્યો છે.હદ તો ત્યાં થઇ છે કે,રખડતા ઢોરો હવે કચેરીમાં પણ ઘુસવા લાગ્યા છે.બનાવ એમ છે કે,શુક્રવારે દ્વારકા મામલતદાર કચેરીમાં ધણખૂંટે પ્રવેશ કરી લીધો હતો.અને એક ઓફીસમાં તો છેક અંદર સુધી પ્રવેશ કરી લેતા ભૂખ સંતોષવા ટેબલ રહેલ વરસાદના આંકડા દર્શાવતું રજિસ્ટર ગળી ગયો હતો. ગંભીર બેદરકારી સામે આવતા મામલતદાર હળવાશથી લઇ રહ્યા છે.