લોકસભામાં કબૂલાત : એક લિટર પેટ્રોલ પર સરકાર રૂ. 34 કમાય છે, પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટીના દાયરામાં નહીં લવાય

લોકસભામાં કબૂલાત : એક લિટર પેટ્રોલ પર સરકાર રૂ. 34 કમાય છે, પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટીના દાયરામાં નહીં લવાય

દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમત 27 ફેબ્રુઆરીથી યથાવત્ છે. ચૂંટણી માહોલમાં એક તરફ રાહતની વાતો છે, પરંતુ લોકસભામાં સરકારે કબૂલ્યું છે કે પેટ્રોલ-ડીઝલમાંથી સરકારને જંગી કમાણી થઈ રહી છે.

લોકસભામાં એક સવાલના જવાબમાં રાજ્ય નાણામંત્રી અનુરાગ સિંહ ઠાકુરે સ્વીકાર્યું છે કે 6 મે, 2020 પછી પેટ્રોલ-ડીઝલ પરના વિવિધ ટેક્સથી કેન્દ્ર સરકારને પ્રતિ લિટર અનુક્રમે રૂ. 33 અને રૂ. 32ની આવક થઈ રહી છે. જ્યારે માર્ચ 2020થી 5 મે, 2020 વચ્ચે આ આંકડા પ્રતિ લિટર અનુક્રમે રૂ. 23 અને રૂ. 19 હતા. એવી જ રીતે, પહેલી જાન્યુઆરી, 2020થી 13 માર્ચ, 2020 દરમિયાન સરકારને પેટ્રોલ-ડીઝલમાં પ્રતિ લિટર અનુક્રમે રૂ. 20 અને રૂ. 16 પ્રમાણે આવક થતી, જ્યારે 31 ડિસેમ્બર, 2020 સુધી આ આવક પ્રતિ લિટર અનુક્રમે ફક્ત રૂ. 13 અને રૂ. 16 હતી.

આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે, પેટ્રોલિયમ ઉત્પાદનો જેવા કે કાચું તેલ, પેટ્રોલ-ડીઝલ, વિમાનોનાં ઈંધણ અને પ્રાકૃતિક ગેસને જીએસટીના દાયરામાં લાવવાની સરકારની કોઈ યોજના નથી.