લોકડાઉનમાં લોકોને આર્થિક સહાય આપવમાં યુરોપ અને અમેરિકાની નીતિમાં વિરોધાભાસ

લોકડાઉનમાં લોકોને આર્થિક સહાય આપવમાં યુરોપ અને અમેરિકાની નીતિમાં વિરોધાભાસ

અમેરિકા કરતા યુરોપની વેલ્ફેર સિસ્ટમ વધુ ઉદાર હોવાનો અર્થશાસ્ત્રીઓનો મત

યુરોપીયન દેશોની વેજ સપોર્ટ નીતિના કારણે કરોડો નોકરી બચી

અમેરિકા ઘણાં કરદાતાઓની નોકરી બચાવી ન શકતા જોબલેસ બેનિફિટ્સ આપવાની તૈયારી

વોશિંગ્ટન, તા. 10 મે 2020, રવિવાર

કોરોના વાઇરસની મહામારીના કારણે વિશ્વભરના દેશો તેમના નાગરિકોને સમાજિક અને આર્થિક લાભો આપવાની વ્યવસ્થા ગોઠવી રહ્યા છે. વિશ્વમાં જેમની ગણના સંપન્ન સમાજ ધરાવતા દેશો તરીકે કરવામાં આવે છે તેવા યુરોપીયન દેશો અને અમેરિકામાં આ સમાજિક-આર્થિક લાભ આપવની વ્યવસ્થામાં ઘણો વિરોધાસાભ જોવા મળ્યો છે. યુરોપીયન દેશોની વેજ સપોર્ટ નીતિના કારણે ત્યાંના કોરોડો નાગરિકોની નોકરી બચી ગઇ છે, જ્યારે અમેરિકામાં અત્યારે બેરોજગાી ૧૪.૭ ટકાના દરે પહોંચી છે. જેના કારણે ત્યાંની સરકાર જોબલેસ બેનિફિટ્સ આપી રહી છે.

યુરોપીયન દેશોમાં મોટાભાગના વેપાર-ધંધા બંધ હોવાથી સરકારે અત્યારે વેજ સપોર્ટ નીતિ અમલમાં મૂકી છે. વેતનમાં સરકાર તરફથી મળતા સહયોગના કારણે યુરોપના કરોડો લોકો અત્યારે નોકરી પર સલામત રહી શકી છે, જ્યારે બીજી તરફ અમેરિકામાં ૩.૩૫ કરોડ લોકોએ જોબલેસ બેનિફિટ્સ માટે અરજી કરી છે. અમેરિકામાં અત્યારે બેરોજગારી ૧૪.૭ ટકાની સપાટીએ પહોંચી ગયું છે. અમેરિકન કોંગ્રેસ એટલે કે ત્યાંની સંસદે જોબલેસ બેનિફિટ માટે બે ટ્રિલિયન ડૉલરનું ભંડોળ ખૂલ્લું મૂક્યું છે.

અમેરિકન સરકાર દ્વારા અત્યારે નોકરી વિનાના કરદાતાઓ માટે ૧૨૦૦ ડૉલર સુધીની રકમના ચેક બનાવી આપવાનું શરૂ કર્યું છે. બ્રસેલ્સના બુ્રગેલ રિસર્ચ ઇન્સ્ટિટયુટના અર્થશાસ્ત્રી અને સંશોધન આન્દ્રે સ્પેરનું કહેવું છે કે યુરોપીયન દેશોની વેલ્ફેર સિસ્ટમ અમેરિકાની વેલ્ફેર સિસ્ટમ કરતા વધારે કાર્યરત છે. અમેરિકાની વેલ્ફરે સિસ્ટમ ઓછી ઉદાર છે તેવું કહેવામાં પણ અતિશયોક્તિ નથી. અમેરિકામાં મધ્યમ વર્ગના કર્મચારીઓ અને કામદારો માટે આ સમયગાળો વધઉ આકરો ન થાય તે ત્યાંની સરકારે જોવું જોઇએ.