લોકડાઉનમાં બાળકોને રસી ન અપાય તો ગભરાશો નહીં, મોટાભાગની રસીઓ પછીથી પણ આપી શકાય છે

લોકડાઉનમાં બાળકોને રસી ન અપાય તો ગભરાશો નહીં, મોટાભાગની રસીઓ પછીથી પણ આપી શકાય છે

બાળકોને આપવામાં આવતી રસી માટે એક શિડ્યુલ હોય છે. જો રસીકરણ યોગ્ય સમયે કરવામાં ન આવે, તો માતા-પિતાએ ચિતાં કરવાની જરૂર નથી. કોરોનાવાઈરસના કારણે દેશમાં લોકડાઉન છે. આવી સ્થિતિમાં રસીકરણ કરાવવું મુશ્કેલ છે. પરંતુ આ પરિસ્થિતિમાં માતા-પિતાએ ગભરાવાની જરૂર નથી. બાળકોને આપવામાં આવતી મોટાભાગની રસ પછીથી પણ આપી શકાય છે. કટોકટીની સ્થિતિમાં રસીકરણ માટે 6 મહિનાનું અંતર હોઈ શકે છે. હવે જ્યારે પણ તમે રસીકરણ માટે જાવ તો, છેલ્લે આપવામાં આવેલી રસી અને વચ્ચે જે ગૅપ પડ્યો હોય તે વિશે ડોક્ટરને જાણ કરો. 

કેટલું અંતર રાખી શકાય છે
આમ તો શિડ્યુલ પ્રમાણે રસી આપવામાં આવે તે વધુ યોગ્ય છે. પરંતુ અત્યારે પોતાને અને તમારા બાળકોને કોરોનાવાઈરસથી બચાવવાનું વધુ મહત્ત્વનું છે. એટલા માટે ખાનગી હોસ્પિટલોમાં રસીકરણ કરવાનું ટાળવું જોઈએ. રસીને તમે પછીથી પણ લગાવી શકો છો. સરકારી કાર્યક્રમોમાં સામેલ રસી અપાવી શકો છો. હોસ્પિટલ જતા સમયે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું. જો કોઈ રસી રહી જાય તો બાદમાં તેને કવર કરી શકાય છે. જેમ કે તમે તમારા બાળકને દોઢ મહિનાની ઉંમરમાં ડીપીટી (ડિપ્થેરિયા પર્ટુસિસ ટેટાનસ)ની રસી લગાવી હતી. પરંતુ આ વચ્ચે લોકડાઉનના કારણે બીજી ડીપીટી તમે લગાવી ન શક્યા તો તેને થોડા દિવસથી લઈને મહિના બાદ પણ લગાવી શકો છો. તેનાથી બાળકને કોઈ નુકસાન નહીં થાય. 

જો જન્મના સમયે રસી આપવામાં આવી ન હોય તો શું કરવું?
અમુક રસી બાળકના જન્મના 24 કલાકની અંદર આપવી જરૂરી છે. જો લોકડાઉન દરમિયાન કોઈ બાળકનો જન્મ થયો છે તો પ્રયાસ કરો કે બાળકોને તે જ હોસ્પિટલમાં જન્મના સમયે જ રસી આપવામાં આવે. પરંતુ જો હોસ્પિટલમાં રસી ઉપલબ્ધ ન હોય અથવા કોઈ કારણથી રસી ન અપાવી શકો તો ગભરાવવાની જરૂર નથી. ખૂબ મહત્વપૂર્ણ ગણાતી રસીને બાદમાં અપાવી શકાય છે. આ રસીના સમયમાં અમુક ગૅપ હોઈ શકે છે પણ તે છૂટી ન જાય તેનું ધ્યાન રાખવું. 

પાછળથી રસી આપવામાં આવે તો શું ધ્યાનમાં રાખવું?
પરિસ્થિતિ સામાન્ય થવા પર જ્યારે પણ તમે રસીકરણ માટે જાવ તો છેલ્લી વખત રસી આપવામાં આવી હતી તેની જાણકારી ડોક્ટરને આપવી. રસીમાં વધારે ગેપ હોવાના કિસ્સામાં રસીકરણનું ચક્ર ઘણી વખત ફરી શરૂ કરવું પડે છે અને તેમાં કોઈ સમસ્યાની વાત નથી. બસ તમારી પાસે રસીકરણ ચાર્ટ ઉપલબ્ધ હોવો જોઈએ. 

રોટાવાઈરસ સાત મહિના પછી ન આપવી
સાત મહિનાની ઉંમર સુધી તેના ત્રણ ડોઝ લેવા જરૂરી છે. પ્રથમ ડોઝ છ સપ્તાહ, બીજો 10 સપ્તાહ અને ત્રીજો 14 સપ્તાહની ઉંમરમાં આપવામાં આવે છે. તમામ રસીમાં રોટોવાઈરસ એકમાત્ર અપવાદ છે જેને સાત મહિનાની ઉંમર બાદ આપવામાં નથી આવતી. સાત મહિનાની ઉંમર બાદ આપવા પર આડઅસર થઈ શકે છે. જો રોટાવાઈરસ ન લાગવી હોય તો ડોક્ટર પાસેથી સલાહ લો. કૂતરું કરડવા પર તરત ઈન્જેક્શન લગાવવા. 

રસીનો ચોક્કસ સમય 
જન્મ સમય બીસીજી, પોલિયો અને  હિપેટાઇટિસ બીની રસી. છ સપ્તાહની ઉંમરમાં રોટાવાઈરસ, પેન્ટાવેલેન્ટ, ન્યુમોકોકલ અને ઈન્જેક્શન પોલિયોની રસી. 10 સપ્તાહની ઉંમરમાં પેન્ટાવેલેન્ટ, ઈન્જેક્શન પોલિયો અને રોટાવાઈરસ. 14 સપ્તાહની ઉંમરમાં પેન્ટાવેલેન્ટ, રોટાવાઈરસ, ન્યૂમોકોકલ, ઈન્જેક્શન પોલિયોની રસી. 9 મહિનાની ઉંમરમાં એમઆર, ઓરલ પોલિયો અને ન્યૂમોકોકલની રસી. અમુક રસી ખાનગી હોસ્પિટલમાં અપાવી શકાય છે. ફ્લૂની બે રસી છ મહિના અને સાત મહિનામી ઉંમરમાં. એક વર્ષની ઉંમરમાં હિપેટાઈસ એ, 15 મહિનાની ઉંમરમાં એમએમઆર અને ચિકનપોક્સ. 18 મહિનાની ઉંમરમાં પેન્ટાવેલેન્ટ, ન્યૂમોકોકલ અને ઓરલ પોલિયો. પાંચ વર્ષની ઉંમરમાં ડીપીટી અને પોલિયોની રસી.