લૉકડાઉનના છેલ્લા દિવસે 24 કલાકમાં 1057 કેસ, તેમાંથી 973 કેસ માત્ર અમદાવાદના જ છે

લૉકડાઉનના છેલ્લા દિવસે 24 કલાકમાં 1057 કેસ, તેમાંથી 973 કેસ માત્ર અમદાવાદના જ છે

  • આંકડામાં ગોલમાલ, 700 સુપર સ્પ્રેડર્સનો આંકડો એક સાથે જાહેર કર્યો
  • વધુ 19 મોત સાથે કુલ 625 લોકોએ જીવ ગુમાવ્યા, ગુજરાત ફરી બીજા ક્રમે
  • ગુજરાતમાં લૉકડાઉનના 53 દિવસમાં કેસ 10 હજારને પાર

અમદાવાદ. ગુજરાતમાં આજે લૉકડાઉન-3.0નો અંત આવશે અને આવતીકાલથી લૉકડાઉન 4.0નો પ્રારંભ થશે. રાજ્યમાં  શુક્રવારે નવા 1057 કેસ સાથે કુલ કેસોની સંખ્યા 10988 થઈ છે. જ્યારે વધુ 19 મોત સાથે કુલ મોતનો આંકડો 625 થયો છે. સાથે જ વધુ 273 લોકોને રિકવર થતા કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 4,308 થઈ છે. ગુજરાતમાં શનિવારે કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં અધધ 1,057 કેસનો વધારો થતાં કુલ આંકડો 10,989 પર પહોંચ્યો છે. આ પૂર્વે આરોગ્ય સચિવ જયંતિ રવિએ જ્યારે સાંજે પોઝિટિવ કેસના આંકડા જાહેર કર્યાં ત્યારે છેલ્લાં 24 કલાકમાં નવા નોંધાયેલા 348 કેસનો જ ઉલ્લેખ કરાયો જેથી શુક્રવાર સુધીના કુલ પોઝિટિવ કેસની સંખ્યામાં આ આંકડો ઉમેરતાં સરવાળો મળતો ન હતો અને ગેરસમજ ફેલાય તેવું બન્યું હતું. જો કે ગુજરાત સરકારે ચોવીસ કલાકમાં નોંધાયેલાં કેસ 348 જ હતાં પરંતુ પાછલા અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં જેવા કે દૂધ, કરિયાણા, શાકભાજી અને અન્ય વસ્તુઓ વેચતાં સુપર સ્પ્રેડર્સના હેલ્થ ચેક-અપ દરમિયાન 709 લોકો પોઝિટીવ આવ્યા હોઇ આ આંકડો વધુ આવ્યો હોવાની સ્પષ્ટતા કરી. પરંતુ આ તમામ આંકડા અત્યાર સુધી દબાવી રાખી દૈનિક અપડેટ ન કરાતાં એક સાથે કેમ જાહેર કરાયાં તે અંગે કોઇ સ્પષ્ટતા પ્રાપ્ત થઇ નથી.

કુલ 1.38 લાખ કેસ થયા
ગુજરાત સરકારના અનેક આંકડામાં વિસંગતતાઓ ખડી થતી રહી છે અને શનિવારે પણ તેનો ઉત્તમ નમૂનો જોવા મળ્યો. આ અંગે આરોગ્ય સચિવ જયંતિ રવિએ કહ્યું કે શુક્રવારે સાંજ સુધીમાં ગુજરાતે કુલ 1,27,859 લોકોના ટેસ્ટ કર્યાં હતાં અને તે પૈકી છેલ્લાં ચોવીસ કલાકમાં 3,961 ટેસ્ટ કર્યાં તેથી શનિવારે તે આંકડો કુલ 1,31,820 ટેસ્ટનો થયો. પરંતુ છેલ્લાં આઠ દિવસમાં અમદાવાદ મહાનગર પાલિકામાં હોટસ્પોટ વિસ્તારો અને અન્ય વિસ્તારોમાં સુપર સ્પ્રેડર્સ લોકોના મોટાપાયે ટેસ્ટ કરવાના અભિયાન હેઠળ 6,587 ટેસ્ટ કર્યાં તેમાંથી 709 વ્યક્તિઓ પોઝિટીવ નિકળ્યાં તે આંકડો પોઝિટિવ કેસમાં જ્યારે તેમના ટેસ્ટનો આંકડો કુલ રાજ્યમાં થયેલાં કુલ ટેસ્ટના આંકડામાં ઉમેરતાં અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 1.38 લાખ ટેસ્ટ થયાં તેમ કહેવાય.

ખુલાસોઃ આંકડાઓમાં વિસંગતતા ન રહે અને તેમ કરીને સાચા આંકડા જ બતાવવા માગીએ છીએ. છેલ્લાં ચોવીસ કલાકમાં જે નવા કેસ નોંધાયા તે 348 જ છે. માત્ર સુપર સ્પ્રેડર્સના પોઝિટીવ કેસનો જે આંકડો હતો તે ફાઇનલ પોઝિટીવ કેસના આંકડામાં ઉમેરવામાં આવ્યો તેથી ગેરસમજ ઊભી થઇ પણ તેનો ખુલાસો કરવો યોગ્ય છે.

અત્યાર સુધીમાં 1,38,409 ટેસ્ટ અને 46 દર્દી વેન્ટીલેટર પર
કોરોના અંગેની અપડેટ આપતા રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના 348 કેસ સામે આવ્યા છે. જ્યારે 7 દર્દીના કોરોનાથી અને 10ના અન્ય બીમારી, હાઈરિસ્ક તથા કોરોનાને કારણે મૃત્યુ થયા છે. અમદાવાદમાં 14, સુરતમાં 2, ભાવનગર, ગાંધીનગર અને બનાસકાંઠામાં 1-1 દર્દીના મૃત્યુ નોંધાયા છે. તેમજ  અમદાવાદમાં 264, સુરતમાં 34, વડોદરામાં 19, ગાંધીનગર અને ખેડામાં 6-6, ભાવનગરમાં 4, પાટણ-સાબરકાંઠા 3-3, મહેસાણા, દાહોદ અને વલસાડમાં 2-2, જૂનાગઢ, રાજકોટ અને પંચમહાલમાં 1-1 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 10989 કેસમાંથી 46 વેન્ટીલેટર પર છે, 6010ની હાલત સ્થિર છે. જ્યારે 4308 ડિસ્ચાર્જ થયા છે અને 625ના મૃત્યુ થયા છે. ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો રાજ્યમાં અત્યાર સુધીમાં 1,38,409 ટેસ્ટ થયા, 10989નો રિપોર્ટ પોઝિટિવ અને 1,27,418નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

16 મેની સવારથી અત્યારસુધીની મહત્વપૂર્ણ ઘટનાઓ
ગાઈડલાઈનનું પાલન નહીં થાય તો કાર્યવાહીઃ રાજ્ય પોલીસ વડા

રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છેકે,  લોકડાઉનના ત્રીજા તબક્કાના અંતિમ દિવસોમાં શાંતિપૂર્ણ રીતે લોકડાઉનનો અમલ થાય અને જ્યાં છૂટછાટ આપવામાં આવી છે ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ થાય તે માટે પોલીસ સુરક્ષા વ્યવસ્થા જાળવી રહી છે. કેન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં જીવનજરૂરી વસ્તુઓની દુકાનો ચાલુ રાખવા મંજૂરી અપાઈ છે, પરંતુ પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ ન થાય એ માટે પોલીસ નજર રાખી રહી છે. લોકોને અપીલ છેકે જે સમયગાળામાં છૂટછાટ આપવામાં આવી છે, એ જ સમયગાળામાં છૂટછાટ ભોગવે. સાંજના 7થી સવારના 7 વાગ્યા સુધી ઇમરજન્સી સેવા સિવાયની તમામ પ્રકારની સેવા અને વેચાણ પ્રવૃત્તિ બંધ રાખવામાં આવી છે. લોકો પણ આ ગાઇડ લાઇનનું પાલન કરે. જો આ ગાઇડલાઇનનો ભંગ થશે તો કાર્યવાહી કરાશે. 

છેલ્લા 18 દિવસથી રાજ્યમાં 300થી અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ

તારીખકેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ308 (250) 
30 એપ્રિલ313(249)
1 મે326 (267)
2 મે333 (250)
3 મે374 (274)
4 મે376 (259)
5 મે441(349) 
6 મે380 (291) 
7 મે388 (275) 
8 મે390 (269) 
9 મે394(280)
10 મે398 (278) 
11 મે347 (268)
12 મે362 (267) 
13 મે364 (292) 
14 મે324 (265)
15 મે340(261)
16 મે348(264)

આવતી કાલે જે NFSA રાશનકાર્ડનો છેલ્લો આંકડો 1 હશે તે અનાજની કીટ મેળવી શકશેઃ અશ્વિની કુમાર
NFSA હેઠળ કાર્ડ ધરાવતા 65 લાખથી વધુ લોકો NFSA કાર્ડ ધરાવે છે. બીપીએલ કાર્ડ ધરાવતા 3 લાખથી વધુ પરિવારનોએ એપ્રિલ મહિનાની જેમ મે મહિનામાં પણ અનાજ વિતરણ કરવામાં આવશે. આ સાથે જ 65 લાખ 40 હજાર અને 3 લાખ 40 હજાર આમ 68 લાખ 80 હજાર પરિવારોને 17થી 23 મે દરમિયાન અનાજ વિતરણ કરવામાં આવશે. આવતી કાલે એટલે કે 17 મેના રોજ જે NFSA રાશનકાર્ડનો છેલ્લો આંકડો 1 હશે તે અનાજની કીટ સસ્તા અનાજની દુકાનેથી મેળવી શકશે.ગૌશાળા અને પાંજરાપોળમાં જે પશુઓ રહે છે તેમને એપ્રિલ મહિનાની જેમ મે મહિનામાં પણ પશુદીઠ રૂ. 25 સબસીડી આપવાનો નિર્ણય કર્યો છે. આ સબ્સિડી જિલ્લા કલેક્ટર મારફત રજિસ્ટર્ડ ગૌશાળા અને પાંજરાપોળમાં પહોંચડાવામાં આવશે. પાંજરાપોળ અને ગૌશાળામાં 4 લાખ પશુઓ છે. જેથી 30થી 35 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે તેવુ અનુમાન છે. અમદાવાદમાં એક અઠવાડિયા પછી એસેન્શિયલ સપ્લાયની દુકાનો છે કરિયાણા, શાકભાજી અને ફ્રૂટની દુકાનો શરૂ કરવામાં આવી હતી. એક જ દિવસમાં અમદાવાદ શહેરમાં 30 હજાર ઓર્ડર મળ્યા છે, જેમાં સાડા આઠ કરોડનુ કેશલેસ પેમેન્ટ કરવામાં આવ્યું હોવાનું મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે કહ્યું છે.

કુલ 10,989 દર્દી, 625ના મોત અને 4308 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ81444932545
વડોદરા63932384
સુરત 104949687
રાજકોટ790151
ભાવનગર 1070869
આણંદ820871
ભરૂચ320225
ગાંધીનગર1630663
પાટણ380222
નર્મદા 130012
પંચમહાલ  690548
બનાસકાંઠા830454
છોટાઉદેપુર210014
કચ્છ 140106
મહેસાણા750340
બોટાદ560144
પોરબંદર040003
દાહોદ 220016
ખેડા400119
ગીર-સોમનાથ230003
જામનગર 340204
મોરબી 02 0001
સાબરકાંઠા320209
મહીસાગર480135
અરવલ્લી770241
તાપી 020002
વલસાડ 0801 04
નવસારી 080008
ડાંગ 020002
દેવભૂમિ દ્વારકા120002
સુરેન્દ્રનગર0400 01
જૂનાગઢ050002
અમરેલી010000
અન્ય રાજ્ય010000
કુલ 10,9896254308

મુખ્યમંત્રીએ ગાંધીનગરથી સોમનાથ મહાદેવની પૂજા કરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત સહિત દેશમાં સૌ કોઇ કોરોના મહામારીથી મુક્ત બને અને જનજીવન ઝડપભેર પૂર્વવત થાય તેવી પ્રાર્થના સાથે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી આજે સવારે વીડિયો કોલિંગથી ઇ સંકલ્પ કરીને સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર સોમનાથ મહાદેવના દર્શન-પૂજન કર્યા હતા.
સાબરકાંઠા એસપીની કાર્યશૈલીથી સાંસદ નારાજ, SPને બદલા કેન્દ્રીય ગૃહમંત્રીને લખ્યો પત્ર
સાબરકાંઠાના એસપીની કાર્યશૈલીથી નારાજ સાંસદ દિપસિંહ રાઠોડે એસપીને બદલવા માટે કેન્દ્રીય ગૃહમંત્રીથી લઇને રાજ્યના ગૃહમંત્રીને પત્ર લખ્યો છે. નોંધનીય છેકે આ પહેલા જિલ્લા કલેક્ટરે પણ એસપીની કામગીરીથી નારાજ થઇને ફરિયાદ કરી હતી.