લેન્સેટના રિસર્ચમાં દાવો / લૉકડાઉન હટાવવામાં દેશો ઉતાવળ કરશે તો કોરોનાના કેસોમાં જુવાળ આવશે

લેન્સેટના રિસર્ચમાં દાવો / લૉકડાઉન હટાવવામાં દેશો ઉતાવળ કરશે તો કોરોનાના કેસોમાં જુવાળ આવશે

રસી તૈયાર થવા સુધી પ્રતિબંધોમાં કોઇ ઢીલ આપવી જોઇએ નહીં: રિસર્ચ રિપોર્ટ લૉકડાઉનને કારણે સંક્રમિતના દરમાં 60-70 ટકા ઘટાડો થઇ રહ્યો છેચીને વુહાનમાં લૉકડાઉન ખતમ કરી દીધું પણ ત્યાં હાલમાં કોરોનાના 108 નવા કેસ આવ્યા

વોશિગ્ટન. કોરોના વાઈરસના કારણે વિશ્વભરમાં અત્યાર સુધી 1.14 લાખ લોકોના જીવ ગયા છે. જ્યારે 18 લાખથી વધુ લોકો સંક્રમિત થઇ ગયા છે ત્યારે દુનિયાના ઘણા દેશોમાં ચાલુ લૉકડાઉન કેટલાક દેશો લંબાવી રહ્યા છે તો કેટલાક દેશો તેને હટાવવાની તૈયારીમાં છે. કેટલાક દેશો એવા પણ છે, જ્યાં લૉકડાઉન સંપૂર્ણપણે લાગુ ન કરી થોડાં રાજ્યો કે પ્રાંતો સુધી સીમિત રાખ્યું છે. લેન્સેટ જર્નલના તાજેતરના રિસર્ચ રિપોર્ટમાં લોકડાઉન હટાવવાનો વિચાર કરનારા દેશોને ચેતવણી આપવામાં આવી છે કે રસી આવવા સુધી લોકડાઉન હટાવવું ન જોઇએ. તેમાં કહેવામાં આવ્યું છે કે કોઇ તૈયારી વિના પ્રતિબંધ હટાવવાથી સંક્રમણમાં જુવાળ આવી શકે છે. 

ઘણા દેશોમાં લોકડાઉન સફળ, 70 ટકા સુધી સંક્રમણ ઘટાડવામાં સફળતા મળી

  • લેન્સેટના જણાવ્યા મુજબ લૉકડાઉન વિનાની સ્થિતિમાં એક સંક્રમિત વ્યક્તિ સરેરાશ 3 લોકોને સંક્રમિત કરશે. લૉકડાઉનને કારણે આ દરમાં 60-70 ટકા ઘટાડો થઇ રહ્યો છે.
  • રિસર્ચમાં કહેવાયું છે કે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ ખતમ કરીએ છીએ તો વાઈરસનું સંક્રમણ રોકવા માટે અન્ય કોઇ ઉપાય કરવા પડશે.
  • ઘણા દેશોમાં લૉકડાઉનનો પ્રયોગ સફળ રહ્યો છે. 70 ટકાથી વધુ સંક્રમણ રોકવામાં સફળતા મળી છે.
  • ચીનના શોધકર્તાઓ મુજબ લૉકડાઉન હટાવતા ઇન્ફેક્શન માટે વધુ સતર્ક રહેવું પડશે અને રસી ન આવવા સુધી ઘણા વિસ્તારોને નિયંત્રણમાં રાખવા પડશે.
  • હોંગકોંગના શોધકર્તાઓનું માનવું છે કે ચીનની કડકાઇથી સંક્રમણની પ્રથમ ચેનને તો કાબૂ કરી લેવાઇ હવે બીજી ચેનનું જોખમ ઊભું થયું છે.
  • WHOએ પણ કહ્યું છે કે પ્રતિબંધો હટાવવાની ઉતાવળનાં પરિણામ ઘાતક હોઇ શકે છે.

લૉકડાઉન હટાવ્યું તો.. ચીને વુહાનમાં લૉકડાઉન ખતમ કરી દીધું પણ ત્યાં હાલમાં કોરોનાના 108 નવા કેસ આવ્યા. હુબેઇ પ્રાંતમાં 2 મોત થયાં. લંડન સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના ડૉ. એડમ કુચાર્સકીનું કહેવું છે કે કોરોના સામેની લડાઇ લાંબી ચાલશે.
લૉકડાઉન લગાવ્યું તો… ભારતમાં આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં લૉકડાઉન ન હોત તો 8 લાખથી વધુ લોકો સંક્રમિત થયા હોત, હાલમાં તેની સંખ્યા 10 હજારથી ઓછી છે.