લાહોરના રસ્તા પર અભિનંદન અને મોદીના પોસ્ટર લાગ્યા, જાણો તેની પાછળનું રહસ્ય

લાહોરના રસ્તા પર અભિનંદન અને મોદીના પોસ્ટર લાગ્યા, જાણો તેની પાછળનું રહસ્ય

પાકિસ્તાન (Pakistan)માં ફરી એક વાર વાયુસેનાના પરાક્રમી પાયલટ વિંગ કમાંડર અભિનંદન વર્ધમાન (Abhinandan Varthaman) ચર્ચાનો વિષય બન્યા છે. તેમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ના કેટલાય પોસ્ટર લાહોર (Lahore)ના રસ્તા પર જોવા મળી રહ્યા છે. આ પોસ્ટર દ્વારા નવાઝ શરીફ (Nawaz Sharif)ની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ (Pakistan Muslim League)ના નેતા અયાઝ સાદિક (Ayaz Sadiq)પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. કેટલાય પોસ્ટરોમાં સાદિકને ગદ્દાર પણ કહેવામાં આવ્યા છે. અયાઝ સાદિકે જ પાકિસ્તાની સંસદમાં અભિનંદનને છોડી મૂકવાની પોલ ખોલતા ઈમરાન સરકારનું માથુ નીચું નમી જાય તેવી પોલ ખોલી નાંખી હતી.

અયાઝ સાદિકના મત વિસ્તારના ફોટા

અયાઝ સાદિકના મત વિસ્તાર લાહોરના રસ્તાઓના છેડે લાગેલા આ પોસ્ટરોમાં વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન અને પીએમ મોદીની જાણીજોઈને તસવીરો મૂકવામાં આવી છે. તેમાં ઉર્દૂમાં પીએમએલ-એન પાર્ટીના નેતા અયાઝ સાદિકને દેશદ્રોહી ગણાવ્યા છે. કેટલાક પોસ્ટરોમાં સાદિકને વર્ધમાન તરીકે દર્શાવવામાં આવ્યો છે. ઘણાં પોસ્ટરોમાં તેમને ભારત તરફી જાહેર પણ કરવામાં આવ્યા છે.

ઈમરાનના મંત્રીએ ભારત મોકલવાની કહી વાત

પાકિસ્તાનના ગૃહમંત્રી એજાજ અહમદ શાહે એક જનસભા દરમ્યાન કહ્યુ હતું કે, અયઝ સાદિકે ભારત જતુ રહેવુ જોઈએ. તેમણે કહ્યુ હતું કે, પોતાની સેના વિરુદ્ધ જે વાત સંસદમાં કરી તે વાત તેમણે અમૃતસરમાં જઈને કહેવી જોઈએ. સમગ્ર પાકિસ્તાનમાં અયાઝ સાદિક વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ઈમરાન સરકારના મંત્રી તેમના વિરુદ્ધ મોર્ચો ખોલીને બેઠા છે.

અભિનંદનને છોડી મુકવા પર ખોલી હતી પોલ

અયાઝ સાદિકે થોડા દિવસ પહેલા જ પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કહ્યું હતું કે, ભારતના વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનને ભારતના ડરના કારણે પાકિસ્તાનને તેમને છોડી મુક્યા હતા, શાહ મહમૂદ કુરૈશી પણ તે બેઠકમાં સામેલ હતા, જેમાં ઈમરાન ખાને હાજર રહેવાની ના પાડી દીધી હતી. કુરૈશના પગ થરથર કાંપી રહ્યા હતા. તેમના માથા પર પરસેવો છૂટી ગયો હતો. કુરૈશીએ કહ્યું હતું કે આને પાછા મોકલી દો નહીંતર ભારત રાતે 9 વાગ્યે પાકિસ્તાન પર હુમલો કરી રહ્યું છે.