લાલ કિલ્લાથી LIVE / મોદીએ કહ્યું- જેણે પણ આંખ ઉઠાવીને જોયું આપણી સેનાએ અને વીર જવાનોએ તેમની જ ભાષામાં જવાબ આપ્યો

લાલ કિલ્લાથી LIVE / મોદીએ કહ્યું- જેણે પણ આંખ ઉઠાવીને જોયું આપણી સેનાએ અને વીર જવાનોએ તેમની જ ભાષામાં જવાબ આપ્યો

  • વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ઘણા લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યા છે, તેમના પરિવારો પ્રત્યે દુઃખની લાગણી વ્યક્ત કરું છું
  • તેમણે કહ્યું કે, ભારત વિસ્તારવાદ માટે પડકાર બન્યો છે, કોરોના વચ્ચે 130 કરોડ લોકોને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ લીધો છે

નવી દિલ્હી. કોરોના કાળમાં દેશ આજે 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7મી વખત લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો છે. તેમણે કહ્યું કે, અમને એ પણ ખબર છે કે તે સમય જ્યારે વિસ્તારવાદના વિચારવાળા લોકોને જેટલે સુધી ફેલાવી શકાય એટલો પ્રયાસ કર્યો. તેમણે તેમની ચલાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતની આઝાદીનું આંદોલન સમગ્ર દુનિયા માટે પ્રેરણાનું પ્રતીક બની ગયું.

ભારત વિસ્તારવાદ માટે પડકાર બન્યો છે. હવે કોરોના વચ્ચે 130 કરોડ લોકોને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ કર્યો છે. અને તે આપણે કરીને જ રહીશું. દુનિયાના વિવિધ બિઝનેસ ભારતને દુનિયાના સપ્લાઈ ચેઈન તરીકે જુએ છે. આપણે મેક ઈન ઈન્ડિયા સાથે સાથે મેક ફોર વર્લ્ડ મંત્ર સાથે પણ આગળ વધવાનું છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આઝાદીના આ પાવન પર્વની તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ. આજે જે આપણે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ, તેની પાછળ માતા ભારતીના લાખા દીકરી-દીકરાઓનું ત્યાગ, બલિદાન અને સમર્પણ છે. આજે આઝાદીના વીરોને નમન કરવાનો પર્વ છે.આપણી સેના- અર્ધસૈન્ય દળોના જવાન, પોલીસના જવાન, સુરક્ષાદળો સાથે જોડાયેલી દરેક વ્યક્તિ ભારત માતાની રક્ષામાં લાગેલા રહે છે. આજે તેમની સેવાને પણ નમન કરવાનો પર્વ છે. અરવિંદ ઘોષની આજે જયંતી છે. ક્રાંતિકારીથી આધ્યાત્મિક ઋષિ બન્યા. આજે તેમને પણ યાદ કરવાનો દિવસ છે.

મોદીના ભાષણની મહત્વની વાતો

  • વડાપ્રધાન મોદીએ કહ્યું કે,મારા પ્યારા દેશવાસીઓ, આઝાદીના વીરોને યાદ કરીને નવી ઉર્જાનો આ સંકલ્પ છે. એક રીતે આપણા માટે આ નવી પ્રેરણા લઈને આવે છે. નવો ઉમંગ, નવો ઉત્સાહ લઈને આવે છે. આપણા માટે નવો સંકલ્પ કરવો જરૂરી પણ છે. આગામી વર્ષે આપણે 75માં વર્ષમાં પ્રવેશ કરીશું. આ પોતાનામાં જ એક મોટો અવસર છે. એટલા માટે આજે આવનારા બે વર્ષ માટે મોટા સંકલ્પ સાથે આપણે ચાલવાનું છે. આઝાદીના 75 વર્ષમાં જ્યારે આપણે પ્રવેશ કરીશું અને 75 વર્ષ જ્યારે પુરા થશે, ત્યારે સંકલ્પોને પુરા કરીને તેની મહાપર્વ તરીકે ઉજવણી કરીશું.
  • આપણા પૂર્વજોએ અખંડ એકનિષ્ઠ તપસ્યા કરીને આપણને જે રીતે આઝાદી અપાવી, તેમણે પોતાની જાતને ન્યોછાવર કરી દીધી. આપણે એ ન ભૂલવું જોઈએ કે ગુલામીના કાલખંડમાં કોઈ પણ ક્ષણ અથવા વિસ્તાર એવો નહોતો જ્યારે આઝાદીની માંગ ન ઉઠી હોય. આઝાદીની ઈચ્છા અંગે કોઈએ પ્રયાસ ન કર્યો હોય અથવા તો ત્યાગ ન કર્યો હોય. જવાની જેલમાં વિતાવી દીધી. ફાંસીના ફંદાને ચુમીને પ્રાણની આહુતી આપી દીધી. એકબાજુ સશસ્ત્ર ક્રાંતિનો સમય, એકબાજુ જનઆંદોલનનો સમય. બાપુએ આઝાદીના આંદોલનને એક નવી ઉર્જા આપી. આ આઝાદીની જંગમાં ભારતની આત્માને કચેડવાના પણ ઘણા પ્રયાસ થયા હતા.
  • ‘ભારતને પોતાની સંસ્કૃતિ, પરંપરા, રીત-રિવાજને ઉખાડી ફેંકવામાં ઘણા પ્રયાસો કરાયા છે. સામ-દામ-દંડ-ભેદ બધુ ચરમ સીમાએ હતું. ઘણા લોકોએ માનીને ચાલતા હતા કે અહીંયા રાજ કરવા માટે આવ્યા છે. પરંતુ આઝાદીની ચાહે તેમના તમામ ઈરદાઓને નિષ્ફળ કરી દીધા. તેમનો વિચાર હતો કે આવડો મોટો વિશાળ દેશ, અનેક રાજા-રજવાડા, જાત-જાતના લોકો અને ભાષા, ખાણીપીણી, આટલી વિવિધતાઓને કારણે આ દેશ ક્યારે એક થઈને આઝાદી માટે લડાઈ નહીં લડી શકે. પરંતુ એ લોકો અહીંયાની પ્રાણશક્તિને ઓળખી ન શક્યા’
  • એવા સમયે પણ દેશે આઝાદીની માંગ કરવાનું છોડ્યું ન હતું. કષ્ટ સહન કર્યા. ભારતની આ લડાઈએ દુનિયામાં આઝાદીનો એક માહોલ ઊભો કર્યો. ભારતની એક શક્તિએ દુનિયામાં પરિવર્તન લાવી દીધું. વિસ્તારવાદ માટે પડકાર બની ગયો ભારત. ઈતિહાસ આ વાતને નકારી ન શકે. આઝાદીની લડાઈમાં સમગ્ર વિશ્વમાં ભારતે પોતાની એકજૂથતાની શક્તિ, સામૂહિકતાની શક્તિ, ઉજ્જવળ ભવિષ્ય પ્રત્યેની ઉર્જા, સંકલ્પ અને પ્રેરણા લઈને આગળ વધવાની છાપ ઊભી કરી હતી.
  • કોરોના વચ્ચે 130 કરોડ ભારતીયોએ સંકલ્પ કર્યો આત્મનિર્ભર બનવાનો. આત્મનિર્ભર ભારત આજે 130 કરોડ દેશવાસીઓ માટે મંત્ર બની ગયો છે.આ સપનાને સંકલ્પના બદલાતા જોઈ રહ્યા છીએ, જ્યારે હું આત્મનિર્ભરની વાત કરું છું, તો ઘણા લોકોએ સાંભળ્યુ હશે કે હવે 21 વર્ષના થઈ ગયા છે, હવે આત્મનિર્ભર બની જાવ. 20-21 વર્ષમાં પરિવાર તેમના બાળકોને આત્મનિર્ભર બનાવવાની અપેક્ષા કરે છે. આજે આઝાદીના આટલા વર્ષ પછી ભારત માટે પણ આત્મનિર્ભર બનવું જરૂરી છે.જે પરિવાર માટે જરૂરી છે,તે દેશ માટે પણ જરૂરી છે. ભારત આ સપનાને પુરુ પણ કરશે. મને આ દેશના સામર્થ્ય, પ્રતિભા પર ગર્વ છે.
  • કોરોના સંકટમાં આપણે જોયું કે, દુનિયામાં કેટલી મુશ્કેલીઓ આવી રહી છે. આ દેશમાં N-95 માસ્ક નહોતા બનતા, PPE કીટ નહોતી બનતી, વેન્ટીલેટર નહોતા બનતા, હવે બનવા લાગ્યા છે. આત્મનિર્ભર ભારત દુનિયાની કેવી રીતે મદદ કરી શકે છે, એ આજે આપણે જોઈ શકીએ છીએ. ઘણું બધુ થયું છે. આઝાદ ભારતની માનસિકતા શું હોવી જોઈએ. વોકલ ફોર લોકલ. સ્થાનિક ઉત્પાદનોનું ગૌરવ કરવું જોઈએ.આવું નહીં કરીએ તો તેમની હિંમત કેવી રીતે વધશે. આપણે મળીને સંકલ્પ લેવો જોઈએ કે 75 વર્ષની તરફ આગળ વધી રહ્યા છીએ તો વોકલ ફોર લોકલનો મંત્ર અપનાવીશું.
  • આપણો દેશ કેવી કેવી કમાલ કરે છે અને આગળ વધે છે. આ વાતને આપણે સમજી શકીએ છીએ. કોઈ વિચારી પણ શકતું હતું કે એક સમયે ગરીબોના જનધન ખાતામાં લાખો-કરોડો રૂપિયા સીધા ટ્રાન્સફર થઈ જશે. કોઈ વિચારી શકતું હતું કે, ખેડૂતોના ભલા માટે કાયદામાં ફેરફાર થઈ શકે છે. કોઈ વિચારી શકતું હતું કે, આપણું સ્પેસ સેક્ટર આપણા દેશના યુવાનો માટે ખોલી દેવાશે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હોય, વન નેશન વન કાર્ડની વાત હોય, વન નેશન વન ગ્રિડની વાત હોય, વન નેશન વન ટેક્સની વાત હોય, બેન્કરપ્સી કોડની વાત હોય અથવા બેન્કોને મર્જ કરવાનો પ્રયાસ હોય, ભારતના પરિવર્તના આ સમયમાં રિફોર્મને દુનિયા જોઈ રહી છે.
  • ગત વર્ષે ભારતમાં FDIએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી દીધા છે. ગત વર્ષે ભારતમાં FDI 18% વધ્યું. એટલા માટે કોરોના કાળમાં પણ દુનિયાની મોટી મોટી કંપનીઓ ભારત તરફ વળી રહી છે. આ વિશ્વાસ એમ જ ઊભો નથી થયો. આમ જ દુનિયા ભારત તરફ નથી વળી.આના માટે ભારતે તેની નીતિ અને લોકતંત્રની મજબૂતાઈ પર કામ કર્યું છે, ભારતે આ વિશ્વાસ ઊભો કર્યો છે.
  • આત્મનિર્ભરની પહેલી પ્રાથમિકતા આત્મનિર્ભર કૃષિ અને ખેડૂત છે. એક પછી એક રિફોર્મ ખેડૂતો માટે કરાયા છે. ખેડૂતોને તમામ બંધનોમાંથી મુક્ત કરવાનું કામ અમે કર્યું છે. તમે કપડા કે સાબુ બનાવો તો તેને તમારી મરજીથી વેચી શકો છો, દેશનો ખેડૂત પોતાની મરજી નહોતો વેચી શકતો. તેના તમામ બંધનો અમે ખતમ કરી દીધા છે. હવે દેશનો ખેડૂત દુનિયાના કોઈ પણ ખૂણામાં તેની શરતો સાથે પાકને વેચી શકે છે.
  • ખેતીમાં ઈનપુટ કોસ્ટ કેવી રીતે ઘટાડી શકાય, સોલર પમ્પ કેવી રીતે મળે. મત્સ્યઉદ્યોગ જેવા ઉદ્યોગો સાથે કેવી રીતે જોડાઈ શકાય, એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. ગત દિવસોમાં એક લાખ કરોડ રૂપિયા એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભારત સરકારે ફાળવ્યા છે. આનાથી વિશ્વ બજારમાં ભારતના ખેડૂતના પહોંચ વધશે.

અહીંયા મહામારીથી બચવા માટે ઘણી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે લાલ કિલ્લા પર કાર્યક્રમમાં શાળાના બાળકોની જગ્યાએ 1500 એવા લોકો ભાગ લેશે, જેમણે કોરોનાને હરાવ્યો છે.

રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી રહેલા પીએમ મોદી

બેઠક વ્યવસ્થામાં સોશિયલ ડિસટન્સીંગનું ખાસ પ્રકારે ધ્યાન રાખવામાં આવ્યું છે. મોદી‘બે ગજના અંતર’ની વાત કહેતા રહે છે, જેથી બે સીટ વચ્ચે ઓછામાં ઓછા 6 ફુટનું અંતર રાખવામાં આવ્યું છે. સુરક્ષાકર્મી PPE કીટ પહેરીને તહેનાત રહેશે. લાઈન ન લાગે, એટલા માટે મેટલ ડિટેક્ટર ડોર લગાડવામાં આવ્યા છે. ( Source – Divyabhaskar )