લંડનમાં 52 મિલિયન પાઉન્ડ રોકડના કેસમાં ગુજરાતી જય પટેલ ખોટી રીતે વગોવાયો, માત્ર એક નાનકડી ભૂલ નડી ગઈ

લંડનમાં 52 મિલિયન પાઉન્ડ રોકડના કેસમાં ગુજરાતી જય પટેલ ખોટી રીતે વગોવાયો, માત્ર એક નાનકડી ભૂલ નડી ગઈ


લંડન મેટ્રોપોલિટન પોલીસ અને સ્કોટલેન્ડ યાર્ડે તાજેતરમાં જ એક મકાન પર દરોડા પાડી બાવન મિલિયન પાઉન્ડ ( રૂ. ૨૦૬ કરોડ)ની રોકડ અને સુનિયોજિત મની લોન્ડરીંગનું કૌભાંડ પકડયું અને તેની પાછળનું ભેજું એક ગુજરાતી પટેલ યુવાન હોવાનો જે વીડિયો વાયરલ થયો તેમાં એવો ઘટસ્ફોટ થયો છે કે, વાસ્તવમાં લંડનમાં રહેતા જય પટેલના એક મિત્રએ ભૂલથી તેનો પાસપોર્ટ સાઈઝનો ફોટો જોડી દેતાં પોતે બિનજરૂરી વગોવાઈ ગયો હોવાનો ખુલાસો કરતો એક વીડિયો જય પટેલ નામના આ યુવાનો સોશિયલ મીડિયા પર મુક્યો છે.

વળી, પોતે જો આ કેસમાં સંડોવાયેલો હોય તો હાલ તે જ્યાં નોકરી કરે છે તે સ્ટોરમાં રૂટિન જોબ કેવી રીતે કરી શકે તે પુરવાર કરવા પોતાના જોબની જગ્યાએથી વીડિયો બનાવ્યો હતો.

જય પટેલ નામના ગુજરાતી યુવકે વિડીયો વાયરલ કરીને એવી સ્પષ્ટતા કરી છે કે,  પોતાના નામ સાથે વિડીયો વાયરલ થયો છે. આ ફેક છે, આવી અફવા ન ઉડાડો અને મારી કેરિયર જોખમમાં ન મૂકો. જો હું પકડાયેલ હોત તો અહીં સ્ટોરમાં જોબ ન કરતો હોત, જેલમાં સબડતો હોત.

જય પટેલના સાથી કર્મચારી શિરીન પટેલે પણ જય પટેલની વાતને સમર્થન આપીને કહ્યું કે, તેઓ ૬ મહિનાથી સાથે જ જોબ કરે છે.

મની લોન્ડરિંગનું આખું કૌભાંડ શું હતું

પોલીસે લંડનમાં એક મકાનમાં દરોડા પાડીને ૫૨ મિલિયન પાઉન્ડ (૬૮ મિલિયન ડોલર- ભારતીય ચલણમાં રૂ. ૨૦૬ કરોડ, ૨ લાખ, ૫૦ હજાર)ની રોકડ રકમ મળી આવી હતી મની લોન્ડરિંગમાં કથિત સંડોવણી બદલ ૨૦ વર્ષના એક ગુજરાતી યુવકની ધરપકડ કરી છે.

ડ્રગ્સ અને ગન્સ- શસ્ત્રોની ગેરકાયદે હેરાફેરીમાં સંડોવણીના કિસ્સામાં જય પટેલ નામનો એક ગુજરાતી યુવાન ફસાયો છે અને તેના મકાનમાંથી રૂ. ૨૦૬ કરોડ, ૫૦ લાખથી વધુ રોકડ મળવી તેમજ ડ્રગ્સ અને શસ્ત્રોની ગેરકાયદે હેરાફેરીના આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં તે આરોપી હોવાની વાત વહેતી થઈ હતી.