રેલવેએ સારવાર માટે નોન-એસી કોચના આઇસોલશન વોર્ડ બનાવ્યા

રેલવેએ સારવાર માટે નોન-એસી કોચના આઇસોલશન વોર્ડ બનાવ્યા

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 28 માર્ચ 2020, શનિવાર

રેલવેએ નોન-એસી ટ્રેનોના ડબ્બાઓને કોરોનાવાઇરસના દર્દીઓ ની સારવારમાટે પ્રોટોટાઇપ આઇસોલેશન વોર્ડ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી હતી.આગામી થોડા દિવસોમાં શ્રેષ્ઠ પ્રેકટિસ બનાવી લીધા પછી દરેક ઝોન દર સપ્તાહમાં દસ કોચનું ઉત્પાદન કરશે, એમ રેલવેએ એક નિવેદનમાં કહ્યું હતું.

‘ત્યાર પછી જે ક્ષેત્રને આ કોચની જરૂર હશે અમે તેમને પુરા પાડીશું’એમ ઉત્તર રેલવેના પ્રવકતાએ કહ્યું હતું. પ્રથમ પ્રોટોટાઇપ કોચને ઉત્તક રેલવેના હરિયાણાના યમુનાનગરમાં જગધરી વર્કશોપમાં પ્રોટોટાઇપ કોચ બનાવ્યો હતો.આ હેતુ માટે લિંક હોફમેન બુશનો  ઉપયોગ કરવામાં આવ્યો હતો. આવા  સુઘેરેલા આઇસોલેશન વોર્ડ બનાવવા  કોચની મધ્યની બર્થને કોઢી નાંખવામાં આવી હતી.

કોચમાં અલગ અલગ વિભાગો બનાવવા  નીચલા બર્થને પ્લાયવુડ અને હંગામી પાર્ટિશન દ્વારા જુદા કરવામાં આવ્યા હતા.દરેક કોચમાં દસ આઇસલેશન વોર્ડ હશે, એમ નિવેદનમાં ઉમેરવામાં આવ્યું હતું.દરેક કોચમાં દવાઓ અને સારવારના સાધનો રાખવા ૨૨૦ વોલ્ટના વિજળીના પોઇન્ટ પણ મૂકાયા હતા. કાપડના પરદા દ્વારા એક દર્દીને બીજા દર્દીથી અલગ રાખવામાં આવશે.

 રેલવે દ્વારા બહારથી ૪૧૫ વોલ્ટના સપ્લાય માટે પણ જોગવાઇ કરાઇ હતી.દરેક કોચના શૌચાલયોમાં યોગ્ય ફલોરિંગ અને ટોઇલેટ પેનને કાઢી તેને બાથરૂમમાં ફેરવી દેવામાં આવ્યા હતા. ઉપરાંત  હેન્ડ શોવર, એક બાલદી અને મગ પણ રાખવામાં આવ્યા છે. તદ ઉપરાંત બોટલો રાખવા હેન્ડલ પણ ફિટ કર્યા હતા.દરેક ડબ્બામાં ચાર હોલ્ડરો હશે.