રિસર્ચ / રોડની બંને બાજુ જગ્યા છૂટે તો 50 હજાર અકસ્માત અટકાવી શકાય

રિસર્ચ / રોડની બંને બાજુ જગ્યા છૂટે તો 50 હજાર અકસ્માત અટકાવી શકાય

  • સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો અભ્યાસ
  • સરકારે 2015થી 18ની વચ્ચે 23 રાજ્યમાં આશરે 8 હજાર નવા બ્લેક સ્પોટ શોધ્યા

શરદ પાંડેય, નવી દિલ્હી: માર્ગ નિર્માણ દરમિયાન ગાઇડલાઇનનો પૂર્ણ રીતે પાલન થાય તો દર વર્ષે 50 હજાર માર્ગ અકસ્માત અટકી શકાય છે. તેનાથી થતાં 19 હજાર મોતની સંખ્યા પણ ઘટાડી શકાય છે. સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે પણ માન્યું કે આરઓડબ્લ્યૂ (રોડની બંને સાઇડની સ્પેસ) ઓછી હોવા પણ અકસ્માતોનું મુખ્ય કારણ છે.
સર્વિસ લેનનું ટ્રાફિક હાઇવે પર આવી જાય છે, જેનાથી અકસ્માત વધી જાય છે
સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના બ્લેક સ્પોટ વિભાગના વિજ્ઞાની ડો. એસ વેલમુરુગને જણાવ્યું કે આરઓડબ્લ્યુ 45થી 60 મીટર રખાય છે. જેનાથી સ્થાનિક ટ્રાફિક સેવા લેનમાંથી નીકળી જાય. પરંતુ તે ઓછી કરે નાંખે છે. તેથી સર્વિસ લેનનું ટ્રાફિક હાઇવે પર આવી જાય છે. જેનાથી અકસ્માત વધી જાય છે. કેન્દ્રીય માર્ગ પરિવહન રાજ્યમંત્રી જનરલ વીકે સિંહએ જણાવ્યું કે સરકારે આરઓડબ્લ્યુ સંબંધિત સૂચનાઓનું પૂર્ણપણે પાલન ન કરવાના મામલે નોંધ લીધી છે. માર્ગ પરિવહન મંત્રાલયને આ અંગે આદેશ પણ આપી દેવાયા છે.
23 રાજ્યમાં 8000 નવા બ્લેક સ્પોટ
સરકારે 2015થી 18ની વચ્ચે 23 રાજ્યમાં આશરે 8 હજાર નવા બ્લેક સ્પોટ શોધ્યા છે.