રિપોર્ટ / 51 ટકા ભારતીય ઈચ્છે છે કે અર્થતંત્ર શરૂ કરવું જોઈએ, ગભરાય પણ છે

રિપોર્ટ / 51 ટકા ભારતીય ઈચ્છે છે કે અર્થતંત્ર શરૂ કરવું જોઈએ, ગભરાય પણ છે

  • લૉકડાઉન અંગે માર્કેટ રિસર્ચ એજન્સી ઈપ્સોસનો રિપોર્ટ
  • ભારત, અમેરિકા, બ્રિટન સહિત 14 દેશોમાં લોકોના અભિપ્રાય જાણ્યા

વોશિંગ્ટન. કોરોનાના કેર વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે શું લૉકડાઉનનો અંત લાવી અર્થતંત્રને ફરી ખોલી દેવું જોઈએ? દુનિયાભરના લોકોએ આ મામલે અલગ અલગ અભિપ્રાય અને ભાવનાઓ વ્યક્ત કરી. ભારતીયોની વાત કરીએ તો 51 ટકા ભારતીયો કહે છે કે કોરોનાને સંપૂર્ણપણે ખતમ કર્યા વિના જ અર્થતંત્ર ખોલી દેવું જોઇએ. તેમાં સૌથી વધુ 60 ટકા રશિયાના છે. દરમિયાન ઘરથી બહાર નીકળવા અંગે મોટાભાગના લોકોમાં ગભરાટ છે. 
આ 14 દેશ સામેલ  
ઓસ્ટ્રેલિયા, બ્રિટન, ચીન, બ્રાઝીલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, રશિયા, ભારત, ઈટાલી, જાપાન, મેક્સિકો, સ્પેન, અમેરિકા.
અહીં 50 ટકા ઈચ્છે છે કે બધું ખૂલી જાય 
ક્યારેક સૌથી વધુ પ્રભાવિત ઈટાલી અને જર્મનીમાં પણ 50 ટકાથી વધુ લોકો લૉકડાઉન ખોલવાના પક્ષમાં છે. રશિયામાં સૌથી વધુ 60 ટકા લોકોએ ઈકોનોમી ખોલવાની વાત કહી. 

દેશ સમર્થન
રશિયા60%
ચીન58%
ઈટાલી53%
ભારત51%
જર્મની50%

અહીં 60% લૉકડાઉનની તરફેણમાં

બ્રિટનમાં 10માંથી 7 લોકો લૉકડાઉનના પક્ષમાં છે, જ્યારે અમેરિકામાં 10માંથી 6 લોકો. સ્પેન, ઓસ્ટ્રેલિયા અને મેક્સિકોમાં પણ મોટાભાગના લોકોએ અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

દેશલોકો 
બ્રિટન 70%
મેક્સિકો65%
સ્પેન 61%
ઓસ્ટ્રેલિયા61%
અમેરિકા59%