રાહુલ ગાંધી જોતા રહી ગયા, 370 હટ્યા બાદ પહેલીવાર કાશ્મીર પહોંચ્યા વિરોધ પક્ષનાં આ નેતા

રાહુલ ગાંધી જોતા રહી ગયા, 370 હટ્યા બાદ પહેલીવાર કાશ્મીર પહોંચ્યા વિરોધ પક્ષનાં આ નેતા

માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ) નેતા સીતારામ યેચુરીએ ગુરૂવારનાં સઘન સુરક્ષા વચ્ચે પાર્ટીનાં બીમાર ધરાસભ્ય યૂસુફ તારિગામી સાથે શ્રીનગરમાં મુલાકાત કરી. તારિગામીને અહીં નજરબંધ રાખવામાં આવ્યા છે. કલમ-370નાં રદ્દ થયા બાદ કોઈ પણ વિરોધ પક્ષનાં નેતાની કાશ્મીરમાં આ પહેલી કાશ્મીર યાત્રા છે. યેચુરી અહીં 10 કારોનાં સુરક્ષા કાફલાની સાથે એરપોર્ટથી રવાના થયા અને બપોરનાં સમયે તારિગામીનાં ગુપકાર રોડ સ્થિત નિવાસ્થાને મળવા પહોંચ્યા હતા. મીડિયાને તારિગામીનાં નિવાસસ્થાનેથી નજીક જતા રોકવામાં આવ્યું હતુ.

આ પહેલા કાશ્મીર જવાનો પ્રયત્ન કરી ચુક્યા હતા યેચુરી

તારિગામીનાં ઘરની પાસે સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં આવન-જાવનને પ્રતિબંધિત કરવા કોન્સર્ટિના તારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. યેચુરીએ તારિગામીનાં ઘરે કેટલાક કલાક પસાર કર્યા કલમ-370નાં ખત્મ થયા બાદ તારિગામીને મળવા માટે યેચુરી પહેલા પણ કાશ્મીર આવવાનો પ્રયત્ન કરી ચુક્યા છે, પરંતુ તે સમયે તેમને રાજ્યમાં પ્રવેશવાથી રોકી દેવામાં આવ્યા હતા અને શ્રીનગર એરપોર્ટથી તેમને દિલ્લી પરત મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ સુપ્રીમ કૉર્ટનાં હસ્તક્ષેપ બાદ યેચુરીને તારિગામીને મળવાની પરવાનગી મળી.

વિરોધ પક્ષનાં વરિષ્ઠ નેતાઓને શ્રીનગર એરપોર્ટ પરથી પાછા મોકલાયા હતા

સૂત્રોનું કહેવું છે કે યેચુરીને તેમની કાશ્મીર યાત્રા દરમિયાન કોઈપણ રાજકીય ગતિવિધિમાં સામેલ થવાની પરવાનગી નહી આપવામાં આવે. પૂર્વ મુખ્યમંત્રીઓ મહેબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લા સહિત ઘણા મુખ્ય પ્રવાહનાં રાજકીય નેતાઓને કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. ફારૂક અબ્દુલ્લા પણ નજરબંધ છે. આ પહેલા કલમ-370ની નિષ્ક્રિય કરવામાં આવ્યા બાદ કૉંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત દિલ્લીનાં વરિષ્ઠ વિરોધ