રામાયણ સિરિયલ કેમ ચાલું કરવી પડી! અડધી દુનિયાનો અંત આવવાનો છે એટલે લોકો ધર્મ તરફ વળ્યા….

રામાયણ સિરિયલ કેમ ચાલું કરવી પડી! અડધી દુનિયાનો અંત આવવાનો છે એટલે લોકો ધર્મ તરફ વળ્યા….

કોરોનાના ભયાનક ખોફ અને ત્રણ સપ્તાહના લોકડાઉનને કારણે ઘરમાં નજરકેદ સ્થિતિમાં મુકાઈ ગયેલા અસંખ્ય લોકો ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે જાણે દુનિયા આખીમાં પ્રલય થતા મારા પરિવારનું શું થશે ? મારા ધંધાનું શું થશે ?

દુનિયાનો હવે અંત આવી જશે તેવા અનેક પ્રશ્નો તેમના મનમાં સંતાડીને મગજ પરનો કાબૂ ગુમાવી દેવાની સ્થિતિએ આવી પહોંચ્યા છે તેમનું શહેરના અનેક મનોચિકિત્સકો કાઉન્સેલિંગ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદના જાણીતા નિષ્ણાત મનોચિકિત્સક ડો. સ્પંદન ઠાકોર કેટલાક આવા લોકોની સારવાર કહો કે, કાઉન્સેલિંગ કરી રહ્યા છે તે કિસ્સા ગંભીર અને અજીબોગરીબ છે. જે નીચે મુજબ છે.

એટલે રામાયણ શરૂ કર્યું

ડિપ્રેશનનો ભોગ બનેલી એક વ્યક્તિ એમ કહી રહી છે કે, કોરોનાના જીવજંતુ માણસના જીવ લઈને જશે, ધંધા બંધ થઈ ગયા છે પણ બધંુ જ બંધ થઈ જવાનું છે. અડધી દુનિયાનો અંત ખૂબ નજીક છે એટલે જ સરકારે રામાયણ સિરિયલ શરૂ કરી છે જેથી આપણે રામરામ ભજતા ભજતા ઉપર જઈએ.

ચલણી નોટ ધૂએ છે

એક કેન્સરગ્રસ્ત દર્દીને એવો ભય હતો કે, તેના આખાયે શરીરમાં કેન્સર ફેલાઈ જશે તેથી તે રોજ પોતાના કપડાં ધુએ, પર્સ ધૂએ અને પર્સમાં જેટલા રૂ.ની નોટ હોય તે ધૂએ… હવે આ દર્દીને કોરોનાનો એટલો બધો ડર લાગી રહ્યો છે કે, કપડાં ધૂએ છે અને સેનેટાઇ-ઝર માટે હાથ બે-ત્રણ વખત નહીં પંદર-વીસ વખત ધોયા પછી પણ સતત ચાલુ રાખે છે.

પાણી ખલ્લાસ

મારા શરીરમાં કોરોનાના કીટાણુ ઘૂસી ગયા છે એમ સતત બોલતો રહેતો એક યુવાન બાથરૂમમાં જઈ ઘડી ઘડી સ્નાન કરે છે એ સ્નાન એવું કરે છે કે, પાણીની ડોલ નહીં ટાંકી ખલાસ થઈ જાય છે અને દરેક સ્નાન વખતે સાબુની એક આખી ગોટી ખલાસ થઈ જાય છે. તે રોક્યો રોકાતો નથી અને કોરોનાના કીટાણુ મારા શરીરમાંથી જતા નથી તેને કાઢો જ કાઢો… એમ બબડયા કરે છે.

ધર્મ તરફ વળ્યા

જ્યારે કેટલાક ધર્મ તરફ વળ્યા યોગ કરો તો કોરોના દૂર થશે, ભગવાનને નમસ્કાર કરો, શિવજીની પૂજા કરો તેવા રટણ કરતા કરતા પાછા મને તો કોરોના નહીં થાયને તેવા ડરથી આખી રાત ઊંઘતા નથી, આ પણ એક પ્રકારના ડિપ્રેશનની અવસ્થા છે.

કર્મચારીઓના પગાર કરવા એક દિવસ ઓફિસો, દુકાનો ખોલવા દેવા રજૂઆત

લોકડાઉનની પરિસ્થિતિમાં કર્મચારીઓના પગાર કરી શકાય તે હેતુસર એક દિવસ ઓફિસો, શોપ્સના માલિકોને ૩ કલાક માટે મુક્તિ આપવા ય્ઝ્રઝ્રૈં દ્વારા માંગણી કરાઈ છે. ખાનગી કંપની, ઓફિસોમાં ફરજ બજાવતા કર્મચારીઓના પગાર કાપવા નહીં તેવી સરકાર સૂચના આપી છે.

તમામ કર્મચારીઓ ડિજિટલ બેકિંગ વ્યવહાર કરતા ન હોવાથી તેમના પગાર કરી શકાય તે માટે તા. ૧ એપ્રિલથી તા.૭ એપ્રિલ દરમિયાન એક દિવસ માટે ત્રણ કલાક માટે માલિકો, એકાઉન્ટન્ટ, વગેરેને ઓફિસ, દુકાન ખોલવાની મંજૂરી આપવાની માગ સાથે અમદાવાદ જિલ્લા કલેક્ટર કે. કે. નીરાલા  અને અમદાવાદ શહેરના પોલીસ કમિશનર આશિષ ભાટિયા સમક્ષ રજૂઆત કરી છે.