રાફેલની આસપાસ 60KMમાં કોઈ આવ્યું તેનો ખેલ ખલ્લાસ, ‘નો એસ્કેપ ઝોન’ દુનિયામાં નંબર-1

રાફેલની આસપાસ 60KMમાં કોઈ આવ્યું તેનો ખેલ ખલ્લાસ, ‘નો એસ્કેપ ઝોન’ દુનિયામાં નંબર-1

આખરે વર્ષોની ઈંતેજારી બાદ રાફેલ યુદ્ધ વિમાન ભારત આવી પહોંચ્યું છે. ફ્રાંસથી પહેલા જથ્થામાં 5 રાફેલ યુદ્ધ વિમાનો ભારતના અંબાલા એરબેઝ પર લેન્ડ થયા હતાં. એરચીફ માર્શલા આરલેએસ ભદોરીયા રાફેલને રિસિવ કરવા પહોંચ્યા હતાં. લેન્ડ થતાની સાથે જ રાફેલને વોટર કેનન સેલ્યુટથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાફેલ યુદ્ધ વિમાનને હવાઈ યોદ્ધો માનવામાં આવે છે. તે પાકિસ્તાની એરફોર્સના તો તમામ અને ચીનના પાંચમી પેઢીના J-20 ચાંગડુ યુદ્ધ વિમાનને પણ આકરી ટક્કર આપવા સક્ષમ છે. રાફેલ કેટલુ ઘાતક છે તેની વિગતે જાણકારી ભારતના રક્ષા નિષ્ણાંતોએ આપી હતી. એર માર્શલ અનિલ ચોપડા (રિટા.) કે જે એર ઓફિસર ઈંચાર્જ પર્સનલ રહી ચુક્યા છે અને એમઆઈજી-21 અને મિરાજ યુદ્ધ વિમાનના પાયલટ રહી ચુક્યા છે. એર માર્શલ પીએસ અહલૂવાલિયા (રિટા.), પૂર્વ એર ઓફિસર કમાંડિંગ ઈન ચીફ, વેસ્ટર્ન એર કમાંડ, ફાઈટર પાઈલટ અને એર માર્શલ નિર્દોષ ત્યાગી (રિટા.), પૂર્વ વાઈસ ચીફ ઓફ એર સ્ટાફ, ફાઈટર પાઈલટએ વિસ્તારપૂર્વક સમજાવ્યું હતું.

રાફેલનો ‘નો એસ્કેપ ઝોન’ જોરદાર

ડિફેંસ એક્સપર્ટ અનિલ ચોપડાએ કહ્યું હતું કે, અંબાલાનું રણનૈતિક મહત્વ ઘણું વધારે છે. રાફેલમાં લાગેલી મિટિયોર મિસાઈલનો 60નો કિલોમીટરનો નો એસ્કેલ ઝોન છે. તેનો અર્થ એ થયો કે દુશ્મનનું કોઈ પણ જહાજ 60 કિલોમીટરની અંદર આવી ગયા બાદ તે ગમે તે કરે પણ તેના બચવાની શક્યતા નહિવત છે. આ પ્રકારનો નો એસ્કેપ ઝોન બીજી કોઈ પણ દેશની મિસાઈલ પાસે નથી જે માત્ર રાફેલ પાસે જ છે. તેવી જ રીતે સ્કાલ્પ મિસાઈલથી જ અંબાલામાં બેઠા બેઠા જ 540 કિલોમીટર દૂરથીઅ જ દુશ્મનને નેસ્તોનાબુત કરી શકાય છે.

આ ઉપરાંત 60 કિલોમીટરની રેંજ ધરાવતી હેમર મિસાઈલ પણ રાફેલમાં ફિટ કરવામાં આવી છે. જે પ્રકારની સ્થિતિ લદ્દાખમાં ઉભી થઈ છે તેને ધ્યાનમાં રાખતા હેમર મિસાઈલ ખુબ જ ઉપયોગી સાબિત થશે. દુશ્મનના હેડક્વાર્ટર કે બ્રિજને તોડી પાડવા આ ટાર્ગેટને હેમર મિસાઈલ હિટ કરી શકે છે.

ડિફેંસ એક્સપર્ટ એર માર્શલ નિર્દોષ ત્યાગીએ કહ્યું હતું કે, રાફેલના ઈલેક્ટ્રોનિક વોરફેર અને રફાર ખુબ જ આધુનિક છે. રાફેલ આગળ ચીનની ક્ષમતા વામની છે. ચીનનું J-20 ચાંગડુ એન્જિન બાબતે પણ રાફેલ કરતા પાછળ છે. રાફેલ જેટ્સની બનાવટ જ એવી છે કે, તેને રડારમાં પકડવું મુશ્કેલ છે. ગ્રાઉન્ડ અટેક અને એર અટેક એમ બંને મામલે રાફેલ યુદ્ધ વિમાન ખુબ પાવરધુ છે. ( Source – Sandesh )