રાત્રે ૯ વાગ્યા પછી લગ્નપ્રસંગ કે અન્ય કાર્યક્રમને મંજૂરી નહીં : CP

રાત્રે ૯ વાગ્યા પછી લગ્નપ્રસંગ કે અન્ય કાર્યક્રમને મંજૂરી નહીં : CP

અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું કે, શહેરમાં સોમવારે સવારે ૬ વાગ્યે કર્ફ્યૂ પૂરો થશે, પરંતુ રાત્રે ૯ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધીનો રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે. તેઓએ જણાવ્યુ કે, હાલના સંજોગોમાં રાત્રિના નવ વાગ્યા પછી કોઇ પણ કાર્યક્રમ કે લગ્ન પ્રસંગ યોજી શકાશે નહી. બે દિવસમાં જાહેરનામાં ભંગના ૫૯૬ કેસ પોલીસ ચોંપડે નોંધાયા છે. જેમાંથી ૬૪૧ લોકોની અટકાયત કરાઈ છે. જેમાંથી એક શખ્સને કોરોના પોઝિટીવ છે.

કરફ્યુ દરમિયાન બે દિવસમાં શહેરમાંથી ૭૨ લોકોએ લગ્ન માટે  પોલીસની મંજૂરી માંગી છે. પરંતુ રાત્રીના નવ વાગ્યા બાદ કોઈ  લગ્ન પ્રસંગ કે અન્ય કોઇ કાર્યક્રમને મંજૂરી અપાશે  નહી. પોલીસ કમિશનરે શહેરના જૂદા જૂદા વિસ્તારોની  મુલાકત લીધી હતી.

૮ માસમાં જાહેરનામાના ભંગના ૩૦,૮૫૧ કેસ નોંધાયા

પોલીસે મહામારીના સમયગાળામાં  છેલ્લા આઠ મહિનામાં  જાહેરનામાં ભંગના કુલ ૩૦૮૫૧ કેસ કર્યા છે. ૩૯૫૨૭ લોકોની અટકાયત કરી છે. જેમાં કોવિડ સંદર્ભે નોંધેલ હંગામા ભંગના કેસો ૫૫ સામે ૨૩૪ લોકોની અટકાયત કરી છે. ડિઝાસ્ટર એક્ટ અંતર્ગત ૧૫૬૮૯ કેસ કરીને ૧૬૫૨૮ લોકોને ઝડપી પાડયા છે. ૬૪૧૩૫ વાહનો ડિટેઇન કરી રૂ.૧૫ કરોડથી વધુ દંડ વસુલ્યો છે. ૨૬૮૨૩૮ લોકો પાસે માસ્ક પેનલ્ટી પેટે રૂ.૧૩.૪૦ કરોડથી વધારે દંડ વસુલ્યો છે.