રાણીપ રેલવે ઓવરબ્રિજનું નામ ‘આત્મનિર્ભર ગુજરાત’, 2 વર્ષમાં બનેલા 5 ફ્લાયઓવરનું નામકરણ

રાણીપ રેલવે ઓવરબ્રિજનું નામ ‘આત્મનિર્ભર ગુજરાત’, 2 વર્ષમાં બનેલા 5 ફ્લાયઓવરનું નામકરણ

અમદાવાદ. મ્યુનિ.એ છેલ્લા 2 વર્ષમાં બનેલા શહેરના 5 ઓવરબ્રિજનું નામકરણ કર્યું છે. રેલવેના સહયોગથી બનેલા રાણીપના ઓવરબ્રિજને આત્મનિર્ભર ગુજરાત નામ આપવામાં આવ્યું છે. મ્યુનિ.એ 2 બ્રિજને ઐતિહાસિક પાત્રોના અને 2 બ્રિજને ભાજપના નેતાઓના નામ આપ્યા છે.

ઇન્કમટેક્સ ફ્લાયઓ‌વર અને અંજલિ ફ્લાયઓવરનું ઉદઘાટન ગયા વર્ષે જૂન અને ઓક્ટોબરમાં થયું હતું. રાણીપના ઓવરબ્રિજનું ઉદઘાટન જૂન 2018માં થયું હતું. જ્યારે દિનેશ ચેમ્બર અને હાટકેશ્વર ફ્લાય ઓવરબ્રીજનું ઉદઘાટન 2017 અને 2018માં કરવામાં આવ્યું હતું.

અંજલિબ્રિજને સુષ્મા સ્વરાજનું નામ અપાયું

બ્રિજનામકરણખર્ચ
દિનેશ ચેમ્બર, બાપુનગરમહારાણા પ્રતાપ40 કરોડ
હાટકેશ્વર ચાર રસ્તાછત્રપતિ શિવાજી મહારાજ34.5 કરોડ
રાણીપ રેલવે ઓવરબ્રિજઆત્મનિર્ભર ગુજરાત59 કરોડ
ઇનકમટેક્સ ફ્લાયઓવરસ્વ. અરૂણ જેટલી58 કરોડ
અંજલિ ફ્લાયઓવરસ્વ. સુષ્મા સ્વરાજ88 કરોડ

​​​​