રથયાત્રાની 142 વર્ષની પરંપરા તૂટી, ઈતિહાસમાં પહેલીવાર રથ મંદિરની બહાર નહીં જાય

રથયાત્રાની 142 વર્ષની પરંપરા તૂટી, ઈતિહાસમાં પહેલીવાર રથ મંદિરની બહાર નહીં જાય

કોરોના મહામારીને કારણે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદની સુપ્રસિદ્ધ રથયાત્રા રદ કરવાનો નિર્ણય કર્યો છે. જે બાદ આજે સાંજ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ડીજીપી શિવાનંદ ઝા, અમદાવાદ સીપી સહિત મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજાઈ હતી.

જો કે બેઠક બાદ જગન્નાથ મંદિરનાં મંહત દિલીપદાસજીએ ભાવુક થઈને જણાવ્યું કે, આ વખતે મંદિર રથયાત્રા કાઢશે નહીં. માત્ર મંદિરમાં પૂજા અને અર્ચના કરવામાં આવશે. તો તેઓએ એમ પણ જણાવ્યું હતું કરે, પહિંદ વિધિ માટે સીએમ રૂપાણી અને ગૃહમંત્રી અમિત શાહને આમંત્રણ પાઠવવામાં આવશે .

લોકો ઘરે બેસીને દર્શન કરે. ભક્તો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. અષાઢી બીજના દિવસે મંગળા આરતી અને પહિંદ વિધિ કરવામાં આવશે. અને રથને મંદિર પરિસરમાં ફેરવવામાં આવશે. રથયાત્રા રદ કરવાના નિર્ણય કહેતાં મહંત દિલીપદાસજી ભાવુક થઈ ગયા હતા.