રંગભેદનો વિરોધ / અમેરિકાના 140 શહેરોમાં પહોંચી અશ્વેતોની લડાઈ

રંગભેદનો વિરોધ / અમેરિકાના 140 શહેરોમાં પહોંચી અશ્વેતોની લડાઈ

13 દિવસથી દેખાવ, પહેલા હિંસા કરી, હવે શાંતિપૂર્ણ રેલીઓના માર્ગે આગળ વધ્યા

વોશિંગ્ટન. અમેરિકામાં રંગભેદ વિરુદ્ધ દેખાવ શાંત થવાનું નામ નથી લઈ રહ્યાં. અમેરિકી-આફ્રિકી અશ્વેત જ્યોર્જ ફ્લૉઈડનું પોલીસની પ્રતાડનાથી 25 મેના રોજ મૃત્યુ થયું હતું. ત્યારથી અત્યાર સુધી દેશના 21 રાજ્યોના 140 શહેરોમાં દેખાવ થઈ ચૂક્યા છે. શરૂઆતમાં આ દેખાવ હિંસક બન્યા. હવે વોશિંગ્ટન, ન્યુયોર્ક જેવા શહેરોમાં શાંતિપૂર્ણ રેલીઓ યોજવામાં આવી રહી છે. વોશિંગ્ટનમાં હજારો દેખાવકારો ગરમી અને ઉકળાટ વચ્ચે કેપિટોલ, નેશનલ મોલ અને આજુબાજુના વિસ્તારમાં ઉમટ્યાં હતાં. તેમણે પોલીસ દ્વારા ગળે ટૂંપો આપી પકડવાની રીત પર પ્રતિબંધ મૂકવાની માગ કરી. સાથે જ કહ્યું કે પોલીસકર્મીઓ માટે શરીર પર કેમેરા લગાવવા ફરજિયાત કરવામાં આવે.
શ્વેત દેખાવકારોએ પણ અશ્વેતોના સમર્થનમાં પોસ્ટર લહેરાવ્યા
વોશિંગ્ટનની રેલી અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વિટ કરી કે અનુમાન કરતાં પણ ઓછી ભીડ આવી. જોકે અનેક સમૂહોએ વ્હાઈટ હાઉસ તરફ કૂચ કરી હતી. ટ્રમ્પના ગોલ્ફ રિસોર્ટની બહાર પર દેખાવકારો એકજૂટ થયા હતા. ન્યુયોર્કમાં શ્વેત દેખાવકારોએ પણ અશ્વેતોના સમર્થનમાં પોસ્ટર લહેરાવ્યા હતા. તેના પર લખ્યું કે અશ્વેતોનો જીવ મહત્ત્વ ધરાવે છે. તંત્રએ ન્યુયોર્કમાં કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય પાછો લઈ લીધો છે. નોર્થ કેરોલીનામાં લોકો ફ્લાૅઈડના શબવાળા સોનેરી તાબૂતની ઝાંખી મેળવવા માટે કલાકો રાહ જોતા રહ્યા. બીજી બાજુ સિએટલમાં દેખાવકારોએ પોલીસ પર પથ્થર, બોટલો અને વિસ્ફોટક ફેંક્યા હતા. તેમાં અમુક પોલીસકર્મી ઘવાયા હતા. પોલીસે દેખાવકારો પર ચિલી સ્પ્રેનો છંટકાવ કર્યો હતો. ફ્લૉઈડનો શબ હવે હ્યુસ્ટનમાં લઈ જવાશે. ત્યાં પહેલા રહેતા હતા. 
દેખાવને લીધે રોડ પર કચરો, યુવકે સફાઈ કર્યુ
બફેલો શહેરમાં દેખાવકારોએ બોમ્બ અને અન્ય વસ્તુઓ ફેંકી હતી. સામાન પણ બાળ્યું. જેના કારણે કચરો ફેલાઈ ગયો હતો. તેને એક યુવક એન્ટોનિયો ગ્વિન જૂનિયરે સતત 10 કલાકમાં સાફ કર્યો. તેના પર લોકોએ તેને લાલ મસ્ટેંગ કાર ગિફ્ટ કરી હતી. બફેલોની એક કોલેજે ગ્વિનને સ્કોલરશિપ પણ આપવાની જાહેરાત કરી છે. 
બાળકીએ કહ્યું- શું અમને ગોળી મારી દેશો? પોલીસે કહ્યું- સુરક્ષા કરીશું
હ્યુસ્ટનમાં દેખાવકારો વચ્ચે ઊભેલી 5 વર્ષની બાળકી રડી રહી હતી. એક પોલીસકર્મીએ તેને ચુપ કરાવવા પ્રયાસ કર્યો. તેના પર બાળકીએ કહ્યું કે શું તમે અમને ગોળી મારી દેશો?  તેના પર પોલીસકર્મીએ બાળકીને ખોળામાં લઈ કહ્યું કે અમે તમારી સુરક્ષા માટે છીએ. તમને કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે. તમે ડરશો નહીં. આ ઘટનાનો વીડિયો પર સામે આવ્યો હતો. 
દુનિયા : 10 દેશોમાં દેખાવ, બ્રિટનમાં 14 જવાન ઘવાયા
જાતિવાદ વિરુદ્ધ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન, ફ્રાન્સ અને બ્રિટન સહિત 10 દેશોમાં દેખાવ થઇ રહ્યાં છે. બ્રિટનની રાજધાની લંડનમાં શનિવારે હિંસક દેખાવ થયા. દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો. તેમાં 14 જવાન ઘવાયા હતા. દેખાવકારોએ બેનરો પર લખ્યું કે કોરોના વાઈરથી મોટો વાઈરસ જાતિવાદ છે. ઓસ્ટ્રેલિયાના સિડની, મેલબોર્ન, ફ્રાન્સના પેરિસ અને જાપાનના ટોક્યોમાં પણ દેખાવ કરાયા હતા.