યુએસ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા H-1B વિઝા ફીમાં વધારાને મંજૂરી અપાઈ

યુએસ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા H-1B વિઝા ફીમાં વધારાને મંજૂરી અપાઈ

। વોશિંગ્ટન  ।

અમેરિકાનાં ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા નોન ઇમિગ્રન્ટ વર્ક વિઝા માટે H-૧B વિઝા ફીમાં કરવામાં આવેલા વધારાને મંજૂરી આપવામાં આવી છે. વિઝા ફીનો આ વધારો ચાલુ વર્ષે ઓક્ટોબરથી અમલમાં આવશે. વિઝા પ્રોસેસની કામગીરી સંભાળતા યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) કે જે વિઝા ફીની આવક પર અવલંબન રાખે છે તેણે કોરોનાને કારણે વિઝા પ્રોસેસિંગમાં નોંધપાત્ર ઘટાડો થવાને કારણે યુએસ સંસદ પાસે ૧.૨ અબજ ડોલરની ઇમરજન્સી ફંડિંગની સહાય માગી છે.

ઓક્ટોબરથી સરેરાશ ૨૦ ટકા વધુ ફી ચૂકવવી પડશે

નવા ફી શિડયુલ મુજબ જે માલિકો હવે વિઝા અરજી ફાઈલ કરશે તેમણે ઓક્ટોબરથી સરેરાશ ૨૦ ટકા વધુ ફી ચૂકવવી પડશે. વિઝા અરજીનાં ખર્ચમાં સંભવિત વધારાને સરભર કરવા ફીમાં વધારો કરાયો હોવાનું મનાય છે.

હાઇસ્કિલ H-૧B વિઝા માટેની ફી ૨૧ ટકા વધીને ૫૫૫ ડોલર થશે

હાઇસ્કિલ H-૧B વિઝા માટેની ફી ૨૧ ટકા વધીને કુલ ૫૫૫ ડોલર થશે જ્યારે ન્ વિઝા એટલે કે ઇન્ટ્રા કંપની ટ્રાન્સફર માટેની વિઝા ફી ૭૫ ટકાનાં તોતિંગ વધારા સાથે ૮૫૦ ડોલર કરાઈ છે. દરેક વિઝા એક્સ્ટેન્શન માટે વધારાનાં ૪,૦૦૦ ડોલરથી ૪,૫૦૦ ડોલર ચૂકવવા પડશે.