મોદી સરકારનો મોટો નિર્ણય – અનેક બેંકોનું થશે વિલીનીકરણ, હવે માત્ર 12 જ બેંકો સરકારી

મોદી સરકારનો મોટો નિર્ણય – અનેક બેંકોનું થશે વિલીનીકરણ, હવે માત્ર 12 જ બેંકો સરકારી

ભારતીય ઇકોનૉમીની ધીમી ગતિને દૂર કરવા માટે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ એક વાર ફરી મીડિયા સામે આવ્યા. આ દરમિયાન તેમણે કહ્યું કે, “અમારી સરકાર 5 ટ્રિલિયન ડૉલરની ઇકોનૉમી બનાવવાનાં પ્રયાસમાં છે.” તેમણે બેન્કિંગ સેક્ટરને લઇને કહ્યું કે લોકોનાં હિતમાં નિર્ણય લેવામાં આવી રહ્યા છે.

કેનરા બેંક અને સિંડિકેટ બેંકનાં વિલયની પણ જાહેરાત 

નિર્મલા સીતારમણે પંજાબ નેશનલ બેંક, યૂનાઇટેડ બેંક ઑફ ઇન્ડિયા અને ઓરિએન્ટલ બેંકનાં વિલયની જાહેરાત કરી. આ વિલય બાદ પીએનબી દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક બની ગઇ છે. આ ઉપરાંત નિર્મલા સીતારમણે કેનરા બેંક અને સિંડિકેટ બેંકનાં વિલયની પણ જાહેરાત કરી છે. નિર્મલા સીતારમણે જણાવ્યું કે, “યૂનિયન બેંક ઑફ ઇન્ડિયા, આંધ્રા બેંક અને કૉર્પોરેશન બેંકનું પણ વિલીનીકરણ થશે. આ ઉપરાંત ઇન્ડિયન બેંકમાં ઇલાહાબાદ બેંકનાં વિલીનીકરણની પણ જાહેરાત કરવામાં આવી છે. આ વિલય બાદ દેશને સાતમી મોટી પીએસયૂ બેંક મળશે. નાણાં મંત્રીની જાહેરાત બાદ 12 PSBs બેંક રહી ગઇ છે. આ પહેલા વર્ષ 2017માં પબ્લિક સેક્ટની 27 બેંકો હતી.

બેંકોનાં ગ્રોસ એનપીએમાં ઘટાડો આવ્યો 

તેમણે કહ્યું કે, “સરકારે એનબીએફસીનાં સમર્થન માટે ઘણા ઉપાય કર્યા છે. સરકારનું ધ્યાન બેન્કિંગ સેક્ટરને મજબૂત કરવા પર છે. 8 સરકારી બેંકોએ રીપો રેટ લિંક્ડ લોન લૉન્ચ કર્યું છે. દેવાની વહેંચણીમાં સુધાર લાવવો સરકારની પ્રાથમિકતા છે. બેંકોનાં ગ્રોસ એનપીએમાં ઘટાડો આવ્યો છે અને તેમની સંપત્તિઓમાં સુધાર થયો છે.”

 ભાગેડૂઓની સંપત્તિ દ્વારા રિકવરી ચાલુ છે.

નિર્મલા સીતારમણે વધુમાં જણાવ્યું કે 18માંથી 14 સરાકરી બેંક પ્રોફિટમાં છે. તેમણે જણાવ્યું કે હાઉસિંગ ફાઇનાન્સને 3300 કરોડ રૂપિયાનો સરકાર સપોર્ટ કરશે. તેમણે આગળ કહ્યું કે અત્યાર સુધી 3 લાખથી વધારે શેલ કંપનીઓ બંધ થઇ ચુકી છે. તેમણે નીરવ મોદીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભાગેડૂઓની સંપત્તિ દ્વારા રિકવરી ચાલુ છે. આ પહેલા દિવસભર દબાવમાં ચાલી રહેલા વેપાર કરનારા ભારતીય શેર બજારને નિર્મલા સીતારમણની પ્રેસ કૉન્ફરન્સથી બૂસ્ટ મળ્યું.