મોતનો ભારે ડર! હવે માત્ર બેટિંગ જ નહિં બોલિંગ પણ હેલ્મેટ પહેરીને કરે છે આ ખેલાડી…Video

મોતનો ભારે ડર! હવે માત્ર બેટિંગ જ નહિં બોલિંગ પણ હેલ્મેટ પહેરીને કરે છે આ ખેલાડી…Video

ક્રિકેટના મેદાન પર સતત વધી રહેલી દુર્ઘટનાઓને લઈ હવે ખેલાડીઓ પોતાની સુરક્ષા પર વધુ ધ્યાન આપી રહ્યા છે. મોટા ભાગે બેટ્સમેનના માથા પર બોલ વાગતા તેમને ગંભીર ઇજા અથવા મોતના બનાવ સામે આવ્યા છે. પરંતુ બોલ વાગવાનો ડર બોલર અને ફિલ્ડિર્સને પણ હોય છે.

આ કારણે ન્યુઝીલેન્ડના બોલર એન્ડ્રયૂ એલિસ ક્રિકેટ મેદાન પર અકસ્માત ન થાય તે માટે હેલ્મેટ પહેરીને બોલિંગ કરે છે. હકીકતમાં, ફોર્ડ ટ્રોફીની છેલ્લી સીઝનમાં, એન્ડ્ર્યૂ એલિસને એક બોલ લાગ્યો હતો, જેના પછી તે આ સીઝનમાં સંપૂર્ણ સાવચેતી રાખે છે અને કોઈ પણ જોખમ લેવાથી બચે છે. તેથી હવે જ્યારે તે બોલિંગ કરવા આવે છે તો હેલ્મેટ પહેરીને આવે છે.

કિવિ ટીમ માટે 15 વનડે અને 5 ટી20 મેચ રમનાર એલિસ બુધવારે ફોર્ડ ટ્રોફીમાં કેન્ટરબરી અને નોર્ધન ડિસ્ટ્રિક્ટ વચ્ચે રમાયેલી મેચમાં હેલ્મેટ લઈને આવ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ ટુર્નામેન્ટની ગત સીઝનમાં એલિસના માથા પર જીત રાવલનો ઝડપી શોટ વાગ્યો હતો, બોલ તેના માથાથી ટકરાઈને બાઉન્ડ્રી પર ગયો હતો. ત્યારથી જ તે હેલ્મેટ પહેરીને બોલિંગ કરવા આવે છે.