મોટર વ્હિકલ સુધારા બિલને કેબિનેટની મંજૂરી :  ૧ લાખ સુધીનાં દંડની જોગવાઈ

મોટર વ્હિકલ સુધારા બિલને કેબિનેટની મંજૂરી : ૧ લાખ સુધીનાં દંડની જોગવાઈ

। નવી દિલ્હી ।

કેન્દ્રીય કેબિનેટ દ્વારા સોમવારે મોટર વ્હિકલ સુધારા બિલને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ટ્રાફિકનાં નિયમો તોડનાર સામે રૂ. ૧ લાખ સુધીનો દંડ કરવાની જોગવાઈ છે. ઇમર્જન્સીમાં દોડતા વાહનો જેવા કે એમ્બ્યુલન્સને રસ્તો નહીં આપવામાં આવે તો રૂ. ૧૦,૦૦૦નો દંડ કરાશે. વાહન ઓવરસ્પીડમાં ચલાવવા માટે રૂ. ૧,૦૦૦થી રૂ. ૨,૦૦૦નો દંડ કરાશે. ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોનો ભંગ કરનાર કેબ ડ્રાઇવરને રૂ. ૧ લાખ સુધીનો દંડ કરાશે. ઓવરલોડિંગ માટે રૂ.૨૦,૦૦૦નો ફાઇન લાગશે. કેબિનેટની બેઠકમાં મોટર વ્હિકલ સુધારા બિલ ઉપરાંત અન્ય ૩ મહત્ત્વનાં બિલ કન્ઝયુમર પ્રોટેક્શન બિલ, એરપોર્ટ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી બિલ તેમજ NIA સુધારા બિલને મંજૂર કરાયું હતું. સરકાર આ તમામ બિલને સંસદનાં હાલના સત્રમાં જ પસાર કરાવવા માગે છે.

ગુનાનો પ્રકાર   જૂની જોગવાઈ        નવી જોગવાઈ

ટિકિટ વગર મુસાફરી                              રૂ. ૧૦૦                                        રૂ. ૫૦૦

સત્તાવાળાઓનો આદેશ ન માનવો       રૂ. ૫૦૦                                        રૂ. ૫૦૦

બિનઅધિકૃત વાહનનો ઉપયોગ              રૂ. ૧,૦૦૦                    રૂ. ૫,૦૦૦

લાઇસન્સ વગર ડ્રાઇવિંગ         રૂ. ૫૦૦                                       રૂ. ૫,૦૦૦

લાયકાત વગર ડ્રાઇવિંગ                         રૂ. ૫૦૦                                       રૂ. ૫,૦૦૦

મોટા વાહનો હાંકવા                                 કોઈ નહીં                        રૂ. ૫,૦૦૦

ઓવર સ્પીડિંગ                                        રૂ. ૪૦૦                                 રૂ. ૧,૦૦૦ LMV માટે

ખતરનાક ડ્રાઈવિંગ પેનલ્ટી                     રૂ. ૧,૦૦૦                      રૂ. ૫,૦૦૦ સુધી

દારૂ પીઈને વાહન ચલાવવું                     રૂ. ૧,૦૦૦                      રૂ. ૫,૦૦૦ સુધી