મૂળ નડિયાદના યુવાનનું USના ન્યૂજર્સીમાં કરૂણ મોત, 24 કલાકમાં સોશિયલ મીડિયામાં એવી અફવા ઉડી કે…

મૂળ નડિયાદના યુવાનનું USના ન્યૂજર્સીમાં કરૂણ મોત, 24 કલાકમાં સોશિયલ મીડિયામાં એવી અફવા ઉડી કે…

કોરોના મહામારી વચ્ચે વિદેશોમાં વસતા અનેક ભારતીયો વાયરસના સંક્રમણના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ત્યારે ગુજરાતના નડિયાદમાં એક યુવાનનું અમેરિકાના ન્યૂજર્સીમાં મોત થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. પરંતુ આ કેસમાં યુવાનનું મોત કોરોનાના કારણે થયું કે કોઈ બીજા કારણે તે હજુ સુધી નક્કી કરાઈ શક્યું નથી. છેલ્લા 48 કલાકથી સોશિયલ મીડિયામાં આ યુવાનને લઈ અનેક ચર્ચાઓ ચાલી હતી.

આ યુવાનનું મોત કોરોનાથી થયું હોવાની અફવા જોરશોરથી ચાલી હતી, પરંતુ હજુ સુધી હકીકત નક્કી થઈ શકી નહોતી, પરંતુ થોડા સમય બાદ યુવાનનું મોત બ્રેઈન હેમરેજના કારણે થયું હોવાની પુષ્ટિ ત્યાંના આડોશી પાડોશીએ કરી હતી. જેથી પરિવારજનો ચિંતામુક્ત થયા હતા.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમેરિકામાં ન્યુજર્સીના આઇસેલીનના હાર્ડીંગ એવ. ખાતે રહેતા આતિશ પટેલ નામના યુવાન પોતાના ઘરમાં બ્રેઇન હેમરેજને કારણે બેભાન થઇને પડયા હતા. ગત્ રોજ તેમના ઘરમાંથી તેઓ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. આથી તેમને તાત્કાલિક ત્યાંની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે.

પરંતુ તેમના મોતના સમાચાર પરિવારજનોને મળે તે પહેલા સોશિયલ મીડિયામાં કોરોનાના કારણે આતિશભાઈનું મોત થયું હોવાની અફવાહ ઉડી હતી. પરંતુ આખરે તમામ હકીકત ખોટી સાબિત થઈ હતી. યુવાનનું મોત માત્ર બ્રેઇન હેમરેજથી જ થયું હોવાની અને તેના પરિવારજનો પણ હયાત હોવાની બાતમી મળી હતી.

અમેરિકામાં રહેતા આ યુવાન મૂળ નડિયાદનો વતની છે, તેના માતાપિતા અમદાવાદમાં રહે છે, તેઓનું પણ મૃત્યુ થઇ ગયું છે એવી વિગતો પણ સોશ્યલ મિડિયામાં આ યુવાનના ઘણાં ફોટાઓ અને મૃતદેહના ફોટા પણ વાઇરલ થયા હતા. પરંતુ તમામ વાતો અફવાહ સાબિત થઈ હતી.

એવું જાણવા મળી રહ્યું છે કે, નડિયાદના વતની પરંતુ અમેરિકામાં રહેતા આતિશ તેમના ઘરમાં એકલા જ રહેતા હોવાથી તેમના વિશે વધુ કોઇ વિગતો મળી આવી નથી, પરંતુ ન્યુજર્સીમાં રહેતા ભારતીય લોકોએ તેમના વિશે અમદાવાદ ખાતે રહેતા તેમના પરિવારજનોને આ સમાચાર પહોંચાડયા હતા.

આખરે 22મી તારીખે તેમની અંતિમવિધિની પૂજા અને 23મીને શનિવારે સવારે તેમના અગ્નિસંસ્કાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ એવું પણ જાણવા મળી રહ્યું છે કે, આ આશાસ્પદ યુવાને મૃત્યુ અગાઉ પોતાના શરીરના મૂલ્યવાન અંગો દાન કરવાની કાયદેસર જાહેરાત કરી છે. આથી ઓર્ગન ડોનેશનની કાર્યવાહી બાદ જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે તેમ અમેરિકાના પરિવારજનોએ જણાવ્યું છે.