‘મા અમે તૈયાર છીએ’, તારા સંતાનોને મારવા વાળા તારા કાર્યક્રમમાં આવશે તો અમે માર આપીને જ મોકલીશું’

‘મા અમે તૈયાર છીએ’, તારા સંતાનોને મારવા વાળા તારા કાર્યક્રમમાં આવશે તો અમે માર આપીને જ મોકલીશું’

મહેસાણાના ઊંઝામાં ૧૮થી ૨૨ ડિસેમ્બરે ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞાનું આયોજન કરાયું છે, આ ઉત્સવમાં રાજકીય પક્ષોના આગેવાનો પણ સામેલ થવાના છે ત્યારે કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલે સોશિયલ મીડિયા ઉપર એક સ્ટોરી અપલોડ કરીને ઉશ્કેરણી કરી છે, જેમાં લખવામાં આવ્યું છે કે, ‘મા અમે તૈયાર છીએ. તારા સંતાનોને મારવા વાળા તારા કાર્યક્રમમાં આવશે તો અમે માર આપીને જ મોકલીશું’.

આમ હાર્દિકે શાંતિમાં પલિતો ચંપાય ઉપરાંત પાટીદાર અનામત આંદોલન વખતે સમાજના યુવાનોને ગેરમાર્ગે દોર્યા હતા તે રીતે ફરી એકવાર રાજકીય રોટલા શેકવા માટે પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક પટેલે સમાજના યુવાનોને ઉશ્કેર્યા હતા, ગુજરાતમાં તોફાનો થયા અને ૧૪ જેટલા પાટીદાર યુવાનો શહીદ થયા હતા.

જોકે હવે ફરી એક વાર રાજકીય લાભ મેળવવાની ગણતરીથી હાર્દિક પટેલે સમાજના યુવાનોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હોવાનું ખુદ પાસના આગેવાનો નામ જાહેર નહિ કરવાની શરતે જણાવી રહ્યા છે.

પોતાનું અસ્તિત્ત્વ ટકાવી રાખવા માટે હાર્દિક આ રીતે હવાતિયા મારી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા દ્વારા લક્ષચંડી મહાયજ્ઞાના કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેને લઈ તંત્ર દ્વારા પણ તૈયારીઓ આદરવામાં આવી છે. જોકે હાર્દિકને ધાર્મિક કાર્યક્રમમાં પણ રાજકારણ-મારધાડ દેખાઈ રહી છે.