…માત્ર 12 કલાકમાં જ મુંબઇ થી દિલ્હી હાઇવેથી પહોંચી જવાશે, ગુજરાત સહિત આ 5 રાજ્યમાંથી થશે પસાર

…માત્ર 12 કલાકમાં જ મુંબઇ થી દિલ્હી હાઇવેથી પહોંચી જવાશે, ગુજરાત સહિત આ 5 રાજ્યમાંથી થશે પસાર

કેન્દ્ર સરકારે દિલ્હી-મુંબઈ વચ્ચે નવો હાઈવે બનાવવાની યોજના તૈયાર કરી લીધી છે. ત્રણેક વર્ષમાં આ યોજના પૂરી થયા પછી દિલ્હી-મુંબઈ વચ્ચેનું અંતર 12 કલાકમાં કાપી શકાશે. કારણ કે, આ હાઈવેથી બંને શહેર વચ્ચેનું અંતર 280 કિ.મી. ઘટી જશે.

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતીન ગડકરીએ એસોચેમ દ્વારા આયોજિત કોન્ફરન્સમાં કહ્યું કે, અમે દિલ્હી મુંબઈ વચ્ચે રૂ. 1,03,000 કરોડના ખર્ચે હાઈવે બનાવી રહ્યા છીએ. હું ખાતરીપૂર્વક કહી શકું કે, આ યોજના ત્રણ વર્ષમાં પૂરી થઈ જશે અને આ બે શહેર વચ્ચેનું અંતર 280 કિ.મી. કપાઈ જશે, જેથી તમે કારમાં ફક્ત 12 કલાકમાં આ અંતર કાપી શકશો. હાઈવે માટે જમીન હસ્તાંતરણનું કામ પણ પૂરું થઈ ગયું છે. આ ઉપરાંત કુલ 60માંથી 32 કોન્ટ્રાક્ટ પણ આપી દેવાયા છે. આ હાઈવે ગુરુગ્રામ નજીક સોહનાથી શરૂ થઈને મુંબઈ સુધી જશે.

ગડકરીએ કહ્યું કે આ હાઇવે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને હરિયાણાના જે આર્થિક-સામાજિક રીતે પછાત આદિવાસી વિસ્તારોમાંથી પસાર થશે. આ પ્રોજેકટ માટે જમીન અધિગ્રહણમાં 16 હજાર કરોડ રૂપિયાની બચત થશે. જો અમે દિલ્હી-અમદાવાદ-સુરત-વડોદરા-મુંબઇના રસ્તે બનાવ્યો હોત તો જમીનની ખરીદી માટે એકર દીઠ 6 કરોડ રૂપિયા ખર્ચ કરવો પડત પરંતુ અત્યારે એકર દીઠ 80 લાખનો ખર્ચ થયો છે.